Gujarati News » Health » | Health Tips: Eating jaggery with these items in winter will keep you healthy
Health Tips: શિયાળામાં આ વસ્તુઓ સાથે ગોળ ખાવાથી તમારુ સ્વાસ્થ્ય રહેશે સારુ
શિયાળાની ઋતુમાં ઠંડી સામે કાબુ મેળવવા અને શરીરમાં ગરમી જાળવી રાખવા ગોળને આહારમાં સમાવવો આવશ્યક છે. શિયાળામાં ગોળ અમૃતનું કામ કરે છે. ગોળમાં કેટલીક વસ્તુઓ ભેળવીને ખાવાથી બધી સમસ્યાઓથી રાહત મળે છે.
શિયાળાની ઋતુમાં શરદી-ખાંસી જેવી સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં ગોળ સાથે તલનું સેવન કરવાથી તમે શરદી, ઉધરસ અને ફ્લૂ જેવી સમસ્યાઓથી રાહત મેળવી શકો છો. ઉપરાંત સામાન્ય માત્રામાં ગોળ ખાવાથી પણ કેટલીક સમસ્યાઓથી બચી શકાશે. આ સિવાય તમે ગોળ સાથે હળદરનું સેવન કરીને પણ કેટલીક બીમારીથી બચી શકો છો.
1 / 5
જો તમને તાવની સમસ્યા હોય અથવા કફ સંબંધિત સમસ્યા હોય તો સૂકા આદુનું એટલે કે સુંઠનું ગોળ સાથે સેવન કરવું જોઈએ. સુંઠ એટલે આદુને સૂકવીને તૈયાર કરેલો પાવડર. આ બંનેનું સંયોજન ઘણું આરામ આપે છે.
2 / 5
ત્વચા અને વાળ સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે ગોળ સાથે હલીમ સીડ્સ એટલે કે અસલિયાના બીજનું સેવન કરો. તમે તેને લાડુ બનાવીને પણ ખાઈ શકો છો. તે શરીરમાં ફોલિક એસિડ અને આયર્નને શોષવામાં મદદ કરે છે.
3 / 5
જો તમારા મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો તમારે તેને ગોળ અને વરિયાળી મિક્સ કરીને ખાવું જોઈએ. તે તમારા મૌખિક સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે.
4 / 5
સ્તનપાન કરાવતી સ્ત્રીઓ અને ડિલિવરી પછી સ્વસ્થ થવા માટે ગોળ અને ગુંદરનું સેવન ખૂબ જ સારું માનવામાં આવે છે. તેનાથી મહિલાઓનું શરીર મજબૂત બને છે. તે હાડકાં માટે પણ ખૂબ સારું માનવામાં આવે છે.