હેલ્થ વેલ્થ: શું તમને પણ કામની ઉતાવળમાં જલ્દી જલ્દી જમવાની ટેવ છે, તો તેના અનેક ગેરફાયદા છે, જુઓ વીડિયો
લોકોની લાઈફસ્ટાઈલ ખૂબ જ ઝડપી અને ભાગદોડ ભરી બની ગઈ છે, કોઈ કામના ચક્કરમાં તો કોઈ ઓફિસના ચક્કરમાં ફટાફટ જમી લેતા હોય છે. પરંતુ આ તમને સમય જતા નુકસાન પહોંચાડી શકે છે. તમે તમારા પરિવાર સાથે બેસી અને આરામથી જમવાનું શરુ કરો. કોઈ પણ વસ્તુ તમે જેનું સેવન કરો છો તેને ચાવીને ખાવાનું રાખો. ઉતાવળમાં ખોરાક ખાવાના અનેક ગેરફાયદા છે,

આજના ઝડપી લાઈફ સ્ટાઈલની સાથે આપણી કામ કરવાની રીત બદલાઈ ગઈ છે, ત્યારે આપણી ખાવા પીવાની રીત પણ બદલાઈ ગઈ છે. જો પહેલાના જમાનાની વાત કરીએ તો પરિવારના તમામ સભ્યો સાથે બેસીને જમતા હતા. પણ આજે એ જ ખાવાની રીતમાં સંપૂર્ણ બદલાવ આવ્યો છે અને ઉતાવળે સંતોષનું સ્થાન લીધું છે. જલ્દી જમવાથી તમારુ પાચન યોગ્ય રહેતું નથી. આ માટે જો તમારી પણ આવી આદત છે તો આજે જ સુધારી લો.
જલ્દી જમવાથી સ્વાસ્થ્યને શું નુકસાન
આ જલ્દી જમવાનું લાઈફમાં જ્યારે આપણે દરેક કામ ઝડપથી કરવા માંગીએ છીએ, ત્યારે આપણું ખાવાનું પણ ફાસ્ટ મોડમાં આવી ગયું છે. ચાલો આજના વીડિયો દ્વારા જાણીએ કે તે શું છે.જલ્દી જલ્દી જમવાથી સ્વાસ્થને શું નુકસાન થાય છે,તો તેનાથી તમારું વજન પણ વધી શકે છે. અનેક બિમારીની ઝપેટમાં પણ આવી શકો છો.
ડાઈજેશન બગડી શકે છે
જો ધીમે ધીમે ચાવીને જમવામાં આવે તો તમારું પાચન સારું રહે છે પરંતુ જલ્દી જલ્દીમાં જમવામાં આવે તો તમારું ડાઈજેશન બગડી શકે છે જેનાથી તમને અપચો, ગેસ જેવી સ્વાસ્થ સમસ્યાઓ થઈ શકે છે. આ સાથે તમારા શરીરમાં આવશ્યક વિટામિન અને મિનરલ જેવા પોષક તત્વોની પણ ઉણપ સર્જાય છે. જો તમે આરામથી બેસીને ધીમે-ધીમે જમવામાં આવે તો તમારી મેટાબોલિક ક્ષમતા વધે છે.જલ્દી જલ્દી જમવાથી ડાયાબિટીસ પણ થઈ શકે છે. ઝડપી જમવાથી શરીરમાં ઇન્સ્યુલિનની અસર થવાથી અને લોહીમાં ગ્લુકોઝ વધવાની શક્યતા રહે છે. આ કારણે તમે ડાયાબિટીસની ઝપેટમાં આવી શકો છો.
આ ભાગદોડ ભરી લાઈફમાં આપણે તમામ કામો ઝડપી કરવા લાગ્યા છીએ સાથે આપણે જમવાનું પણ સ્પીડમાં ખાવા લાગ્યા છીએ.ધીમે ધીમે જમવાથી તામારું પાંચનતંત્ર પણ સારી રીતે કામ કરે છે. તેમજ તણાવ પણ ઓછો રહે છે.
આ પણ વાંચો : કોરોનાથી હાર્ટ એટેક કેવી રીતે આવે છે? શું આ લોકોએ વધુ કસરત ન કરવી જોઈએ?
નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો