2.3.2025

Plant in pot : છોડમાં પાણી નાખવાનું ભૂલી જાવ છો ?  આજે જ ઘરે  ઉગાડો આ છોડ

Image -  Soical media 

આજકાલ મોટા ભાગના લોકો ઘરમાં છોડ ઉગાડતા હોય છે.

પરંતુ કેટલીક વાર તેનું સારી રીતે જતન ના થતુ હોવાના કારણ છોડ સુકાઈ જતા હોય છે.

તમે ઘરે એવા કેટલાક છોડ ઉગાડી શકો છો. જે ઓછી કાળજી રાખવી પડે છે.

એલોવેરાનો છોડ તમે ઘરે ઉગાડી શકો છો. આ છોડને ઓછા પાણીની જરુર પડે છે.

કેક્ટસ પણ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ એક રણનો છોડ માનવામાં આવે છે. જે ખૂબ ઓછા પાણીમાં પણ લાંબા સમય સુધી ટકી શકે છે.

મની પ્લાન્ટને શુભકામનાઓ આપતો છોડ માનવામાં આવે છે. તે જમીનમાં અથવા પાણીમાં ઉગાડી શકાય છે.

મની પ્લાન્ટને વધારે સૂર્યપ્રકાશની જરુર નથી હોતી જેથી તમે આ છોડને ઘરમાં પણ ઉગાડી શકો છો.

સ્પાઈડર પ્લાન્ટ ઓછા પાણીમાં પણ ઝડપથી વધે છે. તેને વધુ સૂર્યપ્રકાશની જરૂર નથી. આ છોડને અઠવાડિયામાં એક કે બે વાર પાણી આપવુ પડે છે.