Khatron Ke Khiladi 14 : ન તો અંકિતા લોખંડે, ન શોએબ ઈબ્રાહિમ, આ બની શકે છે રોહિત શેટ્ટીના શોનો સૌથી મોંઘો ખેલાડી

'ખતરોં કે ખિલાડી 14' માટે કલર્સ ટીવી દ્વારા નિમૃત કૌર આહલુવાલિયા, અભિષેક કુમાર, અંકિતા લોખંડે, મન્નારા ચોપરા, મનીષા રાની, વિવેક દહિયા અને શોએબ ઈબ્રાહિમ જેવી ઘણી હસ્તીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. હવે આ સ્પર્ધકોની યાદીમાં વધુ એક મોટો ચહેરો સામેલ થવા જઈ રહ્યો છે.

Khatron Ke Khiladi 14 : ન તો અંકિતા લોખંડે, ન શોએબ ઈબ્રાહિમ, આ બની શકે છે રોહિત શેટ્ટીના શોનો સૌથી મોંઘો ખેલાડી
actor Mohsin Khan
Follow Us:
| Updated on: Apr 17, 2024 | 1:09 PM

કલર્સ ટીવીનો એડવેન્ચર રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 14’ માધુરી દીક્ષિતના ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ને રિપ્લેસ કરવા જઈ રહ્યો છે. રોહિત શેટ્ટીના શોના ચાહકો એ જાણવા માટે ખૂબ જ ઉત્સુક છે કે KKK14ની આ સીઝનમાં કઇ સેલિબ્રિટી શોમાં જોડાવા જઇ રહી છે. મેકર્સ દ્વારા સ્પર્ધકોની પસંદગી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ‘ખતરો કે ખિલાડી’ આ વર્ષે જ્યોર્જિયા જેવા નવા લોકેશન પર શૂટ થવા જઈ રહી છે.

નવા ચહેરાનો કર્યો છે સંપર્ક

નિર્માતાઓ તેમના શો માટે કેટલાક મોટા ચહેરાઓને સાઇન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો સૂત્રોનું માનીએ તો કલર્સ ટીવીએ KKK14 માટે ટીવી જગતના એક અભિનેતાનો સંપર્ક કર્યો છે, જેણે ફીની બાબતમાં તમામ અભિનેત્રીઓને પાછળ છોડી દીધી છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

મોહસીન ખાન વધારે લેશે ફી

સૂત્રોનું માનીએ તો, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ મોહસીન ખાનને ‘ખતરો કે ખિલાડી’ માટે અપ્રોચ કરવામાં આવ્યો છે. જો મોહસીન આ શોમાં જોડાય છે તો તે આ શોમાં જોડાનાર સૌથી મોંઘો ખેલાડી સાબિત થશે. કારણ કે ફીના મામલામાં મોહસિને મનીષા રાની, અંકિતા લોખંડે, શોએબ ઈબ્રાહિમ, નિમ્રિત કૌર આહલુવાલિયાને પાછળ છોડી દીધા છે. વધુ ફીની માંગ હોવા છતાં, નિર્માતાઓ તેમના રિયાલિટી શોમાં મોહસીનને સાઇન કરવા માટે ખૂબ જ ઉત્સુક છે.

View this post on Instagram

A post shared by StarPlus (@starplus)

(Credit Source : StarPlus)

મોહસીન ખાન TRP ચહેરો છે

વાસ્તવમાં ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં કાર્તિકનું પાત્ર ભજવનારા મોહસીનને ટીઆરપી કિંગ પણ કહેવામાં આવે છે. જ્યારે તે આ શોનો ભાગ હતો, ત્યારે ‘યે રિશ્તા’ હંમેશા ટોપ 5 શોમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. તેના શો છોડ્યા બાદ થોડાં સમય માટે શોની ટીઆરપી પર ખૂબ જ ખરાબ અસર પડી હતી.

તાજેતરમાં જ મોહસીન ખાન જિયો સિનેમાની વેબ સિરીઝ ‘જબ મિલા તુ’માં જોવા મળ્યો હતો. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ નંબર વન ટીવી એક્ટર રોહિત શેટ્ટીના શોમાં જોડાવા માટે ‘હા’ કહે છે કે નહીં.

g clip-path="url(#clip0_868_265)">