ખતરોં કે ખિલાડી
ખતરોં કે ખિલાડી એક રિયાલિટી શો છે. જે હિન્દી ભાષાનો સ્ટંટ આધારિત રિયાલિટી શો છે. આ શો પહેલી વાર સોની ટીવી પર ફિયર ફેક્ટર ઈન્ડિયાના રુપમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને કલર્સ ટીવીને વહેંચી દેવામાં આવ્યો હતો. 21 જુલાઈ 2008માં આ શોને ફિયર ફેક્ટર ખતરોં કે ખિલાડીના રુપમાં ફરીથી લોન્ચ કરવામાં આવ્યો હતો.
ખતરોં કે ખિલાડીની અત્યાર સુધીમાં 13 સિઝન પૂરી થઈ ચૂકી છે. તેની 1, 2 અને 4 સિઝન અક્ષય કુમારે હોસ્ટ કરી હતી. 3જી સિઝન પ્રિયંકા ચોપરાએ, 7મી સિઝન અર્જૂન કપૂરે તેમજ 5, 6, અને 8 થી 13 સિઝન રોહિત શેટ્ટીએ હોસ્ટ કરી છે. પહેલી સિઝનમાં નેત્રા રઘુરામને ટ્રોફી જીતી હતી. છેલ્લી આવેલી વર્ષ 2023ની 13મી સિઝનમાં ડિનો જેમ્સ વિજેતા થયો હતો.
આ રિયાલિટી શોનું શૂટિંગ વિદેશની ધરતી પર થાય છે. જેમાં સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, સ્પેન, અર્જેન્ટીના તેમજ બુલ્ગારિયાનો સમાવેશ થાય છે.