Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘૂંટણના દુખાવામાં રાહત આપતી ઈમ્પ્લાન્ટ વગર ‘ની રેસ્ટોરેશન સર્જરી’ નિષ્ણાતોએ આ સર્જરી અંગે આપ્યું માર્ગદર્શન

ની રેસ્ટોરેશન સર્જરી' બાદ દર્દી તરત જ તેના પગ પર ઉભો રહી શકે છે અને માત્ર થોડા દિવસોમાં તેની સામાન્ય જીવનશૈલીમાં પાછો પણ ફરી શકે છે. આ સર્જરી બાદ પલાઠી વાળીને બેસવું, યોગા, જીમ, સ્પોર્ટ્સ અને મેરેથોન કાર્યક્રમમાં પણ દોડવું શક્ય છે.

ઘૂંટણના દુખાવામાં રાહત આપતી ઈમ્પ્લાન્ટ વગર 'ની રેસ્ટોરેશન સર્જરી'  નિષ્ણાતોએ આ સર્જરી  અંગે આપ્યું માર્ગદર્શન
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Mar 13, 2023 | 10:43 PM

અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ‘ની રેસ્ટોરેશન સર્જરી’ પર સાયન્ટિફિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  ‘ની રેસ્ટોરેશન સર્જરી’ અંગેની તમામ માહિતી આપવામાં આવી હતી. ની(ઘૂંટણ) રેસ્ટોરેશન સર્જરી એ  ડાયાબિટીસ કિડની અને લીવરના દર્દીઓ સહિત 55 વર્ષથી ઓછી ઉંમરના લોકો અને એથ્લેટ્સ માટે   વરદાન સ્વરૂપ છે

ની રેસ્ટોરેશન સર્જરી’ છેલ્લાં 40 વર્ષથી અમદાવાદમાં કરવામાં આવે છે. જેમાં ઘૂંટણની ઘસાયેલી ગાદી (cartilage) રિજનરેટ થાય છે અને ઢીંચણનો ઘસારો દૂર થાય છે.

આજનું રાશિફળ તારીખ : 07-03-2025
મારો પ્રેમ... આવું કહી ગળે લાગી ગઈ સારા તેંડુલકર, જાણો કોણ છે ?
વિનેશ ફોગાટને મળ્યા સારા સમાચાર, પહેલીવાર મળશે આ ખુશી
શુભમન ગિલ બેટ પર MRFનું સ્ટીકર લગાવી રમવાના કેટલા કરોડ રૂપિયા ચાર્જ કરે છે?
ભારતના 100 રૂપિયા પાકિસ્તાનમાં જઈ કેટલા થઈ જાય ?
પ્રતિબંધ હટાવો… ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ પહેલા શમીએ કરી મોટી માંગ

અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા રવિવારે રેસ્ટોની હોસ્પિટલના સહયોગથી ઈમ્પ્લાન્ટ વગર ‘ની રેસ્ટોરેશન સર્જરી’ પર એક વૈજ્ઞાનિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ  પદ્ધતિ  Osteoarthritis of knee’ની સારવાર માટેની સ્થાપિત પદ્ધતિ છે.

ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોમાં ઘૂંટણ બદલવાના વલણ વચ્ચે અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો ‘રેસ્ટોની – ની રેસ્ટોરેશન સર્જરી’ પણ પસંદ કરી રહ્યા છે. આમાં કોઈ ઈમ્પ્લાન્સની જરૂર નથી અને સાંધો ખોલવામાં પણ આવતો નથી અને ચેપની શક્યતાઓ લગભગ શૂન્ય થઈ જાય છે.

55 વર્ષથી ઓછી ઉંમરના લોકો અને એથ્લેટ્સ માટે આ સર્જરી વરદાન સ્વરૂપ છે કારણ કે રેસ્ટોની સર્જરીમાં ‘ની જોઈન્ટ’ ની ફૂલ રેન્જ ઓફ મુમેન્ટ પ્રાપ્ત થાય છે. કોઈપણ ઈમ્પ્લાન્ટ નાખ્યા વગર પેઈનલેસ સર્જરી શક્ય છે.

ડાયાબિટીસ હોય કે કેન્સર, સમગ્ર વિશ્વ રિવર્સલ અને રિસ્ટોરેટિવ હેલ્થ ટેકનિક તરફ આગળ વધી રહ્યું છે. રેસ્ટોની સર્જરી પણ એ જ સિદ્ધાંતને અનુસરે છે. જ્યારે તમે તમારા ઘૂંટણનાં સાંધાને પુનઃસ્થાપિત કરી શકો છો તો તેને શા માટે બદલો છો? આ ‘ક્લોઝ વેજ હાઇ ટિબિયલ ઓસ્ટિઓટોમી’ના સુસ્થાપિત સિદ્ધાંતો પર આધારિત અને સમયની પરીક્ષણ કરાયેલ સર્જિકલ પ્રક્રિયા છે. પરંતુ ગાદી (cartilage) રીજનરેટ થાય છે.

