Amreli : પૂર વચ્ચેથી પસાર થવુ ભારે પડ્યું ! કાળુભાર નદીના પૂરમાં આધેડ બાઇક સાથે તણાયો, જુઓ VIDEO

Amreli Rain : કાળુભાર નદીના પૂરમાં કોઝવે પરથી પસાર થતા સમયે એક આધેડ બાઇક સાથે તણાયો હતો.જો કે આસપાસના લોકોને ઘટનાની જાણ થતા પોતાનો જીવ જોખમમાં મુકીને તેણે આધેડને બચાવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 12:41 PM

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન (gujarat rain) જોવા મળી રહ્યા છે. હવામન વિભાગની આગાહી (IMD) અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 75 તાલુકામાં નોંધપાત્ર વરસાદ (Heavy rain) નોંધાયો છે.અમરેલી જિલ્લામાં (AMreli)  પણ ગઈકાલે વરસાદી માહોલ જામ્યો હતો. ભારે વરસાદને પગલે કાળુભાર નદીના (kalubhar river) પૂરમાં ઘોડાપુર આવ્યું. જેના કારણે કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.

જેમાં પુર વચ્ચેથી પસાર થવુ એક વ્યક્તિને ભારે પડી ગયુ હતુ. કાળુભાર નદીના પૂરમાં કોઝવે પરથી પસાર થતા સમયે એક આધેડ બાઇક સાથે તણાયો હતો.જો કે આસપાસના લોકોને ઘટનાની જાણ થતા લોકોએ પોતાનો જીવ જોખમમાં મુકીને આધેડને બચાવ્યો હતો.

આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે

હવામના વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની(Rain) આગાહી કરી છે.મોન્સૂન ટર્ફ પસાર થતાં ગાજવીજ સાથે વરસાદની (Monsoon 2022) આગાહી છે. જેમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે જેનાથી અતિભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. તો સૌરાષ્ટના દરિયા કાંઠા વિસ્તારોમાં અતિભારે વરસાદી આગાહી છે.અમદાવાદમાં આજે અને આવતીકાલે અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">