કોરોના ઓસરતાં જ રાજ્યનાં મોટા મંદિરોમાં દાનનો ધોધ વહ્યો

રાજ્યના મંદિરોની 1 મહિનાની દાનની આવકમાં વધારો થયો છે. કોરાના કેસમાં ઘટાડો આવતા મંદિરોમાં દાનની રકમમાં વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં કોરોનાની ત્રીજી લહેરના કારણે દાનની રકમ ઘટી હતી, પણ કોરોના ઓસરતાં ફરી દાનની સરવાણીમાં વધારો થયો છે

Feb 24, 2022 | 12:12 PM
TV9 GUJARATI

| Edited By: kirit bantwa

Feb 24, 2022 | 12:12 PM

અંબાજી મંદિરની દાનની આવક 1.75 કરોડઃ અગાઉ અંબાજી મંદિરને દૈનિક ધોરણે સરેરાશ 20થી 25 લાખની દાનની આવક થતી હતી. જ્યારે છેલ્લા 22 દિવસમાં 1 કરોડ 71 હજાર જેટલી માતબર રકમનું દાન મળ્યું છે.

1 / 7
સોમનાથ મંદિરની દાનની આવક 60 લાખઃ સોમનાથ મંદિરમાં દાનની રકમમાં વધારો થયો છે. ત્રીજી લહેર પહેલાં મહિને 50 લાખની આવક મળતી હતી. તે  ત્રીજી લહેર દરમિયાન ઘટીને 15 લાખ પર આવી ગઈ હતી. હવે ફરીથી વધીને 60 લાખ પર પહોંચી ગયું છે.

2 / 7
ડાકોર મંદિરની  દાનની આવક 66 લાખઃ ડાકોર મંદિરમાં દાનની આવક કોરોનાના ત્રીજ લહેર દરમિયાન ઘટી ગી હતી. ત્રીજી લહેર પહેલાં મહિને 1 કરોડની આવક મળી હતી. તે  ત્રીજી લહેર દરમિયાન ઘટી ગયું હતું પણ હવે ફરી વથી ફેબ્રુઆરીના 22 દિવસમાં જ 66 લાખ પર પહોંચી ગયું છે.

3 / 7
વડતાલ મંદિરની  દાનની આવક 52 લાખઃ વડતાલ સ્વામિનારાયણ મંદિરને કોરોના પૂર્વેના સમયમાં દર મહિને 65 લાખ દાન મળતું હતું. પરંતુ કોરોના દરમિયાન તે ઘટીને 15 લાખ થઈ ગયું હતું. જો કે, હાલ દાનની આ રકમ 52 લાખે પહોંચી છે.

4 / 7
સાળંગપુર હનુમાન મંદિરની દાનની આવક  55 લાખઃ મંદિરને સામાન્ય દિવસોમાં દર મહિને મળતા દાનની સરખામણીએ કોરોના દરમિયાન માંડ 32 ટકા દાન મળ્યું હતું. જો કે, કેસ ઘટવા સાથે છેલ્લા એક મહિનામાં દાનની રકમમાં વધારો થયો છે અને કોરોના પૂર્વેની સપાટીએ પહોંચી ગયું છે.

5 / 7
ભદ્રકાળી મંદિરની દાનની આવક 2.5 લાખઃ કોરોનાની ત્રીજી લહેરના લગભગ 25થી 30 દિવસ દરમિયાન ભદ્રકાળી મંદિરને માંડ 25 હજાર દાન મળ્યું હતું. જો કે, પરિસ્થિતિ સુધરતા મહિને સરેરાશ અઢી લાખ દાનની અગાઉની સપાટી આવી ગઈ છે.

6 / 7
અમદાવાદ ઇસ્કોન મંદિરની દાનની આવક 1.5 લાખઃ ઈસ્કોન મંદિરને પણ કોરોનાના 25થી 30 દિવસના ગાળામાં માંડ 25 હજાર દાન મળ્યું હતું પણ છેલ્લા 20થી 25 દિવસમાં દાનની કુલ રકમ વધીને દોઢ લાખ થતાં લગભગ 6 ગણો વધારો થયો છે.

7 / 7

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati