AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ગરબે ઘુમતા હૃદયરોગના હુમલાના લક્ષણ જણાય તો સીધા સિવિલ હોસ્પિટલ પહોંચી જજો, નવરાત્રી દરમિયાન તાલીમબદ્ધ ટીમ સારવાર માટે તૈનાત મળશે

Surat : તાજેતરના સમયમાં આવા ઘણા કિસ્સાઓ જોવા મળ્યા છે જ્યારે કોઈ વ્યક્તિ જિમમાં વર્કઆઉટ(Gym Workout) અને ડાન્સ(Dance) કરતી વખતે અચાનક બેભાન થયા પછી તેનું મૃત્યુ થઈ જાય છે. આવી ઘટનાઓ રમત-ગમત(Sports Activity) દરમિયાન પણ સામે આવી છે તો નાની ઉંમરના લોકોમાં આવા કિસ્સા સામે આવી રહ્યા છે જે ચિંતાનું કારણ બની રહ્યા છે.

Surat : ગરબે ઘુમતા હૃદયરોગના હુમલાના લક્ષણ જણાય તો સીધા સિવિલ હોસ્પિટલ પહોંચી જજો, નવરાત્રી દરમિયાન તાલીમબદ્ધ ટીમ સારવાર માટે તૈનાત મળશે
Baldev Suthar
| Edited By: | Updated on: Oct 13, 2023 | 9:23 AM
Share

Surat : તાજેતરના સમયમાં આવા ઘણા કિસ્સાઓ જોવા મળ્યા છે જ્યારે કોઈ વ્યક્તિ જિમમાં વર્કઆઉટ(Gym Workout) અને ડાન્સ(Dance) કરતી વખતે અચાનક બેભાન થયા પછી તેનું મૃત્યુ થઈ જાય છે. આવી ઘટનાઓ રમત-ગમત(Sports Activity) દરમિયાન પણ સામે આવી છે તો નાની ઉંમરના લોકોમાં આવા કિસ્સા સામે આવી રહ્યા છે જે ચિંતાનું કારણ બની રહ્યા છે.

આ સમસ્યા નાની ઉંમરમાં પણ લોકોમાં જોવા મળી રહી છે. તે ખતરનાક પણ છે કારણ કે ઘણા કિસ્સાઓમાં તે કોઈ લક્ષણો દર્શાવતું નથી. યુવા હૈયાઓમાં થનગનાટ લાવતી નવરાત્રી આવી રહી છે ત્યારે  આઘટનાઓ અંગે ચિંતા સર્જાઈ છે. સુરતમાં નવરાત્રી દરમિયાન હાર્ટ એટેકના કિસ્સામાં પેશન્ટો માટે સુરત સિવિલ હોસ્પિટલમાં રાત્રીના સમયે અલગથી ડોકટરોની ટીમ તહેનાત રહેશે.

ગુજરાતમાં હાલમાં વધતા રહેલા હાર્ટ એટેક ના કિસ્સાઓ વચ્ચે સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા એક આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. યુવાનોમાં હાર્ટ એટેક ના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે તેવામાં નવરાત્રી દરમિયાન રાત્રિના સમયે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની એક અલગથી ટીમ ઊભી કરવામાં આવી છે જેમાં કોઈ પણ વ્યક્તિ ને ગરબા રમતા હાર્ટ એટેક આવે કોઈ ઇમર્જન્સી સર્જાય તો તાત્કાલિક સારવાર મળી રહેશે.

હાલમાં સતત વધી રહેલા હાર્ટએટેકના કેસો વચ્ચે નવરાત્રી પણ આવી રહી છે. ગરબા રમતા દરમીયાન પણ હાર્ટ એટેક ના કિસ્સો સામે આવ્યા હતા ત્યારે સુરત શહેરમાં નવરાત્રી દરમિયાન કોઈપણ હાર્ટ એટેક નો કિસ્સો સામે આવે તો તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા એક આગોતરું આયોજન કરવામાં આવ્યું છે .

