Gujarati Video: લોકસાહિત્યકાર દેવાયત ખવડની વધી મુશ્કેલી, કોર્ટે વચગાળાની જામીન અરજી ફગાવી

Rajkot: લોકસાહિત્યકાર દેવાયત ખવડે 25 દિવસના વચગાળાના જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી કોર્ટે ફગાવી છે, જ્યારે તેમના રેગ્યુલર જામીન માટેની અરજી પર સોમવારે સુનાવણી થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2023 | 6:55 PM

રાણો રાણાની રીતે ફેમ દેવાયત ખવડની મુશ્કેલી વધી છે. મારામારી કેસમાં જેલમાં બંધ લોકસાહિત્ય કાર દેવાયત ખવડે વચગાળાના જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. 25 દિવસના વચગાળાના જામીન આપવા માટે કોર્ટમાં અરજી કરી હતી. દેવાયત ખવડે શિવરાત્રી અને લગ્નપ્રસંગમાં સ્ટેજ કાર્યક્રમ માટે જામીન અરજી કરી હતી. આ ઉપરાંત દેવાયત ખવડે રેગ્યુલર જામીન માટે પણ અરજી કરી હતી. જો કે કોર્ટે ખવડની વચગાળાની જામીન અરજી ફગાવી છે. જ્યારે રેગ્યુલર જામીન અરજી મુદ્દે સોમવારે સુનાવણી હાથ ધરાશે.

અગાઉ હાઈકોર્ટમાં જામીન માટે કરી હતી અરજી

આ અગાઉ દેવાયત ખવડે નિયમિત જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી હતી અને કેસમાં ચાર્જશીટ ફાઈલ થયા બાદ અરજી કરી શકાશે તેવી હાઈકોર્ટે છૂટ આપી હતી. મયુરસિંહ રાણા પર હુમલો કરવાના કેસમાં દેવાયત ખવડ છેલ્લા 2 મહિનાથી  જેલમાં બંધ છે. એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કલમ 307ના ગુનામાં દેવાયત ખવડ પોલીસ સમક્ષ હાજર થયા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. દેવાયત ખવડ સાથે તેના બે સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Gujarati Video : લોક ગાયક દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો, હાઇકોર્ટે જામીન અરજી ફગાવી

7 નવેમ્બરના રોજ દેવાયત ખવડે મયુરસિંહ રાણા પર અગાઉની બોલાચાલીની અદાવત રાખી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં મયુરસિંહને ગંભીર ઈજા પહોંચી હતી. પાર્કિંગ જેવી સામાન્ય બાબતને લઈને મયુરસિંહ રાણા પર દેવાયત ખવડ અને તેમના સાગરિતોએ હુમલો કર્યો હતો. આ હુમલો કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. ભોગ બનનાર યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે દેવાયત ખવડની પોલીસ સાથે સાંઠગાંઠને કારણે જ તેની ધરપકડ કરવામાં આવતી નથી. હુમલા બાદ 9 દિવસથી દેવાયત ખવડ પોલીસ પકડથી દૂર હતા.

Follow Us:
ઈસ્કોન પ્લેટિનમમાં કેવી રીતે લાગી આગ, જાણો આગનો આંખે દેખ્યો અહેવાલ
ઈસ્કોન પ્લેટિનમમાં કેવી રીતે લાગી આગ, જાણો આગનો આંખે દેખ્યો અહેવાલ
કાલોલના મેદાપુરમાં ખનીજ ચોરોની દાદાગીરીનો Video થયો વાયરલ
કાલોલના મેદાપુરમાં ખનીજ ચોરોની દાદાગીરીનો Video થયો વાયરલ
વિશ્વામિત્રી નદી બની દૂષિત, ડ્રેનેજના પાણી નદીમાં ઠાલવતા હોવાનો આક્ષેપ
વિશ્વામિત્રી નદી બની દૂષિત, ડ્રેનેજના પાણી નદીમાં ઠાલવતા હોવાનો આક્ષેપ
ભેંસોએ સિંહણને ઊભી પુછડીએ ભગાડી, જુઓ અમરેલીના રાજુલાનો આ Video
ભેંસોએ સિંહણને ઊભી પુછડીએ ભગાડી, જુઓ અમરેલીના રાજુલાનો આ Video
સુરતમાં હની ટ્રેપમાં લોકોને ફસાવી રૂપિયા પડાવતો નકલી PSI ઝડપાયો
સુરતમાં હની ટ્રેપમાં લોકોને ફસાવી રૂપિયા પડાવતો નકલી PSI ઝડપાયો
ઝૂલતા પૂલ દુર્ઘટના કાંડના આરોપી જયસુખ પટેલની કરાઈ મોદક તુલા- Video
ઝૂલતા પૂલ દુર્ઘટના કાંડના આરોપી જયસુખ પટેલની કરાઈ મોદક તુલા- Video
પારડીના મોતીવાડમાં દુષ્કર્મ બાદ યુવતીની હત્યાનો ખુલાસો
પારડીના મોતીવાડમાં દુષ્કર્મ બાદ યુવતીની હત્યાનો ખુલાસો
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં કરશે ચૂંટણી પ્રચાર
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં કરશે ચૂંટણી પ્રચાર
ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત
ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત
આ 5 રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સુધારાના સંકેત
આ 5 રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સુધારાના સંકેત
g clip-path="url(#clip0_868_265)">