Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ફરી અમરેલી જિલ્લાની ધરા ધ્રૂજી, મોડી રાત્રે 3.3 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

મોડીરાત્રે અમરેલી જિલ્લામાં ફરી 3.3. ની તીવ્રતાનો ભૂકંપના આંચકો આવ્યો હોવાનુ સામે આવ્યુ છે. વારંવાર આવતા ભૂકંપને પગલે હાલ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

Breaking News : ફરી અમરેલી જિલ્લાની ધરા ધ્રૂજી, મોડી રાત્રે 3.3 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો
Follow Us:
| Updated on: Feb 27, 2023 | 7:34 AM

Earthquake : છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે,ત્યારે મોડીરાત્રે અમરેલી જિલ્લામાં ફરી એક વાર ભૂકંપના આંચકા અનુભવાયા. વારંવાર આવતા ભૂકંપને પગલે હાલ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.માહિતી મુજબ મોડી રાત્રે 1:42 મિનીટે આંચકો અનુભવાયો હતો.ખાંભાના ભાડ,વકીયા,સાકરપરા,મિતિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમા ભૂકંપનો આંચકો અનુભવાયો.આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.

ભૂકંપને પગલે હાલ લોકોમાં ફફડાટ

એક તરફ તુર્કીમાં ભૂકંપના આંચકાથી તબાહી મચી છે તો બીજી તરફ ગુજરાતમાં પણ છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકા આવી રહ્યા છે. ગઈકાલે રાજકોટ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઈ હતી.મહત્વનું છે કે રાજકોટથી 270 કિમી દૂર નોર્થવેસ્ટમાં કેન્દ્રબિંદુ નોંધાયુ હતુ.

રાજકુમાર રાવની પત્ની છે ખુબ સુંદર, જુઓ ફોટો
પાણી નહીં જમીન પર રહે છે આ રહસ્યમય માછલી, ચાલે પણ છે, કુદકા પણ મારે છે
Running Horses Painting: ઘરમાં 7 દોડતા ઘોડાની તસવીર લગાવવાથી શું થાય છે?
Patel Surname History : ભારતમાં જ નહીં વિશ્વભરમાં પ્રસિદ્ધ છે પટેલ સમુદાય, જાણો અટકનો ઈતિહાસ
Snake Crossing Path: સાપનું રસ્તો કાપવું શુભ છે કે અશુભ? જાણો વાસ્તુશાસ્ત્ર શુ કહે છે
નિવૃત્તિ છતાં વિરાટ, રોહિત અને જાડેજાને ગ્રેડ A+ માં કેમ સ્થાન મળ્યું?

ભૂકંપ કેમ આવે છે ?

પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.  આપને જણાવી દઈએ કે,રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">