Surat : જહાંગીરપુરામાં પીવાના પાણીની સમસ્યાને લઈ મહિલાઓમાં જોવા મળ્યો રોષ, શુદ્ધ પાણી આપવા SMC સમક્ષ કરી માગ
સુરતના જહાંગીરપુરામાં પીવાના પાણીની સમસ્મયાને લઈ મહિલાઓ દ્વારા ખાલી પાણીના બેડા અને ડોલ લઈને વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા 15 થી 20 દિવસથી પાણીની તકલીફ પડી રહી છે અને બહારથી ટેન્કર અને પીવા માટે પાણી મંગાવવુ પડે છે.

સુરતના જહાંગીરપુરા સંગીની ગાર્ડનીયામાં પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓ રોષે ભરાઈ હતી. મહિલાઓ દ્વારા ખાલી પાણીના બેડા અને ડોલ લઈને વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા 15 થી 20 દિવસથી પાણીની તકલીફ પડી રહી છે અને બહારથી ટેન્કર અને પીવા માટે પાણી મંગાવવુ પડી રહ્યું છે.
આ પણ વાંચો : SURAT : સિવિલ હોસ્પિટલમાંથી મોબાઇલ ચોરીના કેસમાં ઝડપાયેલો સગીર આરોપી ફરાર , પોલીસે શોધખોળ આદરી
સુરતમાં ઉનાળાની શરુઆત થતા જ પાણીનો પ્રશ્ન સામે આવી રહ્યો છે. આ અગાઉ સુરતના કેટલાક વિસ્તારમાં દુર્ગધ મારતું અને પીળાશ પડતું પાણી આવતું હોવાની ફરિયાદ સામે આવતા ઉકાઈ ડેમમાંથી 1 હજાર કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતાં સુરતમાં પીવાના પાણીને લઈને સમસ્યા યથાવત છે.
મહિલાઓમાં જોવા મળ્યો રોષ
આજે સુરતના જહાંગીરાબાદ સ્થિત આવેલા સંગીની ગાર્ડનીયામાં મહિલાઓએ પાણીના પ્રશ્ને વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા 10 થી 15 દિવસથી પૂરતા પ્રમાણમાં પાણી નહી મળતા તેમજ પાણી દુષિત આવતા મહિલાઓ રોષે ભરાઈ હતી. આજે રોષે ભરાયેલી મહિલાઓએ ખાલી પાણીના બેડા અને ડોલ લઈને સુત્રોચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.
પ્રતિક્ષા બેને જણાવ્યું હતું કે અહી સૌથી મોટો પ્રોબ્લેમ પાણીનો છે. અહી 15-20 દિવસથી પાણીની તકલીફ છે. 10 દિવસ પહેલા તો અહી 1 હજાર વધુ ટીડીએસ વાળું પાણી આવતું હતું. જે બધાના હેલ્થ માટે સારું નથી, સૌથી મોટો અફસોસ છે કે આપણે તાપી નદીના તટે રહીએ છીએ તો પણ પાણીની સમસ્યા ઉભી થઇ રહી છે. પાણી શુદ્ધ અને સારું મળે તે માટે વિરોધ કર્યો છે.
તો અન્ય મહિલાએ જણાવ્યું હતું કે છેલ્લા 1 મહિનાથી અહી દુષિત પાણી આવી રહ્યું છે. પીળાશ પડતું પાણી આવી રહ્યું છે. આવું પાણી પી ને અમે બીમાર પડી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા 15 દિવસ થી પાણી ખુબ ઓછું આવી રહ્યું છે. ઘરકામ અને પીવા માટે પાણી મળતું નથી, જેને લઈને અમારે ટેન્કરથી અને પીવા માટે બિસ્લેરી પાણી મંગાવવુ પડશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…