
રોહિત શેટ્ટી
બોલિવૂડના ફેમસ ડાયરેક્ટર રોહિત શેટ્ટીનો જન્મ 14 માર્ચ 1973ના રોજ થયો હતો. આ ડાયરેક્ટરની ફિલ્મના લોકો દીવાના છે. તેમના પિતા એમ બી શેટ્ટી છે. તેઓ પણ હિન્દી અને કન્નડ ફિલ્મોના જાણીતા ફાઈટ માસ્ટર રહ્યાં છે. તેમણે ઘણી મુવીમાં અભિનય પણ કર્યો છે. રોહિતને નાનપણથી જ મુવીનો શોખ રહ્યો છે. તેઓ શરુઆતથી જ ડાયરેક્ટર બનવા માંગતા હતા.
આ ફેમસ ડાયરેક્ટરે માત્ર 17 વર્ષની ઉંમરે જ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે ફૂલ ઔર કાંટેથી કામ કરવાનું શરુ કર્યું હતું. કરિયરની શરૂઆતથી જ અજયની ફિલ્મો સાથે જોડાયેલો હતો. તેથી બંને વચ્ચે પહેલેથી સારી એવી મિત્રતા છે.
રોહિત શેટ્ટીએ ગોલમાલ, ગોલમાલ રિટર્ન્સ, સિંઘમ, ચેન્નઈ એક્સપ્રેસ તેમજ દિલવાલે વગેરે જેવી મુવી બનાવી છે. દરેક મુવી હિટ સાબિત થઈ છે. રોહિત શેટ્ટી ખતરોં કે ખિલાડી શોને જજ કરી રહ્યા છે. તેને ફોર વ્હીલર સાથે ખાસ લગાવ છે. તેથી તેની કોઈ પણ મુવી હોય કે રિયાલિટી શો હોય, તેમાં આપણને અચુકપણે ફોર વ્હીલરના સ્ટંટ જોવા મળતા રહે છે.
IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકશો જાણો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ મેલબર્નમાં 26 ડિસેમ્બરના રોજ રમાશે. તો જાણો તમે ક્યારે અને ક્યાં ચોથી મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશો.
- Nirupa Duva
- Updated on: Dec 23, 2024
- 12:47 pm
અજય દેવગનની સેનાને કાર્તિક આર્યને એકલા હાથે પછાડી, સિંઘમ માટે ફરીથી વાગી ખતરાની ઘંટડી
Singham Again Vs Bhool Bhulaiyaa 3 : કાર્તિક આર્યનની 'ભૂલ ભુલૈયા 3' અને અજય દેવગનની 'સિંઘમ અગેન' આ અઠવાડિયે બોક્સ ઓફિસ પર એકસાથે રિલીઝ થઈ છે. પરંતુ આ મોટા મુકાબલામાં કાર્તિક પણ પાછળ નથી. કાર્તિકની 'ભૂલ ભુલૈયા 3' એ 8 સ્ટાર 'સિંઘમ અગેન'ને ટક્કર આપી છે.
- Meera Kansagara
- Updated on: Nov 4, 2024
- 12:35 pm
Singham Again Cast Fee : 375 કરોડનું તો ખાલી બજેટ, પતિ-પત્નીએ 16 કરોડ, તો પિતા-પુત્રીની જોડીએ લીધો 5 કરોડનો ચાર્જ
રોહિત શેટ્ટીની ફિલ્મ 1 નવેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ પહેલા ફિલ્મનું 4 મિનિટ 58 સેકન્ડનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. જેમણે ચાહકોના દિલ જીતી લીધા છે. તો ચાલો જાણીએ સિંઘમ અગેનમાં સ્ટાર કાસ્ટે કેટલો ચાર્જ લીધો છે.
- Nirupa Duva
- Updated on: Oct 8, 2024
- 10:26 am
Khatron Ke Khiladi 14 : રોહિત શેટ્ટીના શોનો વિજેતા બન્યો કરણવીર મહેરા, ટ્રોફી અને કાર સાથે મળ્યા 20 લાખ રૂપિયા
'ખતરોં કે ખિલાડી સીઝન 14'ની સફર ત્રણ મહિના પછી પૂરી થઈ ગઈ છે. આ શો સાથે અસીમ રિયાઝ, ગશ્મીર મહાજાની, કરણવીર મહેરા અને શિલ્પા શિંદે જેવા ઘણા સ્ટાર્સ જોડાયેલા હતા. હવે રોહિત શેટ્ટીએ વિજેતાના નામની જાહેરાત કરી છે. કરણવીર મહેરાએ આ શોની ટ્રોફી જીતી છે.
- Meera Kansagara
- Updated on: Sep 30, 2024
- 7:21 am
TRP Report : રેટિંગ ચાર્ટ પર રિયાલિટી શોના દર્શકો ઘટ્યા, અનુપમા હવે બચ્ચન અને શેટ્ટીના શો કરતાં પણ આગળ
BARC Week 37 TRP Rating : ટીવી પર હંમેશા સિરિયલો અને રિયાલિટી શો એકબીજા સાથે ટકરાતા જોવા મળે છે. સિરિયલો અઠવાડિયામાં પાંચ દિવસ દર્શકોનું મનોરંજન કરે છે અને રિયાલિટી શો સપ્તાહના અંતે દર્શકોનું મનોરંજન કરવાનો પ્રયાસ કરે છે. દર અઠવાડિયે આવતી TRP રેટિંગ જણાવે છે કે આ અઠવાડિયે દર્શકોને કઈ સિરિયલ અને રિયાલિટી શો વધુ પસંદ આવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Sep 20, 2024
- 7:03 am
રોહિત શેટ્ટીના શો ‘ખતરો કે ખિલાડી 14’માંથી બહાર થયો બિગ બોસનો આ સ્પર્ધક!
આસિમ રિયાઝ ખતરો કે, ખેલાડી સીઝન 14માં સામેલ થતાં સૌથી મજબુત સ્પર્ધક માનવામાં આવતો હતો પરંતુ હવે રોમાનિયામાં ચાલી રહેલા આ શોના સેટ પરથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, બિગ બોસ 13ના સ્પર્ધક આસિમ રિયાઝ હવે રોહિત શેટ્ટીના શો ખતરો કે ખેલાડીમાં જોવા મળશે નહિ.
- Nirupa Duva
- Updated on: Jun 3, 2024
- 10:05 am
Singham Again : રોહિત શેટ્ટીએ નવા કાશ્મીરની કરાવી સફર ! 370 હટ્યા બાદની જણાવી અસર, શૂટિંગ દરમિયાનનું સુંદર દ્રશ્ય
Rohit Shetty : ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીએ એક નવા વીડિયોમાં કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરની સ્થિતિની ઝલક બતાવી છે. રોહિત કાશ્મીરમાં જ તેની ફિલ્મ 'સિંઘમ અગેન'નું શૂટિંગ કરી રહ્યો છે. તેની સાથે અજય દેવગન અને જેકી શ્રોફ પણ જોવા મળ્યા હતા. શું તમે આ વાયરલ વીડિયો જોયો છે?
- Meera Kansagara
- Updated on: May 29, 2024
- 9:15 am
Khatron Ke Khiladi 14 : રોહિત શેટ્ટીના શો ખતરો કે ખેલાડીમાં જોવા મળશે આ સ્પર્ધકો, સ્ટંટ કરતી વખતે પરસેવો છુટી જશે જુઓ ફોટો
દેશનો પોપ્યુલર શો અને ખતરનાક રિયાલિટી શોની શરુઆત થોડા જ સમયમાં થશે. ખતરો કે ખેલાડી સીઝન 14માં સામેલ થનાર ખેલાડીઓનું લિસ્ટ સામે આવી ગયું છે. તો ચાલો જાણીએ કયાં સ્ટાર ખેલાડી રમતા જોવા મળશે.
- Nirupa Duva
- Updated on: May 19, 2024
- 11:20 am
Khatron Ke Khiladi સીઝન 14માં જોવા મળશે આ કન્ટેસ્ટન્ટ, ટોપ 14નું લિસ્ટ આવ્યું સામે, જાણો કોણ-કોણ છે
ટેલિવિઝન રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી'ની સીઝન 14ની ખૂબ ચર્ચા થઈ રહી છે. ત્યારે હવે 'ખતરો કે ખિલાડી 14' ઘણા સમયથી હેડલાઇન્સમાં છે. તાજેતર રોહિત શેટ્ટીના શોમાં ભાગ લેનાર સ્પર્ધકોની યાદી જાહેર કરી છે.
- Devankashi rana
- Updated on: May 16, 2024
- 12:40 pm
‘લેડી સિંઘમ’ બની દીપિકા પાદુકોણ, અજય દેવગનના આઇકોનિક પોઝ સાથે સિંઘમ અગેનનું નવું પોસ્ટર રિલીઝ
સિંઘમ અગેઇનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે ફિલ્મના નિર્દેશક રોહિત શેટ્ટીએ ફિલ્મની લેડી સિંઘમ એટલે કે દીપિકા પાદુકોણની અદભૂત ઝલક શેર કરી છે.
- Devankashi rana
- Updated on: Apr 20, 2024
- 2:14 pm