વાયબ્રન્ટ સમિટ 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કર્યુ મિશન ગ્રીન હાઈડ્રોજન ગુજરાત લોન્ચિંગ, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાથે MoU
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટની દસમી કડીનાં ત્રીજા દિવસે મિશન ગ્રીન હાઈડ્રોજન ગુજરાત લોન્ચ કર્યું છે.સેમિનારમાં યોજાયેલા પેનલ ડિસ્કશન સેશનમાં વિષય નિષ્ણાંતો દ્વારા ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન, તેની વેલ્યુ ચેઇન, આર્થિક તકો અને ઊર્જા સંક્રમણ માટે ઉભરતી ટેક્નોલોજી જેવા અગત્યના મુદ્દાઓ પર ચિંતન અને મંથન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટની દસમી કડીનાં ત્રીજા દિવસે મિશન ગ્રીન હાઈડ્રોજન ગુજરાત લોન્ચ કર્યું છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા અને ગુજરાત સરકાર વચ્ચે કરાર થયા છે. હાઈડ્રોજન ક્ષેત્રે નવી શોધ અને મદદ માટે બંને વચ્ચે MoU થયા છે. આ પ્રસંગે મુખ્યપ્રધાને કહ્યું હતુ કે, કલાઈમેટ ચેન્જનાં પડકાર સામે લડવા ભારત આગળ વધી રહ્યું છે, ત્યારે રિન્યુએબ્લ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન માટે કામ કરી રહ્યા છે.
કચ્છ તથા બનાસકાંઠા જિલ્લામાં 2 લાખ હેક્ટરની વેસ્ટ લેન્ડની ફાળવણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેમિનારમાં જણાવ્યું હતુ કે વડાપ્રધાનનાં માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રીન હાઈડ્રોજન હબ બનાવા માટે સજ્જ છે. સરકારે ગ્રીન હાઈડ્રોજનનાં ઉત્પાદન માટે ખાસ લેન્ડ પોલિસી બનાવી છે અને કચ્છ તથા બનાસકાંઠા જિલ્લામાં 2 લાખ હેક્ટરની વેસ્ટ લેન્ડ ફાળવી છે. તેમણે જણાવ્યુ કે વડાપ્રધાને દેશમાં ફ્યુચરીસ્ટીક એનર્જીં ડિમાન્ડને પહોંચી વળવા માટે ક્લીન અને ગ્રીન એનર્જી દ્વારા ગ્રીન ગ્રોથ પર ભાર મૂક્યો છે.
વડાપ્રધાનના આ વિઝનને સુસંગત ગ્રીન ગ્રોથ માટે પ્રતિબદ્ધ-CM ભૂપેન્દ્ર પટેલ
તેમણે ઉમેર્યુ હતુ કે ગુજરાત વડાપ્રધાનના આ વિઝનને સુસંગત ગ્રીન ગ્રોથ માટે પ્રતિબદ્ધ છે. આ હેતુસર આગામી પાંચ વર્ષ માટે ગ્રીન ગ્રોથ સેક્ટર માટે 2 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. વિશ્વમાં ઉર્જાની માગને પહોંચી વળવા માટે ફોસીલ ફ્યુઅલ પરનું ભારણ ઘટાડવા વિશે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, માનવજાતનાં કલ્યાણ માટે આપણે એનર્જી ઓલ્ટરનેટિવ શોધવા આવયશ્યક છે અને ગ્રીન હાઈડ્રોજન દ્વારા ઊર્જા સુરક્ષા, ક્લીન એનર્જી અને નેટ ઝીરો ત્રણેય લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ તેમ છીએ.
આ તકે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નીયા, બર્કલે અને ગુજરાત સરકાર, જીએસપીસી અને ગિફટ સીટી, એનટીપીસી અને જીએસપીસી તેમજ જીએસપીસી અને જીપીસીએલ વચ્ચે MOU કરવામાં આવ્યા હતા.
અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા
સેમિનારમાં યોજાયેલા પેનલ ડિસ્કશન સેશનમાં વિષય નિષ્ણાંતો દ્વારા ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન, તેની વેલ્યુ ચેઇન, આર્થિક તકો અને ઊર્જા સંક્રમણ માટે ઉભરતી ટેક્નોલોજી જેવા અગત્યના મુદ્દાઓ પર ચિંતન અને મંથન કરવામાં આવ્યું હતું. આ પેનલ ડિસ્કશનમાં નોર્વેના ગ્રીનસ્ટાટ હાઇડ્રોજનના ચેરમેન સ્ટર્લી પેડરશન, બ્યૂરો ઓફ એનર્જી એફિસીયન્સીના ડાયરેક્ટ અભય બકરે, અદાણી ગ્રુપના ગ્રીન હાઈડ્રોજનના CEO રજત સકસેરિયા સહિતના વિષય તજજ્ઞો પેનલ ડિસ્કશનમાં સહભાગી થયા હતા. સેમિનારમાં ઊર્જા મંત્રીકનુ દેસાઇએ જણાવ્યું હતું કે, ગુજરાત દેશના સૌથી લાંબા દરિયા કિનારા સાથે જળમાર્ગ, ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ, ગુજરાત સરકારની નીતિ વિષયક સક્રિયતા, સંતુલિત નેતૃત્વ સાથે ઉદ્યોગોને જરૂરી સવલતો પૂરી પાડવાના કમીટમેન્ટ સહિતની બાબતો ગુજરાતને અન્યથી એક વિશેષ સ્થાન અપાવે છે. રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે દેશભરમાં ગુજરાત અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવતું રાજ્ય બન્યું છે.