Breking News : અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર ભાજપમાં જોડાયા, સી આર પાટીલના હસ્તે કર્યા કેસરિયા

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો મળ્યો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં બંને નેતાઓ ભાજપમાં સામેલ થયા છે.

Breking News : અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર ભાજપમાં જોડાયા, સી આર પાટીલના હસ્તે કર્યા કેસરિયા
Follow Us:
| Updated on: Mar 05, 2024 | 12:50 PM

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો મળ્યો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં બંને નેતાઓ ભાજપમાં સામેલ થયા છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વર્ષ 2022માં પોરબંદરની બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીતનાર અર્જુન મોઢવાડિયાએ 4 માર્ચ 2024, સોમવારનો રોજ ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધુ હતુ.હવે આજે તેમણે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. કોંગ્રેસમાં તેમની કારકીર્દિ ખૂબ જ લાંબી રહી છે. તેમના રાજીનામાથી ગુજરાત કોંગ્રેસને ખૂબ જ મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.

અર્જુન મોઢવાડિયાની રાજકીય સફર

અર્જુન મોઢવાડિયા મહેર સમાજના ટોચના આગેવાન છે. તેઓ માછીમાર, કોળી, દલિત અને OBC સમાજનું પીઠબળ છે. તેઓ 1982માં મોરબી એન્જિનિયરિંગ કોલેજમાંથી સ્નાતક થયા હતા. 10 વર્ષ સુધી મેરીટાઈમ બોર્ડમાં આસિસ્ટન્ટ એન્જિનિયર રહ્યા. 1993માં જનસેવા માટે નોકરીમાંથી સન્યાસ લીધો હતો. 1997માં કોંગ્રેસ પક્ષમાં જોડાઇને રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2002માં પોરબંદર બેઠકથી ચૂંટાઇને ધારાસભ્ય બન્યા હતા.

Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક

અર્જુન મોઢવાડિયાએ 2004થી 2007 સુધી વિપક્ષના નેતા તરીકે ફરજ નિભાવી હતી. 2007માં ફરી પોરબંદર બેઠકથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2011માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ બન્યા હતા.

રાજનીતિમાં અંબરીશ ડેરની સફર

સૌરાષ્ટ્રના આહીર સમાજનો જાણીતો ચહેરો છે. કોંગ્રેસના યુવા અને દિગ્ગજ નેતાઓમાં તેમની ગણના થતી હતી. રાજુલા વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે. તેઓ વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયા હતા. તેમણે ભાજપના હીરા સોલંકીને ચૂંટણીમાં હરાવ્યા હતા. વર્ષ 2022માં અંબરીશ ડેરનો પરાજય થયો હતો. તેઓ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે ફરજ બજાવી ચુક્યા છે. 6 વખત રાજુલા પાલિકાના અધ્યક્ષ પદે રહ્યા હતા.

તેઓ વર્ષ 2002માં SPમાંથી પાલિકાની ચૂંટણી લડ્યા હતા. બહુજન સમાજવાદી પાર્ટીમાં પણ રહી ચૂક્યા છે. થોડા સમય માટે ભાજપમાં પણ રહ્યા હતા. વર્ષ 2007માં કોંગ્રેસમાં કાર્યકર તરીકે જોડાયા હતા. હવે ફરી ભાજપમાં સામેલ થયા છે. કોંગ્રેસમાંથી રાજીનામા બાદ અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું હતુ કે , મને ડરાવવામાં નથી આવ્યો અને હું ક્યારે કોઈનાથી ડર્યો નથી. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં ગૂંગળામણ અનુભવતો હતો. જેથી કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. મેં આધાર વગર કોઈ વાત કરી નથી. વધુમાં તેમણે કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસમાં આર્થિક અને સામાજિક બદલાવની સ્થિતિ સહન ન થઈ. હાલની સ્થિતિમાં હું કોંગ્રેસમાં પરિવર્તન લાવવામાં સફળ નહીં થાઉં એટલે પક્ષ છોડ્યો છે.

બીજી તરફ અંબરીશ ડેરે કહ્યું કે રામમંદિરના નિર્માણ બાદ આમંત્રણ ન સ્વીકાર, રામમંદિરે ન જવું તે કોંગ્રેસનું યોગ્ય ગલું નહતું, તેમણે કહ્યું છે કે ભાજપમાં જોડાવા માટે કોઇ સોદાબાજી કરી નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">