Jamnagar : ક્રિકેટમાં જામનગરનો ડંકો વાગ્યો, સગી બહેનો સહિત 7 કિશોરીઓની સતત ત્રીજા વર્ષે અન્ડર-19 ટીમમાં પસંદગી

સાત માથી બે બહેનોની જોડી છે. માહિનુર ચૌહાણ અને તહેસીન ચૌહાણ બંન્ને સગી બહેનો છે. તેમજ અનુષ્ઠા ગોસ્વામી અને પ્રતિકા ગોસ્વામી બંને સગી બહેનો છે. સાત ખેલાડીઓ સામાન્ય પરીવારમાંથી આવે છે. આ કિશોરીઓ ખૂબ પરિશ્રમ કરીને ક્રિકેટમાં કારર્કિર્દી બનાવીને દેશ તેમજ રાજ્યનું નામ રોશ કરવા પ્રતિબદ્ધ છે. 

Jamnagar : ક્રિકેટમાં જામનગરનો ડંકો વાગ્યો, સગી બહેનો સહિત 7 કિશોરીઓની સતત ત્રીજા વર્ષે અન્ડર-19 ટીમમાં પસંદગી
જામનગરમાંથી સગી બહેનો સહિત 7 કિશોરીની પસંદગી
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Aug 31, 2022 | 9:45 AM

ભારતીય ક્રિકેટ જગતમાં જામનગર (Jamnagar ) શહેરે ડંકો વગાડયો છે. જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ ટીમની સાત કિશોરીઓ એક સાથે અંડર-19ની ટીમમાં પસંદગી પામી છે. જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનની  (Saurashtra Cricket Association ) ટીમમાં રમશે. જામનગર ડિસ્ટ્રીકટની સાત કિશોરીઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI ) સંચાલિત અંડર-19 ડોમેસ્ટીક વુમન્સ ક્રિકેટ ટુનામેન્ટમાં  (Women’s Cricket Tournament ) સતત ત્રીજા વર્ષે સ્થાન મેળવ્યું છે. જામનગર ડિસ્ટ્રીકટ ટીમની સાત કિશોરીઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમમાં પસંદગી પામી છે. જે આગામી 1 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતે રમશે. જે રણજીત ટ્રોફી સમક્ષ વુમન્સ ટુર્નામેન્ટ રમાશે.

જામનગરની સાત વુમન્સ ક્રિકેટરમાં (1) માહિનુર ચૌહાણ, (2) અનુષ્ઠા ગોસ્વામી, (3) પ્રિતિકા ગૌસ્વામી, (4) શ્રુતિ જાડેજા, (5 ) ખુશી ભીંડી, (6) તહેસીન ચૌહાણ, (7) રાબિયા સમાની પસંદગી થઈ છે.

કિશોરીઓની અથાગ મહેનતું  પરિણામ

જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિયેશનના મેનેજર ભરત મથ્થરે જણાવ્યુ કે પસંદગી પામેલી સાત ખેલાડીઓ આશરે 5 થી 6 વર્ષથી સતત મહેનત કરે છે. દૈનિક 6 થી 8 કલાક ક્રિકેટના મેદાનમાં પ્રેકટીસ કરે છે. કોચ પાસે તાલીમ મેળવે છે. સાત માથી બે બહેનોની જોડી છે. માહિનુર ચૌહાણ અને તહેસીન ચૌહાણ બંન્ને સગી બહેનો છે. તેમજ અનુષ્ઠા ગોસ્વામી અને પ્રતિકા ગોસ્વામી બંને સગી બહેનો છે. સાત ખેલાડીઓ સામાન્ય પરીવારમાંથી આવે છે. આ કિશોરીઓ  ખૂબ પરિશ્રમ કરીને  ક્રિકેટમાં  કારર્કિર્દી બનાવીને  દેશ તેમજ રાજ્યનું નામ રોશ કરવા પ્રતિબદ્ધ છે.  જામનગર શહેરના મધ્યમાં આવેલા અજીતસિંહજી પેવેલિયન ક્રિકેટ બંગલા ખાતે દૈનિક 400થી વધુ બાળકો ક્રિકેટની તાલીમ લે છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એશોશિયેશનના કોચ મહેન્દ્ર  ચૌહાણ દ્રારા  અહીં તાલીમ આપવામાં આવે છે. મહેન્દ્ર ચૌહાણ દ્રારા રવિન્દ્ર જાડેજાને તાલીમ આપવામાં આવી હતી. તેમના માર્ગદર્શન અને રવિન્દ્ર જાડેજાની મહેનતથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ જામનગરનુ નામ રોશન કર્યુ છે. અહી બાળકોની સાથે 40થી વધુ છોકરીઓ પણ ક્રિકેટની તાલીમ લે છે. જેમાંથી હાલ સાત કિશોરી ત્રીજી વખત અંડર-19માં પસંદગી પામી છે. તો અગાઉ રણજીત ટ્રોફીની વુમન સીનીયરમાં સૌરાષ્ટ્રની ટીમમાં 7 મહિલા ક્રિકેટ નેતૃત્વ સાથે પોતાનુ સ્થાન બનાવ્યું છે. જામનગરની એક સાથે સાત મહિલા ક્રિકેટ ખેલાડીઓની પંસદગી થઈ છે. જે જામનગર માટે ગૌરવની વાત છે.

જામનગરમાં અંદાજે 40થી વધુ બાળાઓ, કિશોરીઓ વુમન્સ ક્રિકેટ માટે નિયમિત પ્રેકટીસ કરે છે. જે અંદાજે સાત વર્ષથી વધુ દિવસના 6થી 8 કલાક પ્રેકટીસ કરીને આ સ્થાન મેળવ્યુ છે. વુમન્સ ક્રિકેટ ટીમમાં એક સાથે સાત ખૈલાડીઓ સ્થાન મેળવતા જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોશિયેશન દ્રારા પસંદ થયેલ ખૈલાડીઓ શુભેચ્છા આપી આંતરરાષ્ટ્રીય કક્ષામાં સ્થાન મેળવે તેવી ઈચ્છા વ્યકત કરી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">