Padma Awards 2022 List : વર્ષ 2022 માટે પદ્મ પુરસ્કારોની જાહેરાત, કલ્યાણ સિંહ-સીડીએસ રાવત સહિત 4ને પદ્મ વિભૂષણ, ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણ-જુઓ સંપૂર્ણ યાદી
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે કુલ 128 લોકોને આ સન્માન મળશે, જેમાંથી ચારને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 107ને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવશે.
Republic Day 2022: ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ મંગળવારે કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આ વર્ષે પદ્મ વિભૂષણ માટે કુલ ચાર નામોની પસંદગી કરવામાં આવી છે. આમાંથી ત્રણ લોકોને આ સન્માન મરણોત્તર આપવામાં આવ્યું છે. પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતાઓમાં ભૂતપૂર્વ CDS જનરલ બિપિન રાવત, (મરણોત્તર), દિવંગત ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કલ્યાણ સિંહ (મરણોત્તર), રાધેશ્યામ ખેમકા (મરણોત્તર) અને પ્રભા અત્રેના નામનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં 128 લોકોના નામ સામેલ છે. જેમાંથી ચારને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 107ને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણ, બંગાળના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્યને પદ્મ ભૂષણ, ભૂતપૂર્વ ગૃહ સચિવ રાજ રાજીવ મેહર્ષિને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે. આ સિવાય માઈક્રોસોફ્ટના ચીફ સત્ય નડેલા અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને પણ પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ભારત બાયોટેકના સ્થાપક કૃષ્ણ લીલા અને તેમની પત્નીને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે. સાથે જ નીરજ ચોપરાને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે.
Microsoft CEO Satya Nadella, Alphabet CEO Sundar Pichai, SII MD Cyrus Poonawalla to be conferred with Padma Bhushan
Olympians Neeraj Chopra, Pramod Bhagat & Vandana Kataria, and singer Sonu Nigam to be awarded Padma Shri pic.twitter.com/J5K9aX9Qxz
— ANI (@ANI) January 25, 2022
આ પણ વાંચો –
કેરળમાં કોરોનાના આંકડા ડરામણા, પહેલી વાર એક જ દિવસમાં 55 હજારથી વધુ કેસ નોંધાયા
આ પણ વાંચો –
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો દેશને સંદેશ – અધિકાર અને કર્તવ્ય સિક્કાની બે બાજુ, અડગ છે આપણું ગણતંત્ર
આ પણ વાંચો –