વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન, ટ્રેડ શોના ઉદ્ઘાટન બાદ UAE પ્રમુખ સાથે કરશે રોડ શો
વડાપ્રધાન આજે 10 કલાકે મહાત્મા મંદિર જશે. જ્યાં અન્ય દેશના વડા સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ વાતચીત અને મુલાકાત લગભગ 2 કલાક સુધી ચાલશે. તો બપોરે 2 કલાકે રાજભવન જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પછી બપોરે 3 કલાકે હેલિપેડ ગ્રાઉન્ડની મુલાકાત લેશે.

વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઇ વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન થઇ ચૂક્યું છે. સમિટ પહેલા વડાપ્રધાન ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. તેઓ બપોરે ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે અને સાંજે UAEના પ્રમુખ સાથે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી મેગા રોડ શો કરશે. આ દરમિયાન 15 સ્ટેજો પર સાંસ્કૃતિક નૃત્યોનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.
UAEના વડા સાથે PM મોદી કરશે રોડ શો
તેમના આજના સમગ્ર કાર્યક્રમ વિશે વાત કરીએ તો વડાપ્રધાન આજે 10 કલાકે મહાત્મા મંદિર જશે. જ્યાં અન્ય દેશના વડા સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ વાતચીત અને મુલાકાત લગભગ 2 કલાક સુધી ચાલશે. તો બપોરે 2 કલાકે રાજભવન જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પછી બપોરે 3 કલાકે હેલિપેડ ગ્રાઉન્ડની મુલાકાત લેશે. જે બાદ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે અને સાંજે 4 કલાકે ફરી મહાત્મા મંદિર જવા રવાના થશે. મહત્વનું છે સાંજે 5 કલાકે UAEના વડાનું PM કરશે સ્વાગત અને ત્યારપછી UAEના વડા સાથે એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ સુધી રોડ શો યોજશે. બંને મહાનુભાવોના રોકાવવા માટે ગાંધીનગરની હોટેલ લીલામાં વ્યવસ્થા કરાઇ છે.
ગુજરાતમાં આગમન બાદ PM મોદીનું ટ્વીટ
ગુજરાત આગમન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યુ હતુ. તેમણે લખ્યુ હતુ કે મોહમ્મદ બિન ઝાયદની ગુજરાત મુલાકાત સ્પેશિયલ છે. વાઇબ્રન્ટ ગુજરાત સાથે ખૂબ નજીકથી જોડાયેલો છું. રાજ્યના વિકાસમાં વાઇબ્રન્ટ ગુજરાત ખૂબ મહત્વનું છે. લોકોને તક આપવા માટે આ માધ્યમનો ખુબ મોટો ફાળો છે.
ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ધાટન કરશે
ગુજરાત પ્રવાસના પહેલા દિવસે એટલે કે 9મી જાન્યુઆરીએ એટલે કે આજે PM મોદી ગાંધીનગર ખાતે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ધાટન કરશે. આશરે 2 લાખ ચોરસ મીટરમાં પથરાયેલા ગ્લોબલ ટ્રેડ શોમાં પાર્ટનર કન્ટ્રી તરીકે 33 દેશના ગ્લોબલ લીડર્સ ભાગ લેશે. સાથે જ 100થી વધુ ગ્લોબલ લીડર્સ પણ આ શોમાં હાજરી આપશે. 10 અને 11 જાન્યુઆરીના રોજ બિઝનેસ વિઝિટર્સ ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો રહેશે. જ્યારે 12 અને 13 જાન્યુઆરીના રોજ જાહેર જનતા ટ્રેડ શોની મુલાકાત લઇ શકશે.
આ પણ વાંચો-9 જાન્યુઆરીના મહત્વના સમાચાર : ભારત પ્રથમ વખત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની અધ્યક્ષતા કરશે
શું છે ગ્લોબલ ટ્રેડ શોની વિશેષતા ?
ગ્લોબલ ટ્રેડ શોની વિશેષતા પર નજર કરીએ તો IT આધારીત સેવાઓ ક્ષેત્રના સંશોધનો અને સિદ્ધિઓની માહિતી આપવામાં આવશે. રાજ્યના વૈવિધ્યપૂર્ણ અને ભાતિગળ સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરાશે. 350થી વધુ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના સ્ટોલની ફાળવણી કરાઇ છે. ઇ-મોબિલિટી પેવેલનિયન દ્વારા ભાવિ પરિવહનનું અનાવરણ કરાશે. બ્લ્યૂ ઇકોનોમિ પેવેલિયનમાં દરિયાઇ ઉદ્યોગોના વિકાસનું પ્રદર્શન યોજાશે. નોલેજ ઇકોનોમી અને સ્ટાર્ટઅપ ડોમમાં ઉભરતા સાહસોનું નિદર્શન કરાશે. સાથે જ આત્મનિર્ભર ભારતને ગતિશિલ બનાવતા ઔધોગીક સાહસોનું પ્રદર્શન પણ યોજાશે. આમ ગ્લોબલ ટ્રેડ શોમાં વિકસીત ભારતનું ચિત્ર રજૂ કરાશે.