Vadodara: નશાની હાલતમાં એક પોલીસકર્મીએ એક રીક્ષાચાલક અને બે એક્ટિવા ચાલક પર ચઢાવી કાર, પ્રદીપ ગઢવી નામનાં આરોપી પોલીસકર્મીની અટકાયત

Vadodara: નશાની હાલતમાં એક પોલીસકર્મીએ એક રીક્ષાચાલક અને બે એક્ટિવા ચાલક પર ચઢાવી કાર, પ્રદીપ ગઢવી નામનાં આરોપી પોલીસકર્મીની અટકાયત

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 12:30 PM

ફતેગંજ પોલીસે આરોપી પોલીસકર્મીની અટકાયત કરી છે. પોલીસનું કહેવું છે કે, હેડ કોન્સ્ટેબલ પ્રદીપ ગઢવી અમદાવાદ ગ્રામ્ય પોલીસના એમટી સેક્શનમાં ફરજ છે. હાલ તે માંદગીની રજા પર હતા.

વડોદરા (Vadodara)ના નિઝામપુરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. નશાની હાલતમાં એક વ્યક્તિએ કાર ચલાવી એક રીક્ષાચાલક અને બે એક્ટિવા ચાલકને એડફેટે લીધા હતા. અકસ્માત (Accident) માં એક્ટિવા સવાર વૃદ્ધ દંપત્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે. બાદમાં નશાની હાલતમાં બીજુ કોઇ નહીં પરંતુ એક પોલીસ કર્મીએ (Policeman) જ અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યુ છે. અકસ્માત બાદ આ પોલીસ કર્મીની કારમાંથી દારુની બોટલ મળી આવતા તેના પર આ આરોપ લાગ્યો છે.

વડોદરાના નિઝામપુરમાં એક પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો છે. મળતી માહિતી પ્રમાણે હેડ કોન્સ્ટેબર પ્રદીપ ગઢવી નશાની હાલતમાં હતો અને નશાની હાલતમાં કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. આ પોલીસ કર્મીએ એક રીક્ષાચાલક અને બે એક્ટિવાચાલકને અડફેટે લીધા હતા. જે બાદ એક્ટિવા સવાર વૃદ્ધ દંપતિને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સમયે કારમાંથી દારૂ મળી આવતા પોલીસ કર્મચારીઓએ દારૂના નશામાં અકસ્માત સર્જ્યો હોવાનો આક્ષેપ થયો છે.

ફતેગંજ પોલીસે આરોપી પોલીસકર્મીની અટકાયત કરી છે. પોલીસનું કહેવું છે કે, હેડ કોન્સ્ટેબલ પ્રદીપ ગઢવી અમદાવાદ ગ્રામ્ય પોલીસના એમટી સેક્શનમાં ફરજ છે. હાલ તે માંદગીની રજા પર હતા.

આ પણ વાંચો-

Ahmedabad: શહેરની સુરક્ષાની ચિંતા રાખતા AMCના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના કપાળે ચિંતાની કરચલી, 50થી પણ વધુ વાહનોની કંપનીએ સર્વિસ ન કરી આપતા બંધ હાલતમાં

આ પણ વાંચો-

Ahmedabad: નારણપુરામાં રોડ કપાત મુદ્દે સ્થાનિકોનો વિરોધ બન્યો ઉગ્ર, સ્થાનિકોએ પત્રિકા છપાવી લોકોને આંદોલનમાં જોડાવા અપીલ શરૂ કરી

g clip-path="url(#clip0_868_265)">