લો બોલો! હવે શિક્ષિકા બની ‘ઠૂમકેશ્વરી’, સોશિયલ મીડિયા પર Video થયો વાયરલ
પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા ડાન્સ કરતી જોવા મળી રહી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. મહિલા શિક્ષિકા વરસાદી ગીત પર ડાન્સ કરતી જોવા મળી.

સોશિયલ મીડિયા પર અવાર-નવાર અજબ ગજબ વીડિયો વાયરલ થતાં હોય છે. એવામાં વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વાત એમ છે કે, આ વીડિયો મેરઠ શહેરનો છે અને એક શિક્ષિકા વીડિયોમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.
મેરઠની કૃષ્ણપુરી પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા ડાન્સ કરતી જોવા મળી રહી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી લોકોએ શાળાના શિસ્ત અને શિક્ષણ વ્યવહારને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. વીડિયોમાં શાળાની એક મહિલા શિક્ષિકા વરસાદી ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. બીજું કે, તેની સાથે મહિલા વિદ્યાર્થીનીઓ પણ ડાન્સ કરતી જોવા મળી રહી છે.
#मेरठ में मैडम का डांस..#स्कूल में शिक्षिकाएं कर रही डांस..#कृष्णपुरी के सरकारी विद्यालय में बच्चों से झाड़ू लगाने, दरियां धोने और पर्दे धुलवाने का मामला..वीडियो सोशल मीडिया पर वायरल..#Meerut #ViralVideo @DmMeerut @CMOfficeUP pic.twitter.com/xguAhwaMVg
— पत्रकार गंगेश पाण्डेय (@GangeshReporter) April 12, 2025
આ વીડિયો જોયા બાદ લોકોએ તેમની મિશ્ર પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી છે. કેટલીક કોમેન્ટ્સમાં લોકો કહ્યું છે કે, શિક્ષિકા તરીકે આવું વર્તન યોગ્ય નથી. જ્યારે કેટલીક પ્રતિક્રિયાઓમાં લોકો આને માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમની કરી રહ્યા છે તેવું કહી રહ્યા છે. જો કે, આ વીડિયોને જોઈને શાળાના મુખ્ય શિક્ષકે કહ્યું છે કે, આ વીડિયો બહુ જૂનો છે અને સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી હતી. આથી આ વીડિયો જોઈને લોકો સોશિયલ મીડિયા પર કોઇ ભ્રમિત ન થાય, તેવી અમારી નમ્ર વિનંતી છે.