કોરોનાથી હાર્ટ એટેક કેવી રીતે આવે છે? શું આ લોકોએ વધુ કસરત ન કરવી જોઈએ?

સમગ્ર દેશમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવવાના કેસ ખુબ નોંધાયા છે. કેટલાક લોકોનું તો હાર્ટ એટેકના કારણે મૃત્યું પણ થયા છે. આ વચ્ચે કેન્દ્રિય સ્વાસ્થ મંત્રી મનસુખ માંડવિયાએ કોવિડને લઈ મોટી વાત કરી છે. તેમણે કહ્યું કે, હાર્ટ એટેકના કેસ વધવાનું માત્ર એક કારણ છે કોરોના વાયરસ.

કોરોનાથી હાર્ટ એટેક કેવી રીતે આવે છે? શું આ લોકોએ વધુ કસરત ન કરવી જોઈએ?
Follow Us:
| Updated on: Nov 01, 2023 | 10:06 AM

દેશભરમાં કોવિડ વાયરસ અને હાર્ટ એટેકના લઈ ખુબ ચર્ચા થઈ રહી છે. કેન્દ્રિય સ્વાસ્થ મંત્રી મનસુખ માંડવિયાએ કોવિડ વાયરસને હાર્ટ એટેકના વધતા કેસનું કારણ જણાવ્યું છે. તેમણે આઈસીએમઆરની હાલમાં કરેલા અભ્યાસને લઈ કહ્યું કે, જે લોકોને કોરોના વાયરસ થયો હતો તેને વધુ કસરત કરવી જોઈએ નહિ. આવું કરવાથી હાર્ટ એટેકનો શિકાર બની શકો છો. દેશભરમાં હાર્ટએટેકના વધતા કેસને લઈ સ્વાસ્થ મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે.

વધુ કસરત કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે

આ વચ્ચે એ સવાલ ઉઠી રહ્યો છે કે, કઈ રીતે કોવિડ હાર્ટ એટેકનું કારણ બની રહ્યું છે અને કોવિડના દર્દીઓ વધુ મહેનત કરવાથી કે કામ કરવાથી હાર્ટ એટેક આવી શકે ?

આ સવાલોનો જવાબ જાણવા માટે Tv9 એક્સપર્ટ સાથે વાતચીત કરી હતી.સફદરજંગ હોસ્પિટલમાં સીનિયર અને કાર્ડિયોલોજિસ્ટ ડો દિપક સુમન કહે છે કે, કસરત કરવાથી શરીર સ્વસ્થ રહે છે પરંતુ એક્સરસાઈઝની એક લિમિટ હોય છે. વધુ કસરત કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે. જે લોકો અચાનક વધુ કસરત કરે છે તેના શરીરને આનાથી નુકસાન થઈ શકે છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

આવું એટલા માટે થાય છે કારણ કે, વધારે વર્કઆઉટના કારણે શરીરમાં ઓક્સિજનની સ્પલાઈ વધી જાય છે. ફેફસાં ઝડપથી કામ કરે છે જેની સીધી અસર હૃદયના કાર્ય પર પડે છે. હૃદય ઝડપથી લોહી પંપ કરવાનું શરૂ કરે છે. જેના કારણે હૃદયની કામગીરી પ્રભાવિત થાય છે અને એટેકનો ખતરો રહે છે.

હાર્ટ એટેકની બિમારીથી કેવી રીતે બચવું

ડો અજિત જણાવે છે કે, હાર્ટએટેકની બિમારીથી બચવા માટે જરુરી છે કે, તમારી લાઈફ સ્ટાઈલનું ધ્યાન રાખો. જમવામાં નમક, મેંદોની માત્રા ઓછી રાખો. ધૂમ્રપાન અને દારુના સેવનથી દુર રહો અને ડોક્ટરની સલાહ મુજબ કસરત કરો. ઉંધનું પણ ખાસ ધ્યાન રાખે રાત્રે ઓછામાં ઓછી 8 કલાકની ઉંધ લો. માનસિક તણાવથી દુર રહો સમયે સમયે તમારા હાર્ટનું ચેકઅપ કરાવતા રહો.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">