સુરતમાં બાળકને જન્મતા જ મળ્યું મોત, અજાણી વ્યક્તિ દ્વારા નવજાતને બિલ્ડીંગ પરથી નીચે ફેંકી દેવાયું
સુરતના (Surat) મગદલ્લા વિસ્તારમાંથી એક ચકચારીત ઘટના સામે આવી છે. મગદલ્લામાં આવેલા પંચકુટીર સ્ટ્રીટના રસ્તા પરથી એક નવજાત બાળક મૃત અવસ્થામાં મળી આવ્યું છે. આ નવજાત બાળકને તેની માતા કે પરિવાર દ્વારા ત્યજી દેવામાં આવ્યું છે.

સુરતના મગદલાલ ગામમાં આવેલ પંચકુટીર સ્ટ્રીટમાંથી એક નવજાત ત્યજી દેવાયેલું મૃત બાળક મળી આવ્યું છે. વહેલી સવારે નવજાત બાળક મૃત સ્થિતિમાં મળી આવતા ચકચાર ગઇ છે. આ બાળકને બિલ્ડીંગની ઊંચાઈ પરથી ફેંકી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે બાળકને ફેંકી દેવામાં આવ્યુ હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેને લઇ ઉમરા પોલીસે ઘટના અંગે અજાણ્યા પરિવાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના મગદલ્લા વિસ્તારમાંથી એક ચકચારીત ઘટના સામે આવી છે. મગદલ્લા ગામમાં આવેલા પંચકુટીર સ્ટ્રીટના રસ્તા પરથી એક નવજાત બાળક મૃત અવસ્થામાં મળી આવ્યું છે. આ નવજાત બાળકને તેની માતા કે પરિવાર દ્વારા ત્યજી દેવામાં આવ્યું છે. જે બાળકે હજુ તો આ દુનિયામાં આવ્યાને સરખી રીતે શ્વાસ પણ નથી લીધો, તેનો શ્વાસ જન્મતાની સાથે જ બંધ કરી દેવામાં આવ્યો. જે બાળકને જન્મ આપ્યો તેણે જ તેને મોત પણ આપ્યું હોવાની આ ઘટનાથી આ વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.
સુરતના મગદલ્લા ગામમાં ત્યજી દેવાયેલું જે નવજાત બાળક મળી આવ્યું છે. તે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. નવજાત બાળકને તેના પરિવાર દ્વારા બિલ્ડીંગ પરથી નીચે ફેંકી દેવામાં આવ્યું છે. મગદલ લાના પંચકુટી સ્ટ્રીટના એક સીસીટીવીમાં દેખાયું હતું કે મોડી રાત્રીએ બાળક નીચે પડતું દેખાઈ રહ્યું છે. સુમસામ રસ્તાની વચ્ચે મોડી રાત્રે આ બાળક અચાનક જ નીચે ફેંકી દેવામાં આવે છે અને તેનું મોત નીપજે છે.
ઘટના અંગે વહેલી સવારે લોકોને જાણ થતાં લોકોમાં દોડધામ મચી જાય છે અને તાત્કાલિક ઉમરા પોલીસને જાણ કરવામાં આવે છે. ઘટનાની જાણ ઉમરા પોલીસને થતા ઉમરા પોલીસનો સ્ટાફ ઘટના પહોંચીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક ધોરણે નિષ્ઠુર માતા પોતાનું પાપ છુપાવવા બાળકને ત્યજી દેવાયુ હોવાની વાત ચર્ચાઇ રહી છે. જોકે ઘટના અંગે પોલીસે મગદલ્લાના પંચકુટીર સ્ટ્રીટના તમામ લોકોને પૂછપરછ અને તપાસ શરૂ કરી છે. જેમાં પોલીસને એક શંકાસ્પદ યુવતી મળી આવી છે અને તેની પૂછરછ હાલ ચાલી રહી છે.