Gujarati NewsGujaratSurat1 died & 8 workers were injured as a lift collapses in Shanti Van Mill, Bhatar area
Surat: ભટારની શાંતિવન મિલમાં દુર્ઘટના, લિફ્ટ તૂટતા એક મજૂરનું મોત, સાત લોકો ઘાયલ
આ દુર્ઘટનામાં એક કામદારનું મોત નિપજ્યુ છે, જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત લોકોને હાલ નજીકની હોસ્પિટલમાં (Hospital) સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
સુરત (Surat) ભટારની શાંતિવન મિલમાં દુર્ઘટનાના (Tragedy) સમાચાર મળી રહ્યા છે. જેમાં એકનું મોત નિપજ્યુ છે, જ્યારે સાત લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત લોકોને હાલ નજીકની હોસ્પિટલમાં (Hospital) સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ બીજા માળેથી લિફ્ટ બગડતા તે નીચે પટકાઈ હતી. જેના કારણે કેટલાક મજૂરોની કમર તૂટી તો કેટલાક લોકોના પગે ફેક્ચર થયા છે.
ભટાર વિસ્તારમાં બનેલી લિફ્ટ દુર્ઘટનામાં આઠ કામદારો નીચે પટકાયા હતા. જેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન એક કામદારનું મોત નીપજ્યું છે. જ્યારે સાત કામદારોને ગંભીર ઇજાઓ પહોંચી છે. તમામ કામદારો ધડાકાભેર નીચે પટકાતા આસપાસથી કામ કરી રહેલા કામદારો પણ દોડી આવ્યા હતા. અન્ય કારખાનામાં કામ કરી રહેલા કામદારોએ તમામને કોઈકને કોઈક વ્યવસ્થા કરી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.ગિરધર એસ્ટેટ ટુ માં આવેલ ત્રીજા માળે લોન્ડ્રીનું કારખાનું ચાલે છે. આ લોન્દ્રીના કારખાનામાંથી તૈયાર થયેલ કાપડના માલને નીચે લઈ જવા માટે લિફ્ટ બનાવવામાં આવી છે. આ લિફ્ટમાં વહેલી સવારે કાપડના માલની જગ્યાએ કામદારો ઉતરી રહ્યા હતા. જોકે લિફ્ટમાં બેસતાની સાથે જ લિફ્ટનો તાર અચાનક તૂટી ગયો હતો.