આ મરાઠા યોદ્ધાની બહાદૂરી જોઈ ખુદ ઔરંગઝેબ બોલી ઉઠયો હતો કે મારા ચાર પુત્ર માંથી જો એક પણ તારા જેવો હોત તો મે ક્યારનુંય હિંદુસ્તાન જીતી લીધુ હોત!
છત્રપતિ મહારાજના મૃત્યુ બાદ ઔરંગઝેબ એવુ વિચારવા લાગ્યો હતો કે હવે તે આરામથી દક્ષિણ પર કબજો કરી શકશે. જો કે આ તેની મોટી સૌથી મોટી ભૂલ હતી. કારણ કે ઔરંગઝેબની સામે એક મજબુત ઢાલ તૈયાર થઈ ગઈ હતી. જેમણે મરાઠાઓને ઔરંગઝેબ સામે ઘૂંટણીયે પડતા બચાવી લીધા હતા. એ બહાદૂર મરાઠા સમ્રાટ 9 વર્ષમાં 120 થી વધુ યુદ્ધો લડ્યા અને તેમાંથી એકપણ યુદ્ધ હાર્યા ન હતા. તેમણે મુઘલોના નાકમાં દમ કરી નાખ્યો હતો અને ઔરંગઝેબની ઉંઘ હરામ.

છત્રપતિ શિવાજી મહારાજના મૃત્યુ બાદ ગાદી પર આવ્યા તેમના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજ. જેને છાવા પણ કહેવામાં આવે છે. સંભાજી મહારાજ એક એવા યૌદ્ધા હતા જેમણે 9 વર્ષમાં 120થી વધુ યુદ્ધો લડ્યા. પરંતુ તેમાંથી એકપણ યુદ્ધ હાર્યા ન હતા. તેમના પિતાના ‘હિંદવી સ્વરાજ અભિયાન’ને તેમણે એક નવી ઉંચાઈ આપી. સંભાજી મહારાજના કારનામાઓથી ઓરંગઝેબની ઊંઘ હરામ થઈ ગઈ હતી. છેવટે, તેમણે સંભાજીને દગાથી કેદ કર્યા અને તેમના પર અત્યાચાર ગુજારવામાં ક્રુરતા અને બર્બરતાની તમામ હદો પાર કરી નાખી. છતા પણ મરાઠાઓનો ધ્વજ ઓરંગઝેબની સામે ક્યારેય નમ્યો નહીં. સંભાજી મહારાજના મનોબળને તોડવા માટે ઔરંગઝેબે તેમને તડપાવી તડપાવીને માર્યા, પરંતુ સિંહ જેવા કાળજાના સંભાજી મહારાજ છેલ્લા શ્વાસ સુધી તેની સામે ઝુક્યા નહીં. કોણ હતા સંભાજી મહારાજ? સંભાજી રાજે શિવાજી મહારાજની પહેલી અને પ્રિય પત્ની સાઈબાઈના પુત્ર હતા. તેનો જન્મ 14 મે 1657ના રોજ પુરંદર કિલ્લામાં થયો હતો. સંભાજીએ માત્ર 2 વર્ષની ઉમરે તેમની માતા ગુમાવી. જે બાદ તેમનો ઉઠેર દાદી જીજાબાઈએ કર્યો. સંભાજી મહારાજ શાસ્ત્રો લખવા...
