Tender Today : ગાંધીનગર વન વિભાગ દ્વારા વન ચેતના કેન્દ્ર પર એન્ટરન્સ ગેટના વિકાસ કામ માટે ટેન્ડર જાહેર, જાણો તેની અંદાજીત કિંમત કેટલી
ગાંધીનગર (Gandhinagar) સેક્ટર 30માં આવેલા વન ચેતના કેન્દ્ર પર એન્ટરન્સ ગેટના વિકાસ કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

ગાંધીનગર વન વિભાગના નાયબ વન સંરક્ષક દ્વારા ઓનલાઇન ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. ગાંધીનગર સેક્ટર 30માં આવેલા વન ચેતના કેન્દ્ર પર એન્ટરન્સ ગેટના વિકાસ કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ ટેન્ડરની અંદાજીત કિંમત 14 લાખ 2 હજાર રુપિયા છે.
આ પણ વાંચો- Chotaudepur : છોટા ઉદેપુરમાં યોજાયો અનોખો ચુલનો મેળો, જાણો કેવી રીતે ઉજવવાય છે આ લોકમેળો
ટેન્ડર ફી, EMD તથા અન્ય દસ્તાવેજ વેબસાઇટ http://gujaratforest.nprocure.com પર ભરવાના રહેશે. ટેન્ડર ફોર્મ ડાઉનલોડ કરવાની તારીખ 6 માર્ચ 2023 છે. તો ફોર્મ સબમીટ કરવાની છેલ્લી તારીખ 13 માર્ચ 2023 સાંજે 6 કલાક સુધી છે. હવે પછીના સુધારા વધારા દૈનિક પેપરમાં પ્રસિદ્ધ નહીં કરીને ઓનલાઇન કરવામાં આવશે. વેબસાઇટમાં ઓનલાઇન ટેન્ડર ભરવાની તેમજ વધારાની માહિતી આપવામાં આવી છે.