ગુજરાતના ગૌરવ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને મરણોપરાંત પદ્મ વિભૂષણ, આ પહેલા પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી થયા હતા સન્માનિત
Architect Balakrishna Doshi : ગુજરાતમાં IIM-અમદાવાદની ડિઝાઈન બનાવનારા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું હાલમાં જ નિધન થયું હતું. તેમને આ પહેલા ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને પદ્મભૂષણ એવોર્ડથી પણ સમાનિત કરવામાં આવ્યા હતા.ચાલો જાણીએ ભારતના સ્થાપત્યના એક યુગ સમાન બાલકૃષ્ણ દોશીના જીવન વિશે.

74માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. કુલ 106 વ્યક્તિઓ માટે આ પહ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ લિસ્ટમાં 8 ગુજરાતીઓ પણ સામેલ છે. જણાવી દઈએ કે હાલમાં જ પ્રખ્યાત આર્કિટેક્ચર બાલકૃષ્ણ દોશીનું નિધન થયું હતું તેમને મરણોપરાંત પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતમાં IIM-અમદાવાદની ડિઝાઈન બનાવનારા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું હાલમાં જ નિધન થયું હતું. તેમને આ પહેલા ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને પદ્મભૂષણ એવોર્ડથી પણ સમાનિત કરવામાં આવ્યા હતા. 106 પદ્મ એવોર્ડની જાહેરાતમાં સૌથી પહેલું નામ આર્કિટેક્ચર બાલકૃષ્ણ દોશીનું જ હતું. ચાલો જાણીએ ભારતના સ્થાપત્યના એક યુગ સમાન બાલકૃષ્ણ દોશીના જીવન વિશે.
આર્કિટેક્ચર બાલકૃષ્ણ દોશી
વર્ષ 1927માં જન્મેલા બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી એક ભારતીય સ્થપતિ (આર્કિટેક્ટ) છે. તેઓ દક્ષિણ એશિયાના સ્થાપત્ય વર્ગમાં એક મહત્વની વ્યક્તિ માનવામાં આવે છે અને ભારતીય સ્થાપત્ય કળાના વિકાસમાં તેમનું યોગદાન નોંધનીય છે. તેમના નોંધનીય સ્થાપત્યોમાં ઈન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ મેનેજમેંટ બેંગ્લોર અને આગાખાન ઍવોર્ડ ઑફ આર્કીટેક્ચર મેળવેલ અરણ્ય લો કોસ્ટ હાઉસિંગ ડેવેલોપમેંટ, ઈન્દોર નો સમાવેશ થાય છે. 2018માં પ્રીઝકર આર્કિટેક્ચર પુરસ્કાર મેળવનારા તેઓ પ્રથમ ભારતીય આર્કીટેક્ટ બન્યા.
જાણીતા ભારતીય સ્થપતિ ઇજનેરીના અભ્યાસ માટે ફર્ગ્યુસન કૉલેજમાં દાખલ થયા (1948). પુણેની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૉડર્ન આર્ટના અભ્યાસ દરમિયાન સ્થાપત્યના અભ્યાસની પ્રેરણા મળી. મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં 4 વર્ષ સ્થાપત્યનો અભ્યાસ કર્યો. 1950માં ઇંગ્લૅન્ડ જઈ કોઈ સંસ્થામાં જોડાવાને બદલે ગ્રંથાલયોમાં બેસી સ્વાધ્યાય દ્વારા મબલખ જ્ઞાનભાથું મેળવ્યું. પરિણામે લંડનની ‘રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બ્રિટિશ આર્કિટેક્ટ્સ’ નામની સંસ્થામાં સભ્યપદ મળ્યું.
લંડનમાં ફ્રેન્ચ સ્થપતિ લા કાર્બુઝિયેના પરિચયમાં આવ્યા અને એ નામી સ્થપતિએ તેમને પૅરિસમાં તેમની સાથે કામ કરવા આમંત્રણ આપ્યું. ત્યાંથી લા કાર્બુઝિયેના પ્રતિનિધિ તરીકે ભારત આવીને તેમણે ચંડીગઢના બાંધકામની દેખરેખ રાખી. લા કાર્બુઝિયેએ અમદાવાદમાં સંસ્કાર કેન્દ્ર તથા અમદાવાદ મિલમાલિક મંડળનું મકાન તથા અન્ય બે રહેણાક મકાનોની યોજના કરેલી તેમાં તેમજ તેના બાંધકામમાં દોશીનો પણ હિસ્સો હતો. 1955માં તેમણે સ્થાપત્ય તથા આનુષંગિક કલાઓના વિકાસ માટે ‘વાસ્તુશિલ્પ’ નામની સંસ્થાની સ્થાપના કરી. તેમના મુખ્ય રસનો વિષય નગર-આયોજન તથા સસ્તાં મકાનોના બાંધકામનો છે.
તેમણે અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં જૂરીના સભ્ય તરીકે કામગીરી બજાવી છે. અમદાવાદની સ્કૂલ ઑવ્ આર્કિટેક્ચર તથા સ્કૂલ ઑવ્ પ્લાનિંગ એ બંને સંસ્થાના પ્રથમ સ્થાપક-નિયામક, સેન્ટર ફૉર એન્વાયર્નમેન્ટલ પ્લાનિંગ ઍન્ડ ટેક્નૉલૉજી(CEPT)ના પ્રથમ સ્થાપક–ડીન, વિઝ્યુઅલ આર્ટ સેન્ટરના સ્થાપક-સભ્ય તથા કનોરિયા આર્ટ સેન્ટરના સ્થાપક-નિયામક રૂપે તેમણે સંસ્થાસંચાલનમાં રસ લીધો છે.
