Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat દર્શન માટે દોડશે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન, 28 ફેબ્રુઆરીએ દિલ્હીથી થશે પ્રારંભ

ગુજરાતને બેસ્ટ  ટુરિસ્ટ ડેસ્ટીનેશન તરીકે ડેવલપ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં વાઈબ્રન્ટ ગુજરાતના વારસાને દર્શાવવા માટે ભારત સરકારની એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના હેઠળ ભારતીય રેલ્વે અત્યાધુનિક ભારત ગૌરવ ડીલક્સ એસી પ્રવાસી ટ્રેન શરૂ કરવા જઇ રહી છે.

Gujarat દર્શન માટે દોડશે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન, 28 ફેબ્રુઆરીએ દિલ્હીથી થશે પ્રારંભ
Bharat Gaurav Yatra Train
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2023 | 8:53 PM

ગુજરાતને બેસ્ટ  ટુરિસ્ટ ડેસ્ટીનેશન તરીકે ડેવલપ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં વાઈબ્રન્ટ ગુજરાતના વારસાને દર્શાવવા માટે ભારત સરકારની એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના હેઠળ ભારતીય રેલ્વે અત્યાધુનિક ભારત ગૌરવ ડીલક્સ એસી પ્રવાસી ટ્રેન શરૂ કરવા જઇ રહી છે. આ ટ્રેન દ્વારા ગરવી ગુજરાત યાત્રા 28 ફેબ્રુઆરીએ દિલ્હીના સફદરગંજ સ્ટેશનથી શરૂ થશે. આ પ્રવાસમાં વાઈબ્રન્ટ ગુજરાતનો વારસો પ્રદર્શિત કરવામાં આવશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી કોચ હશે. આ ટ્રેન દિવસે અંદાજે આઠ કલાક ચાલશે. આ દરમિયાન 3500 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરવામાં આવશે. રેલવે  યાત્રાના આ પેકેજનું પ્રથમ સ્ટોપેજ કેવડિયા ખાતે રાખવામાં આવ્યું છે. જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આકર્ષણનું કેન્દ્ર બનશે.

ટ્રેનમાં એકસાથે 156 પ્રવાસીઓ મુસાફરી કરી શકશે

ભારત ગૌરવ ડીલક્સ એસી ટુરિસ્ટ ટ્રેનમાં ચાર ફર્સ્ટ એસી કોચ, બે સેકન્ડ એસી કોચ હશે. તેમાં અત્યાધુનિક પેન્ટ્રી કાર અને બે રેલ રેસ્ટોરન્ટ પણ હશે. આ ટ્રેનમાં લગભગ 156 પ્રવાસીઓ એકસાથે મુસાફરી કરી શકશે. આ ટ્રેન  ગુજરાતના હેરિટેજ સ્થળો અને યાત્રાધામોની મુલાકાત લઇ જશે.

આ ટ્રેન હેરિટેજ સ્થળો અને યાત્રાધામોની મુલાકાત લેશે

ગરવી ગુજરાત ટુર પેકેજમાં પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, અમદાવાદ, મોઢેરા અને પાટણ જેવા સ્થળો બતાવવામાં આવશે. પ્રવાસીઓ ગુરુગ્રામ, રેવાડી, રિંગાસ, ફુલેરા અને અજમેર રેલવે સ્ટેશનથી પણ આ ટ્રેનમાં મુસાફરી કરશે. IRCTCએ આ ટૂર પેકેજ માટે હપ્તામાં ચૂકવણી કરવાનો વિકલ્પ આપ્યો છે. આ માટે તમે પેમેન્ટ ગેટવેમાં EMI નો વિકલ્પ પસંદ કરી શકો છો.

પાકિસ્તાની ક્રિકેટર મોડેલ સાથે ગેમ રમતો જોવા મળ્યો
Jioના 70 દિવસના પ્લાને મચાવી હલચલ ! 105GB ડેટા સાથે મળી રહ્યું ઘણુ બધું
શિવલિંગ પર બિલિપત્ર સીધુ ચઢાવવું જોઈએ કે ઊંધુ? આ જાણી લેજો
Blood Infection Symptoms : લોહીમાં ઇન્ફેકશન હોય તો શરીરમાં કેવા લક્ષણ દેખાય ?
આ છે દુનિયાની સૌથી મોંઘી વસ્તુ, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી ભેગા મળીને પણ ખરીદી નહીં શકે
રોહિત શર્માની પત્નીનું સ્પોર્ટસ સાથે ખાસ કનેક્શન છે,જુઓ ફોટો

આ ટ્રેન શ્રેષ્ઠ સુવિધાઓથી સજ્જ છે

આ યાત્રામાં અમદાવાદનું પ્રસિદ્ધ અક્ષરધામ મંદિર, સાબરમતી મંદિર, મોઢેરાના સૂર્ય મંદિર, પાટણ સ્થિત રાણી કી વાવ, યુનેસ્કો હેરિટેજ સાઈટ, નાગેશ્વર જ્યોતિર્લિંગના પણ દર્શન કરવામાં આવશે. આ ટ્રેન શ્રેષ્ઠ સુવિધાઓથી સજ્જ છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Gujarati Video: લોકસાહિત્યકાર દેવાયત ખવડની વધી મુશ્કેલી, કોર્ટે વચગાળાની જામીન અરજી ફગાવી

સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ
Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ
પોલીસે કોંગ્રેસના વિજેતા અને AAPના પરાજિત ઉમેદવારો સામે નોંધ્યો ગુનો
પોલીસે કોંગ્રેસના વિજેતા અને AAPના પરાજિત ઉમેદવારો સામે નોંધ્યો ગુનો
1 થી 10ના આંકડા કેમ બનાવાયા તેનું લોજિક આ Videoથી સમજાયુ
1 થી 10ના આંકડા કેમ બનાવાયા તેનું લોજિક આ Videoથી સમજાયુ
પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો, જુઓ Video
પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો, જુઓ Video
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર
ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરનાર 2 લોકોની અટકાયત
મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરનાર 2 લોકોની અટકાયત
હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ, 36 બેઠક પર મળી જીત
હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ, 36 બેઠક પર મળી જીત
g clip-path="url(#clip0_868_265)">