સુરત સિવિલ હોસ્પિટલમાં એક અલગથી ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની ટીમ તૈયાર કરવામાં આવી છે. નવરાત્રીના રાત્રિ દરમિયાન અને સિવિલ હોસ્પિટલમાં તૈનાત રહેશે તમામ સ્ટાફને મેડિકલ ઇમરજન્સી ની ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે.જેમાં ઇસીજી મશીન સહિત તમામ મશીનરીઓ ચલાવી દર્દીને બચાવી શકાય તે માટેની તમામ ટ્રેનિંગ નર્સિંગ સ્ટાફને પણ આપી દેવામાં આવી છે.

આમ સુરત શહેરમાં નવરાત્રી દરમિયાન ગરબે રમતા રમતા કોઈપણ ને હાર્ટ એટેક આવે તો તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલ પ્રશાસન તંત્ર સજાગ બની અને આગોતરું આયોજન કરી દીધું છે.ગરબા આયોજકો દ્વારા તો મેડિકલ ટિમ તો તહેનાત રાખશે પણ વધારે કોઈ ઇમર્જન્સી થાય તેના માટે સિવિલ હોસ્પિટલ પણ પોતાની તૈયારી હાથ ધરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
તમે હળવાશના મૂડમાં રહેશો, મિત્રો સાથે રમતગમતનું આયોજન કરો
તમે હળવાશના મૂડમાં રહેશો, મિત્રો સાથે રમતગમતનું આયોજન કરો
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનો ફટકો: ઉત્પાદનમાં મોટો કાપ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનો ફટકો: ઉત્પાદનમાં મોટો કાપ
પ્રેમ પ્રકરણમાં શખ્સે રિક્ષા સળગાવી, ગાયકવાડ હવેલીમાં ફેલાયો ફફડાટ
પ્રેમ પ્રકરણમાં શખ્સે રિક્ષા સળગાવી, ગાયકવાડ હવેલીમાં ફેલાયો ફફડાટ
ગાંધીની જન્મભૂમિ પર દારૂના વેચાણને મંજૂરી મળતા ગુજરાતમાં મોટો વિવાદ
ગાંધીની જન્મભૂમિ પર દારૂના વેચાણને મંજૂરી મળતા ગુજરાતમાં મોટો વિવાદ
મકાનમાં લાગેલી ભીષણ આગમાં 5 લોકોના ગૂંગળામણથી કરુણ મોત
મકાનમાં લાગેલી ભીષણ આગમાં 5 લોકોના ગૂંગળામણથી કરુણ મોત
સુરતની અનેક બેંકમાં રોકડની અછત ! મેરઠથી પ્લેનમાં કેશ મોકલવા માગ-Video
સુરતની અનેક બેંકમાં રોકડની અછત ! મેરઠથી પ્લેનમાં કેશ મોકલવા માગ-Video
PM મોદીના હસ્તે ગુજરાતમાં વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘઘાટન થયુ
PM મોદીના હસ્તે ગુજરાતમાં વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘઘાટન થયુ
નારણપુરામાં એક જ ઘરમાં 5 લોકો ગંભીર રીતે દાઝ્યા, જુઓ Video
નારણપુરામાં એક જ ઘરમાં 5 લોકો ગંભીર રીતે દાઝ્યા, જુઓ Video
ખાદ્યતેલના ભાવમાં ભડકો ! કપાસ તેલ 20 રુપિયા તો સિંગતેલ 10 રુપિયા વધ્યા
ખાદ્યતેલના ભાવમાં ભડકો ! કપાસ તેલ 20 રુપિયા તો સિંગતેલ 10 રુપિયા વધ્યા
રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા ભાઈ બહેનના મોત, જુઓ વીડિયો
રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા ભાઈ બહેનના મોત, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">