Rajkot: દેહ વ્યાપાર છોડીને આત્મનિર્ભય બનવા તરફ ગણિકાઓનો પ્રયાસ, પોલીસ કરી રહી છે મદદ
રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા બ્યુટી સલૂનમાં ગણિકાઓને બ્યુટી પાર્લરનો કોર્સ કરાવવામાં આવી રહ્યો છે, જેથી ગણિકાઓ આત્મનિર્ભર બની શકે અને પોતાના જીવન નિર્વાહ માટે દેહ વ્યપાર ન કરવો પડે. ગણિકાઓમાં પણ આ બ્યુટી પાર્લરનો કોર્સ શીખવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજકોટ (Rajkot) ના રેડ લાઇટ વિસ્તારમાં (Red Light area) રહેતી અને નર્કાગાર જેવું જીવન જીવતી ગણિકાઓ (Prostitutes) ની વ્હારે રાજકોટ પોલીસ આવી છે. રાજકોટના ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ (In charge Police Commissioner Khurshid Ahmed )દ્વારા સામાજિક સંસ્થાના સહયોગથી ગણિકાઓને આત્મનિર્ભર (Self-reliant) બનાવવા જઇ રહ્યા છે. રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા બ્યુટી સલૂનમાં ગણિકાઓને બ્યુટી પાર્લરનો કોર્સ કરાવવામાં આવી રહ્યો છે, જેથી ગણિકાઓ આત્મનિર્ભર બની શકે અને પોતાના જીવન નિર્વાહ માટે દેહ વ્યપાર ન કરવો પડે. ગણિકાઓમાં પણ આ બ્યુટી પાર્લરનો કોર્સ શીખવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
55 જેટલી મહિલા દરરોજ બે કલાક કોચિંગ લે છે
દેહ વ્યાપાર કરનારી મહિલાઓનું જીવન નર્કાગાર જેવુ હોય છે. જોકે રાજકોટ પોલીસ તેમને સન્માન સાથે જીવવાની તક આપી રહી છે. સામાજિક સંસ્થાના સહયોગથી શરૂ કરેલા આ કોચિંગમાં રેડ લાઇટ એરિયાની 55 જેટલી મહિલાએ દરરોજ ટ્રેનિંગ લે છે.આ મહિલાઓ દરરોજ સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી ટ્રેનિંગ લઇ રહી છે. આ ટ્રેનિંગ બે મહિના સુધી ચાલશે, જેમાં તેઓને બ્યુટી પાર્લરમાં કામ કરવા માટે જરુરી તમામ ટેકનિક શીખવવામાં આવશે અને ત્યારબાદ તબક્કાવાર અન્ય મહિલાઓને પણ શિક્ષણ આપવામાં આવશે. આ ટ્રેનિંગ દ્વારા દેહ વ્યપાર સાથે જોડાયેલી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો આ પ્રયાસ છે.
મહિલા દિવસે કમિશનરને આવ્યો વિચાર
વુમન્સ ડેના દિવસે પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ રેડ લાઇટ એરિયામાં પહોંચ્યા હતા અને ત્યાની ગણિકાઓ સાથે પોલીસ કમિશનરે મહિલા દિનની ઉજવણી કેક કાપીને કરી હતી. આ મુલાકાત સમયે પોલીસ કમિશનરે તેની વ્યથા સાંભળી હતી અને તેઓને આત્મનિર્ભર બનવા માટે વિવિધ કોર્સમાં જોડાવા માટે અપીલ કરી હતી. જે બાદ સામાજિક સંસ્થાના સહયોગથી બ્યુટી પાર્લરના કોર્સની શરૂઆત કરી હતી. ત્યાં આ બહેનોને શિક્ષા આપવાની શરૂઆત કરાઇ.
આ પણ વાંચો-
Ahmedabad: નારણપુરામાં રોડ કપાત મુદ્દે સ્થાનિકોનો વિરોધ બન્યો ઉગ્ર, સ્થાનિકોએ પત્રિકા છપાવી લોકોને આંદોલનમાં જોડાવા અપીલ શરૂ કરી
આ પણ વાંચો-