Gujarati Video : અસામાજિક તત્વો પર સકંજો કસવા રાજકોટ પોલીસે બનાવ્યો એકશન પ્લાન, ઉચ્ચ અધિકારીઓની ટીમે હાથ ધર્યુ ચેકિંગ, જુઓ Video
રાજકોટમાં ગઈ કાલે રાત્રીના સમયે પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ડીસીબી, એસઓજી, ક્રાઇમબ્રાંચ, ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા સખ્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
રાજકોટમાં છેલ્લા થોડા દિવસોથી જાહેર રસ્તા પર અસામાજિક પ્રવૃતિ કરીને લોકોને હેરાન પરેશાન કરતા હોવાના કિસ્સામાં વધારો થયો છે. માલવિયાનગરમા રસ્તા પર કેક કટિંગની ઘટના બાદ રાજકોટ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને જવાબદારોને પાઠ ભણાવવામાં આવ્યા હતો, જો કે આવા કિસ્સાઓને અટકાવી શકાય તે માટે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ખાસ એકશન પ્લાન તૈયાર કરાયો છે.
આ પણ વાંચો : Gujarati video: ન્યારી-1 ડેમમાં સૌની યોજનાનું પાણી પહોંચતા રાજકોટવાસીઓને રાહત
રાજકોટમાં ગઈ કાલે રાત્રીના સમયે પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ડીસીબી, એસઓજી, ક્રાઇમબ્રાંચ, ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા સખ્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
લોકોમાં જાગૃતિ લાવવાનો હેતુ
આ એક્શન પ્લાનથી આવા વિસ્તારોમાં ક્યાંય અસામાજિક પ્રવૃતિ થતી હોય તો તેની સીધી જ માહિતી પોલીસને મળી શકે. જાહેર જનતા દ્વારા મળતી ફરિયાદો પર તાત્કાલિક એકશન લેવામાં આવશે. સાથે સાથે માહિતી આપનાર વ્યક્તિનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે. આ કાર્યવાહીનો હેતુ લોકો અસામાજિક તત્વો સામે જાગૃત થાય અને આવા લોકો સામે કાર્યવાહી કરવાનો છે.