ગુજરાતમાં આ જગ્યા પર સિંહની થાય છે પૂજા અને વંચાય છે સિંહ ચાલીસા, જાણો વિશ્વ સિંહ દિવસ પરની આ ખાસ માહિતિ

ગુજરાતના (Gujarat) એક વિસ્તારમાં લોકો સિંહને ખૂબ પ્રેમ કરે છે. લોકોને સિંહ (Lion) પ્રત્યે એટલી શ્રદ્ધા છે કે તેઓ આ મંદિરમાં માનતા માનવા આવે છે.

ગુજરાતમાં આ જગ્યા પર સિંહની થાય છે પૂજા અને વંચાય છે સિંહ ચાલીસા, જાણો વિશ્વ સિંહ દિવસ પરની આ ખાસ માહિતિ
સિંહ મંદિરમાં ગવાય છે સિંહ ચાલીસા
TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Aug 10, 2022 | 11:23 AM

આજે વિશ્વ સિંહ દિવસ (World Lion Day) છે. ત્યારે અમે તમને ગુજરાતમાં આવેલા એક સિંહના મંદિર (Lion Temple) વિશેની વાત જણાવીશુ. તમે ભગવાનના મંદિરો તો અનેક જોયા હશે. પરંતુ આજે અમે તમને માહિતી આપીશું સિંહનું મંદિર. તમને આશ્ચર્ય થશે કે સિંહનું મંદિર કઈ રીતે હોઈ શકે. પરંતુ આ હકીકત છે. વિશ્વનું આ એકમાત્ર સિંહ મંદિર અમરેલી (Amreli) જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલું છે. જેમ ભગવાન માટે આસ્થા, પ્રેમ અને વિશ્વાસ હોવાથી આપણે તેમને પૂજીએ છીએ, તેમ રાજુલા પંથકમાં પણ લોકો માટે સિંહ પૂજનીય છે. અહીંના લોકોને સિંહ પ્રત્યે અનોખી આસ્થા છે.

ભેરાઇ ગામ પાસે બનાવેલુ છે સિંહનું મંદિર

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા ભેરાઈ ગામ પાસે સિંહ પ્રેમીઓએ એક સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યુ છે. દર વર્ષે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આ સ્મારક પર સિંહની પૂજા અને આરતી કરવામાં આવી છે. સિંહની સૌથી વધુ વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકો માટે સિંહ પ્રાણથી પણ પ્રિય છે. આ વિસ્તાર બૃહદગીર તરીકે ઓળખાય છે. સિંહ પ્રેમીઓનું કહેવું છે કે, વિશ્વનું આ એકમાત્ર સિંહ મંદિર છે. જ્યાં અપાર શ્રદ્ધા સાથે સિંહની પૂજા થાય છે.

શું છે મંદિર બનાવવા પાછળની કહાણી?

રાજુલા પંથકના લોકો પહેલેથી જ સિંહને ખૂબ પ્રેમ કરે છે. પરંતુ મંદિર બનાવવા પાછળની કહાની ખૂબ દર્દથી ભરેલી છે. સિંહ પ્રેમીઓને વર્ષ 2014માં મંદિર બનાવવાનો વિચાર આવ્યો હતો. કારણ કે વર્ષ 2014માં એવી ઘટના ઘટી હતી કે જેનાથી સિંહપ્રેમીઓને ખૂબ ઠેસ પહોંચી હતી. ભેરાઈ ગામ નજીક ટ્રેન અકસ્માતમાં સિંહણ અને કેટલાક સિંહના મોત થયા હતા. જે બાદ સિંહપ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓએ આગળ આવ્યા અને લોકભાગીદારીથી અહીં સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યું. ગામના જ એક વ્યક્તિએ જમીનનું દાન આપીને મંદિર બનાવવામાં વિશેષ યોગદાન આપ્યું.

લોકોને સિંહ પ્રત્યે એટલી શ્રદ્ધા છે કે તેઓ આ મંદિરમાં માનતા માનવા આવે છે. સિંહને ઈષ્ટદેવ માનતા સિંહપ્રેમીઓનું કહેવું છે કે, અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહની સંખ્યા પીપાવાવ વિસ્તારમાં છે. જેથી સરકાર અને લોકોએ જાગૃત થઈને સિંહની સુરક્ષા માટે આગળ આવવું જોઈએ. મહત્વનું છે કે, આ પંથકમાં સિંહ અવાર-નવાર પશુધનનો શિકાર કરતા રહે છે. તેમ છતાં સિંહ પ્રત્યેની આસ્થા ગુણવંતી ગુજરાતનું ગર્વ છે. ગરવા ગીરનું આભૂષણ છે. સાવજ પ્રત્યેનું આ સન્માન આ મંદિર તેનું પ્રતિક છે.

(વીથ ઇનપુટ-જયદેવ કાઠી, રાજુલા)

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati