Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: Suratના 157 લોકોને Vietnamમાં બંધક બનાવાયા, 1 કરોડની વસુલાત માટે ટૂર ઓપરેટરનું કારસ્તાન, જુઓ Video

Surat : સુરતથી વિદેશયાત્રા(foreign trip)એ નીકળેલા લોકોને પરદેશમાં બંધક(hostage) બનાવાયા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટ્રાવેલ એજન્ટ સાથે નાણાકીય તકરારમાં ટૂર ઓપરેટરે 157 લોકોને વિયેતનામ(Vietnam)માં બનાવ્યા હતા. 1 કરોડ રૂપિયા કરતા વધુ રકમની વસુલાત માટે આ પ્રવાસીઓને બંધક બનાવાયા હતા.

Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Oct 13, 2023 | 12:23 PM

Surat : સુરતથી વિદેશયાત્રા(foreign trip)એ નીકળેલા લોકોને પરદેશમાં બંધક(hostage) બનાવાયા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટ્રાવેલ એજન્ટ સાથે નાણાકીય તકરારમાં ટૂર ઓપરેટરે 157 લોકોને વિયેતનામ(Vietnam)માં બનાવ્યા હતા. 1 કરોડ રૂપિયા કરતા વધુ રકમની વસુલાત માટે આ પ્રવાસીઓને બંધક બનાવાયા હતા. જોકે બાદમાં ગુજરાતના કેટલાક મધ્યસ્થીઓએ મામલો હલ કરાવી તમામને મુક્ત કરાવ્યા છે.

વિદેશ પ્રવાસ દરમિયાન ઘટના બની

સુરતના 157 લોકોને વિયેતનામમાં બંધક બનાવાયા હતા. સૂત્રો અનુસાર ટૂર ઓપરેટર દ્વારા ટૂર પ્લાનિંગની બાકી રકમની વસુલાત માટે આ કારસ્તાન કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. વિદેશી ધરતી ઉપર આ પ્રકારની ઘટના બનતા ભારતીય પ્રવાસીઓ ભયભીત બન્યા હતા.

ભારતીય દૂતાવાસ દ્વારા મુક્ત કરાવાયા

ભારતીયોને વિયેતનામમાં બંધક બનાવાયા હોવાની ઘટનાની જાણ સુરત સ્થિત પરિવારજનોને કરવામાં આવતા સ્વજનો ચિંતિત બન્યા હતા. આ બાબત ભારતીય દૂતાવાસના ધ્યાન ઉપર લાવવામાં આવી હતી. આખરે ભારતીય દૂતાવાસના અધિકારીઓની મધ્યસ્થીથી 10 કલાક બાદ સુરતીઓનો હેમખેમ છુટકારો થયો હતો. 10 કલાક સુધી બંધક બનાવી રાખવાના કારણે પ્રવસીઓમાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી. આખરે ભારત સરકારના પ્રયાસોથી રાહતના સમાચાર આવ્યા હતા.

ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ઉમરાહ માટે મક્કા પહોંચ્યો
પાકિસ્તાનના બધા ખેલાડીઓની મળીને પણ નથી કરી શકતા ભારતના કેપ્ટન રોહિત શર્માની બરાબરી
Jioનો 56 દિવસનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
સ્મૃતિ મંધાનાએ બોયફ્રેન્ડ સામે રમી ધમાકેદાર ઈનિંગ
પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?
પ્રિયંકા ચોપરાએ પિતાની બાઇકથી લઈને પ્રથમ મોડેલિંગ શૂટના ફોટો શેર કર્યા

આ પણ વાંચો : Surat : ગરબે ઘુમતા હૃદયરોગના હુમલાના લક્ષણ જણાય તો સીધા સિવિલ હોસ્પિટલ પહોંચી જજો, નવરાત્રી દરમિયાન તાલીમબદ્ધ ટીમ સારવાર માટે તૈનાત મળશે

સુરતથી 350લોકો વિદેશ પ્રવાસ ગયા હતા

સૂત્રો તરફથી મળી માહિતી અનુસાર સુરતના લેઉવા પાટીદાર સમાજના 350 લોકો વિયેતનામ ફરવા ગયા હતા. આ માટે એક ટૂર ઓપરેટર સાથે કરાર કરવામાં આવ્યો હતો. ટૂરની નક્કી કરાયેલી રકમ ટૂર ઓપરેટરને મળી ન હોવાના આક્ષેપ સાથે તેણે પ્રવાસીઓ સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. સુરતના ટૂર ઓપરેટરે 1.07 કરોડ નહીં ચૂકવ્યાનો આક્ષેપ સાથે પ્રવાસીઓને એરપોર્ટ પર અટકાવ્યા હતા.

લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા વિયેતનામ ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસ બાદ 12 ઓક્ટોબરે સુરત આવવા નીકળેલા ગ્રૂપના સભ્યોને વિયેતનામમાં અટકાવ્યા હતા. આ સાથે વિવાદિત રકમ ચુકવવાની માંગણી પણ કરવામાં આવી હતી. ગંભીર સ્વરૂપ ધારણ કરી રહેલા મામલામાં આખરે ભારતીય દૂતાવાસના અધિકારીઓએ વાતચીત દ્વારા હાલ કાઢ્યો હતો. આખરે  તમામ સુરત આવવા રવાના કરવામાં આવ્યા છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર
ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરનાર 2 લોકોની અટકાયત
મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરનાર 2 લોકોની અટકાયત
હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ, 36 બેઠક પર મળી જીત
હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ, 36 બેઠક પર મળી જીત
અમિત શાહના મતવિસ્તાર માણસામાં ભાજપનો ભવ્ય વિજય
અમિત શાહના મતવિસ્તાર માણસામાં ભાજપનો ભવ્ય વિજય
પાટણની ચાણસ્મા બેઠક પર ભાજપના સસ્પેન્ડ ઉમેદવાર અપક્ષમાંથી જીત્યા
પાટણની ચાણસ્મા બેઠક પર ભાજપના સસ્પેન્ડ ઉમેદવાર અપક્ષમાંથી જીત્યા
જૂનાગઢમાં ભાજપને મોટો ઝટકો, મનપાની ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારની જીત
જૂનાગઢમાં ભાજપને મોટો ઝટકો, મનપાની ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારની જીત
વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી, 25માંથી 15 બેઠક પર મળી ભવ્ય જીત
વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી, 25માંથી 15 બેઠક પર મળી ભવ્ય જીત
ગુજરાતની સ્થાનિક ચૂંટણીના પરિણામોમાં AAPએ જમાવ્યો પગ
ગુજરાતની સ્થાનિક ચૂંટણીના પરિણામોમાં AAPએ જમાવ્યો પગ
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
g clip-path="url(#clip0_868_265)">