આ એકદમ એવિડન્સ બેઝ સર્જીકલ પ્રક્રિયા છે, જે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ઓર્થોપેડિક જર્નલ્સ દ્વારા માન્ય છે. રેસ્ટોની હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડો. નીરજા ઓઝાએ જણાવ્યું હતું કે, અમે 40 વર્ષથી વધુ સમયથી સફળતાપૂર્વક સર્જરી કરી રહ્યા છીએ.

અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા આયોજિત સાયન્ટિફિક પ્રોગ્રામને ટોચના નિષ્ણાતો દ્વારા સંબોધવામાં આવ્યો હતો અને તેનો ઉદ્દેશ્ય ‘ની રિસ્ટોરેશન સર્જરી’માં થયેલી પ્રગતિથી તબીબી સમુદાયને વાકેફ કરવાનો હતો.

આ કાર્યક્રમમાં વરિષ્ઠ ઓર્થોપેડિક સર્જન ડૉ. જવાહર જેઠવાએ ‘ રેસ્ટોની સર્જરી’ વિશે સંક્ષિપ્તમાં પરિચય આપ્યો હતો.  યુનિવર્સિટી ઓફ લુઇસવિલેના એસોસિયેટ પ્રોફેસર અને યુએસ સ્થિત ક્યુરીસ ડેટા સાયન્સના ચીફ ડેટા સાયન્ટિસ્ટ ડો. જૈમિન ત્રિવેદી જેઓ પ્રિ-ઓપરેટિવ સર્જીકલ પ્લાનિંગ અને પેશન્ટ એજ્યુકેશન માટે દર્દીઓના ઘૂંટણના સાંધાનું 3D રિકન્સ્ટ્રક્શન કરે છે તેમણે પણ કાર્યક્રમમાં વક્તવ્ય આપ્યું હતું.

ગુંજન પટેલ જે IITના બાયોમિકેનિક્સ એક્સપર્ટ અને Synersense કંપનીના ફાઉન્ડર છે.  તેમણે રેસ્ટોની સર્જરી પહેલા અને પછી જે ગેઇટ એનાલિસિસ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તેના ઉપર વક્તવ્ય આપ્યું હતું.

વરિષ્ઠ ઓર્થોપેડિક સર્જન ડૉ. જગદીશ પટવાએ વિગતવાર રીતે રેસ્ટોની સર્જિકલ પ્રક્રિયા વિશે માહીતગાર કર્યા હતા. આ ઉપરાંત ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. સાવન પટેલે રેસ્ટોની સર્જરીમાં ફિઝિયોથેરાપીની ભૂમિકા વિશે વાતચીત કરી હતી.

રેડિયોલોજિસ્ટ ડૉ.જય વિક્રમ શાહે  જણાવ્યું કે, રેસ્ટોની સર્જરી બાદ ઘૂંટણની ગાદી (cartilage) રીજનરેટ થાય છે. જે આ સર્જરીને યુનિક બનાવે છે.

રેસ્ટોની સર્જરી છેલ્લા 40 વર્ષોમાં અમદાવાદ અને વિશ્વભરના હજારો દર્દીઓ કરાવી ચૂક્યા છે. હાઈ રીઝોલ્યુશન સીટી સ્કેન, 3ડી બોર્ન મોડલ, અદ્યતન MRI ટેક્નોલોજી, ગેઇટ એનાલિસિસ અને કસ્ટમાઇઝ્ડ બ્રેસિસ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આ યુનિક સર્જરી એવિડન્સ બેઝ અને મજબૂત બને છે.

ની રેસ્ટોરેશન સર્જરી’ બાદ દર્દી તરત જ તેના પગ પર ઉભો રહી શકે છે અને માત્ર થોડા દિવસોમાં તેની સામાન્ય જીવનશૈલીમાં પાછો પણ ફરી શકે છે. આ સર્જરી બાદ પલાઠી વાળીને બેસવું, યોગા, જીમ, સ્પોર્ટ્સ અને મેરેથોન કાર્યક્રમમાં પણ દોડવું શક્ય છે.

આ પણ વાંચો : Gujarati Video: કેશોદમાં વ્યાજખોરોના ત્રાસથી એક વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું, શું કહે છે પરિવારજનો, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">