Rajkot: માલધારી સમાજનો બળાપો, રખડતાં ઢોર અંગેનો કાયદો બનાવો પણ પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરો

સમાજના અગ્રણીએ કહ્યું કે વિધાનસભામાં જે બિલ પાસ થવા જઇ રહ્યું છે તે માલધારી સમાજ વિરુધ્ધનું બિલ છે. માલધારી સમાજની ગાયો ક્યારેય છોડતો નથી પરંતુ આખલાઓ રસ્તા પર જોવા મળે છે. જો સરકારે કાયદો બનાવવો હોય તો પહેલા માલધારી સમાજ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઇએ.

Rajkot: માલધારી સમાજનો બળાપો, રખડતાં ઢોર અંગેનો કાયદો બનાવો પણ પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરો
Strengthen the Maldhari community, make a law on stray cattle but first make alternative arrangements
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 29, 2022 | 3:21 PM

રાજ્ય સરકાર (State government)  રખડતાં ઢોર (stray cattle) ના ત્રાસ મામલે કાયદો (law) બનાવવા જઇ રહી છે ત્યારે આ કાયદો અમલમાં આવે તે પહેલા માલધારી સમાજે વિરોધ નોંધાવ્યો છે. રાજકોટ (Rajkot) માં માલધારી સમાજે આજે જિલ્લા કલેક્ટર (Collector) ને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી કે કાયદો બનાવતા પહેલા રખડતાં ઢોરની વૈકલ્પિક વ્યવસ્થા (Alternative arrangement) કરવામાં આવે. કોરોના (corona) ના કપરા કાળમાં માલધારી સમાજે પોતાના જીવ જોખમમાં મૂકીને લોકોને દૂધ પુરૂ પાડ્યું હતું. માલધારી સમાજની ગાયો ક્યારેય છોડતો નથી પરંતુ આખલાઓ રસ્તા પર જોવા મળે છે.

માલધારી સમાજના આગેવાન રણજીત મુંધવાએ કહ્યું હતું કે વિધાનસભામાં જે બિલ પાસ થવા જઇ રહ્યું છે તે માલધારી સમાજ વિરુધ્ધનું બિલ છે. જો સરકારે કાયદો બનાવવો હોય તો પહેલા માલધારી સમાજ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઇએ.

શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, એક વ્યક્તિનો જીવ પણ ગયો

શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે.થોડા દિવસ પહેલા જ મવડી રોડ પર એક વ્યક્તિનો જીવ ગયો હતો જ્યારે રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં બે મહિલાઓને આખલાએ હડફેટે લીધા હતા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

એનિમલ હોસ્ટેલની માલધારીઓની માંગ પેન્ડિંગ

શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ છે જેની સામે માલધારી સમાજ દ્રારા એનિમલ હોસ્ટેલની માંગ કરવામાં આવી છે જે પેન્ડીંગ છે.એનિમલ હોસ્ટેલમાં રખડતાં ઢોરને મૂકી શકાય તે માટેની વ્યવસ્થા હોય છે. માલધારીઓ દાવો કરી રહ્યા છે કે રખડતાં ઢોર છે તે આસપાસના ગામડાંમાંથી આવતા આખલાઓ છે જે શહેરમાં નુકસાન કરે છે મનપાએ આખલાઓને પકડવા જોઇએ.

આ પણ વાંચોઃ Vadodara: નશાની હાલતમાં એક પોલીસકર્મીએ એક રીક્ષાચાલક અને બે એક્ટિવા ચાલક પર ચઢાવી કાર, પ્રદીપ ગઢવી નામનાં આરોપી પોલીસકર્મીની અટકાયત

આ પણ વાંચોઃ Rajkot: દેહ વ્યાપાર છોડીને આત્મનિર્ભય બનવા તરફ ગણિકાઓનો પ્રયાસ, પોલીસ કરી રહી છે મદદ

g clip-path="url(#clip0_868_265)">