Breaking News : સુરત એરપોર્ટ પર SOGએ કરોડોનું સોનું ઝડપ્યું, એક જ પરીવારના 4 સભ્યોની પૂછપરછ શરુ કરાઈ
સુરત એરપોર્ટ સોનાની દાણચોરીનું હબ બની રહ્યું છે. ફરી એકવાર અરપોર્ટ પરથી કરોડોનું સોનું ઝડપાયું છે. SOGએ એક જ પરીવારના 4 સભ્યો પાસેથી સોનું ઝડપ્યું છે.

માત્ર સુરત કે ગુજરાત જ નહીં પરંતુ દેશભરના ગોલ્ડ સ્મગલરો માટે હોટ ફેવરિટ એવા સુરત એરપોર્ટ પરથી ફરી એકવાર સોનાની દાણચોરી પકડાઇ છે. આવી જ એક ઘટના સુરત એરપોર્ટ પર ફરી એકવાર બની છે. સુરત એરપોર્ટ પર SOGએ કરોડોનું ઝડપી પાડ્યુ છે. મળતી માહિતી અનુસાર સોનું દુબઈથી સુરત લાવવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચો : Surat: વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો, ચાસણીના ગરમ તપેલામાં પડી જતા બે વર્ષીય બાળક ગંભીર રીતે દાઝ્યો
સુરત એરપોર્ટ પર થી વરાછા લઈ જઈ રહેલા એક પરીવારને SOGએ ઝડપી પાડ્યુ હતું. પોલીસે એક જ પરીવારના 4 સભ્યોની પૂછપરછ શરુ કરવામાં આવી છે. જેમાં તે સોનું કઈ રીતે સુરત સુધી લાવ્યા તે અંગે પૂછપરછ કરવામાં આવશે.
સુરત એરપોર્ટ પર દાણચોરીનું 28 લાખનું સોનું ઝડપાયું હતું
આ અગાઉ સુરત એરપોર્ટ પરથી ફરી એકવાર સોનાની દાણચોરી પકડાઇ હતી. શારજાહ – સુરતની ફ્લાઈટમાં આવતા એક શખ્સ પાસેથી સોનું ઝડપાયું હતુ. કસ્ટમ વિભાગને એક શખ્સ પર શંકા જતા તેને તપાસ કરવામાં આવી હતી. ત્યારે તેના પાસેથી દાણચોરીનું 28 લાખનું સોનું ઝડપાયું હતું. આરોપીએ સોનાંની ત્રણ કેપ્સુલ બનાવી ગુદામાર્ગમાં છુપાવી લાવવામાં આવી હતી. કસ્ટમ વિભાગે મુસાફરની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
અગાઉ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયુ હતુ સોનું
અમદાવાદ એરપોર્ટ પર બાથરુમમાંથી 116 ગ્રામ સોનું પકડાયુ હતું. અમદાવાદ એરપોર્ટ પર વારંવાર સોનું પકડાવાની ઘટના સામે આવી હતી. થોડા દિવસ પહેલા પણ એરપોર્ટના ટોઇલેટમાંથી 800 ગ્રામ સોનું મળી આવ્યુ હતુ. ત્યારે ફરી એકવાર એરપોર્ટના બાથરૂમમાંથી સોનાના 6 બિસ્કિટ મળી આવતા હડકંપ મચી ગઇ હતી.
અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરીનું હબ બની રહ્યું છે. અમદાવાદ એરપોર્ટના બાથરૂમમાંથી 116 ગ્રામના સોનાના 6 બિસ્કિટ મળી આવ્યા. જેની માર્કેટ કિંમત આશરે 39 લાખ રૂપિયા હતી. બાથરૂમનો ફ્લશ કામ ન કરતો હોવાની એક પેસેન્જરે સફાઈ કર્મચારીને ફરિયાદ કરી હતી. જે બાદ સફાઈ કર્મચારીએ ફ્લશની તપાસ કરતા કાળા કલરના એક પાર્સલમાં સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. જેની કસ્ટમ વિભાગને જાણ કરવામાં આવી હતી.
કુવૈતની ફ્લાઈટમાં આવેલા કોઈ પેસેન્જરે સોનું છુપાવ્યા હોવાની કસ્ટમ વિભાગે આશંકા વ્યક્ત કરી હતી. હાલ તો કસ્ટમ વિભાગે સોનાના બિસ્કીટ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે આઠ દિવસ પહેલા પણ એરપોર્ટના બાથરૂમ ફ્લશમાંથી પણ સોનાના કડા મળી આવ્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…