Surat: વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો, ચાસણીના ગરમ તપેલામાં પડી જતા બે વર્ષીય બાળક ગંભીર રીતે દાઝ્યો
નવી સિવિલ હોસ્પિટલના ડો. કેતન નાયકએ જણાવ્યું હતું કે ગત સાંજે હાંસોટથી એક બે વર્ષનું બાળક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું. અહી બાળકની સારવાર ચાલી રહી છે. બાળક 30 થી 40 ટકા દાઝી ગયું છે. બાળકની પરિસ્થિતિ ગંભીર કહી શકાય છે. બાળક વેન્ટીલેટર પર છે.
બાળકોને રમતા મૂકી દેતા વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વરના હાંસોટમાં ખાંડની ગરમ ચાસણીના તપેલામાં રમતા રમતા પડી જતા બે વર્ષનો બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો. બાળકને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનનું પરિવાર હાલમાં અંકલેશ્વરના હાંસોટમાં રહે છે. આ પરિવાર ૧૫ થી ૨૦ દિવસ પહેલા જ અંકલેશ્વરના હાંસોર્ટમાં રોજીરોટી મેળવવા માટે આવ્યા હતા અને બરફ ગોળાનો વ્યવસાય શરૂ કરવામાં આવ્યો હતો. આ પરિવારમાં ૨ વર્ષનો બાળક છે. દરમ્યાન ૨૫ એપ્રિલના રોજ માતા પિતા બરફ ગોળા માટે ખાંડની ચાસણી ગરમ કરી રહ્યા હતા.
બાળક અંદાજીત 30 થી 40 ટકા જેટલું દાઝી ગયો
આ દરમ્યાન તેઓનો બે વર્ષીય બાળક રમતા રમતા ગરમ ચાસણીના તપેલામાં પડી ગયો હતો. બાળક ગંભીર રીતે દાઝી જતા ત્યાંની હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યાં બાળકની સારવાર ચાલી રહી છે. બાળક અંદાજીત 30 થી 40 ટકા જેટલું દાઝી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : ગુજરાતી સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મ રુદનનું ટ્રેલર અને ગીત લોન્ચ, 12 મેના રોજ સિનેમામાં રીલીઝ થશે
સુરતની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે
બાળકના સબંધીએ જણાવ્યું હતું કે બરફ ગોળા માટે ખાંડની ગરમ ચાસણી બનાવવામાં આવી રહી હતી. આ દરમ્યાન બાળક ત્યાં રમી રહ્યો હતો અને તેના માતા પિતા જમવા બેઠા હતા. ભૂલથી તપેલું ઢાંક્યું ન હતું. દરમ્યાન બાળક રમતા રમતા તપેલામાં પડી ગયો હતો. જેથી બાળકને તાત્કાલિક દવાખાને લઇ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. અહી તેની સારવાર ચાલી રહી છે.
બાળક વેન્ટીલેટર પર છે
નવી સિવિલ હોસ્પિટલના ડો. કેતન નાયકએ જણાવ્યું હતું કે ગત સાંજે હાંસોટથી એક બે વર્ષનું બાળક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું. અહી બાળકની સારવાર ચાલી રહી છે. બાળક 30 થી 40 ટકા દાઝી ગયું છે. બાળકની પરિસ્થિતિ ગંભીર કહી શકાય છે. બાળક વેન્ટીલેટર પર છે. તેની સારવાર ચાલી રહી છે. બાળકની તબિયત સુધરે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…