Rajkot Video : રેસકોર્સ રીંગ રોડ પર જામ્યુ દંગલ, યુવતીને મેસેજ કર્યાના મામલે યુવતીના પરિવારજનોએ યુવકને માર્યો માર, Video માં કેદ થઈ ઘટના
રેસકોર્સ રીંગ રોડ ઉપર સ્થિત એક આઈસ્ક્રીમ પાર્લરના કર્મચારીએ યુવતીને મેસેજ કરીને છેડતી કરતો હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ યુવકને માર માર્યો હતો.

રાજકોટના રેસકોર્સ રીંગ રોડ ઉપર યુવતીની છેડતીની ઘટના સામે આવી છે. રેસકોર્સ રીંગ રોડ ઉપર સ્થિત એક આઈસ્ક્રીમ પાર્લરના કર્મચારીએ યુવતીને મેસેજ કરીને છેડતી કરતો હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ યુવકને માર માર્યો હતો. યુવતીના પરિવારજનોએ યુવકનો શોધીને રસ્તા વચ્ચે ઢોર માર્યો હતો. જેનો વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. પરંતુ આ ઘટના બાબતે કોઈ સત્તાવાર ફરુરિયાદ નોંધવામાં આવી નથી.
Eve teasers manhandled by woman’s family in #Rajkot #Gujarat #TV9News pic.twitter.com/ROaN778BcN
— Tv9 Gujarati (@tv9gujarati) February 27, 2023
રાજકોટમાં અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ
તો આ તરફ રાજકોટમાં છેલ્લા થોડા દિવસોથી જાહેર રસ્તા પર અસામાજિક પ્રવૃતિ કરીને લોકોને હેરાન પરેશાન કરતા હોવાના કિસ્સામાં વધારો થયો છે. માલવિયાનગરમા રસ્તા પર કેક કટિંગની ઘટના બાદ રાજકોટ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને જવાબદારોને પાઠ ભણાવવામાં આવ્યા હતો, જો કે આવા કિસ્સાઓને અટકાવી શકાય તે માટે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ખાસ એકશન પ્લાન તૈયાર કરાયો છે.
રાત્રીના સમયે પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ડીસીબી, એસઓજી, ક્રાઇમબ્રાંચ, ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા સખ્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
સુરતમાં અસામાજીક તત્વોની ધરપકડ
તો બીજી તરફ સુરતમાં અસામાજીક તત્વો બેફામ બન્યા છે. બે યુવતીની જાહેરમાં છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીની ઘટના સામે આવી હતી. ફરિયાદના આધારે ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં ગણેશ ઉર્ફ ગણિયો રવિન્દ્ર વાઘ નામના યુવકને ઝડપી લીધો. ઝડપાયેલો આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. એટલુ જ નહી અનેક વખત ઝેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. હાલ પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.