હવે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ધાબા પર કે ઉંચાઈ ઉપર ખુલ્લી જગ્યામાં પતંગ ચગાવતા તેમજ રસ્તા પર વાહન ચલાવતી વખેત ખાસ ધ્યાન રાખવું પડે તેવી પરિસ્થિતિ આવી પહોંચી છે. ત્યારે ઉતરાયણ નજીક આવતા જ હવે દોરીના કારણે લોકો ઇજાગ્રસ્ત થતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. સુરતમાં પતંગની દોરીના કારણે એક વાહનચાલકને ગંભીર અકસ્માત નડ્યો છે. શહેરમાં રસ્તા પરથી પસાર થઇ રહેલા પ્રકાશભાઇને પતંગની દોરીના લીધે અકસ્માત નડ્યો છે. પતંગની દોરી તેમના ગળામાં આવી જતાં અકસ્માત સર્જાયો છે. જેમાં દોરીથી તેમનું ગળું કપાઇ જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Man injured by razor-sharp kite string; shifted to hospital #Surat #Gujarat #TV9News pic.twitter.com/W1JRGEJgOJ
— Tv9 Gujarati (@tv9gujarati) December 13, 2022
ઉત્તરાયણના પર્વને હવે એક મહિના જેટલો સમય બાકી રહ્યો છે અને આ તહેવારમાં ખાસ તો બાળકો પતંગ દોરી માટે દોડાદોડ કરતા હોય છે અને પતંગ ચગાવવાની મસ્તીમાં મશગુલ બની જતા હોય છે અને આવા સમયે દોરી વાગવા તેમજ ધાબેથી પડી જવાના અને રસ્તા પર દોરી વાગતા અકસ્માત થવાના બનાવો પણ બનતા હોય છે. જેમાં કેટલાકે જીવ ગુમાવવાનો વારો આવે છે. અને આવો જ એક બનાવ ઉતરાયણ ના એક મહિના પહેલા સુરતમાં બન્યો છે. સુરતમાં એક રસ્તા પરથી જતા વ્યક્તિને પતંગની દોરી વાગી છે. જેના કારણે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
તો ઉત્તરાયણને હજુ એક મહિનાની વાર છે ત્યાં તો ચાઇનીઝ દોરીના કારણે અકસ્માતના બનાવો પણ સામે આવવા લાગ્યા છે. ઊંઝામાં પણ ચાઈનીઝ દોરીના કારણે એક યુવકનું ગળું કપાયાની ઘટના સામે આવી છે. ગળું કપાતા ગંભીર હાલતમાં યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકને ગળા પર 40 જેટલા ટાંકા લેવાયા હતા. યુવકનો ગંભીર અકસ્માત થતા શહેરીજનો ચિંતિત જોવા મળી રહ્યા છે. તથા ચાઈનીઝ દોરીનું વેચાણ બંધ કરાવવા રાધાકૃષ્ણ ટ્રસ્ટે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.