આર્કિટેક્ચર બાલકૃષ્ણ દોશીને મળેલા એવોર્ડ
1958થી તેમણે અમેરિકાની ઘણી અગત્યની જ્ઞાનપીઠ (chair) પર વિદ્યાકીય કામગીરી બજાવી છે. રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બ્રિટિશ આર્કિટેક્ટ્સ તથા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્કિટેક્ટ્સના તેઓ ફેલો છે. તેમને મળેલા અન્ય સન્માનમાં ઇન્ટરનેશનલ ફેલો ઑવ્ ધ ગ્રેહામ ફાઉન્ડેશન ફૉર ઍડવાન્સ્ડ સ્ટડીઝ ઇન ફાઇન આર્ટ્સ; માનાર્હ ફેલો, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્કિટેક્ટ્સ; ‘પદ્મશ્રી’ (1976), પાન પૅસિફિક આર્કિટેક્ચરલ સાઇટેશન – અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્કિટેક્ટ્સ, હવાઈ ચૅપ્ટર તરફથી, પૉલ ફિલિપ ક્રૅટ પ્રોફેસર ઑવ્ આર્કિટેક્ચર, પેન્સિલવેનિયા યુનિવર્સિટી, એમ. બી. અગ્રવાલ ગોલ્ડ મેડલ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્કિટેક્ટ્સ, શિકાગો આર્કિટેક્ચર ઍવૉર્ડ, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્કિટેક્ટ્સ ઍન્ડ આર્કિટેક્ચરલ રેકર્ડ, ગ્રેટ ગોલ્ડ મેડલ ફૉર આર્કિટેક્ચર, એકૅડેમી ઑવ્ આર્કિટેક્ચર, પૅરિસ તથા વિશ્વગુર્જરી ઍવૉર્ડ (1988), પેન્સિલવેનિયા યુનિવર્સિટી તરફથી ડૉક્ટરેટની માનાર્હ ડિગ્રી, જર્નલ ઑવ્ ધી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્કિટેક્ટ્સ તરફથી સ્પેશિયલ ઍવૉર્ડ ફૉર એક્સેલન્સ ઇન આર્કિટેક્ચર તથા એ જ સંસ્થાનો પ્રોજેક્ટ ઍવૉર્ડ તથા આગાખાન ઍવૉર્ડ ફૉર આર્કિટેક્ચર મુખ્ય છે. તેમના વિશે ડૉ. વિલિયમ કર્ટિસ લિખિત પુસ્તક ‘બાલકૃષ્ણ દોશી, ઍન આર્કિટેક્ચર ફૉર ઇન્ડિયા’ (1987) પ્રગટ થયું છે. ગુજરાતી ભાષા, સાહિત્ય તથા શિક્ષણના ઉત્કર્ષ માટે અમદાવાદમાં સ્થપાયેલી સંસ્થા ગુજરાત વિદ્યાસભાના તેઓશ્રી 2009થી પ્રમુખ છે.
106 લોકોને પદ્મ એવોર્ડની જાહેરાત
આ પુરસ્કારો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક કાર્યોમાં એનાયત કરવામાં આવે છે. જે સામાન્ય રીતે દર વર્ષે માર્ચ/એપ્રિલની આસપાસ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાય છે. વર્ષ 2023 માટે, રાષ્ટ્રપતિએ 106 પદ્મ પુરસ્કારો એનાયત કરવાની મંજૂરી આપી છે જેમાં 3 જોડીને, નીચેની સૂચિ મુજબ એવોર્ડ એક તરીકે ગણવામાં આવે છે. યાદીમાં 6 પદ્મ વિભૂષણનો સમાવેશ થાય છે, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મશ્રી પુરસ્કારો. એવોર્ડ મેળવનારાઓમાં 19 મહિલાઓ છે અને યાદી પણ છે.
આ 7 ગુજરાતીઓને મળશે પદ્મ એવોર્ડ
પદ્મ વિભૂષણ
1. બાલકૃષ્ણ દોશી- આર્કિટેક્ચર
પદ્મશ્રી
2. હેમંત ચૌહાણ-આર્ટ
3. ભાનુભાઈ ચિતારા- આર્ટ
4. મહિપત કવિ- આર્ટ
5. અરિઝ ખંભાતા- ટ્રેડ અને ઈન્ડસ્ટ્રીઝ
6. હિરાબાઈ લોબી- સોશિયલ વર્ક
7. પ્રો. (ડો.)મહેન્દ્ર પાલ- સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ
8. પરેશભાઈ રાઠવા – આર્ટ
આર્કિટેક્ચર ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનાર સ્વ. બાલકૃષ્ણ દોશીને પદ્મ વિભૂષણ, આર્ટ ક્ષેત્રે યોગદાન આપના હેમંત ચૌહાણ, પરેશભાઈ રાઠવા, ભાનુભાઈ ચિતારા, મહિપત કવિને પદ્મશ્રી, અરિઝ ખંભાતાના ટ્રેડ અને ઈન્ડસ્ટ્રીઝ ક્ષેત્રના યોગદાન માટે, હિરાબાઈ લોબીને સોશિયલ વર્ક માચે અને પ્રો. (ડો.)મહેન્દ્ર પાલને સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ યોગદાન માટે પદ્મ એવોર્ડની આપવાની જાહેરાત કરવામાં આવી છે.