Surbhi Chandna ટૂંક સમયમાં ચાહકોને આપશે ખાસ સરપ્રાઈઝ, કેઝ્યુઅલ લૂકમાં લાગી બ્યૂટીફુલ
ટીવીની નાગિન સુરભી ચંદના (Surbhi Chandna) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના ચાહકો માટે સોશિયલ મીડિયા પર ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહે છે.

અભિનેત્રી સુરભી ચંદનાને લાખો લોકો ફોલો કરે છે. તેનો બોલ્ડ અવતાર ચાહકોને ઘણો પસંદ આવે છે. સુરભી ચાહકો માટે ક્યારેક પરંપરાગત તો ક્યારેક બોલ્ડ સ્ટાઇલમાં ફોટોઝ શેર કરે છે. પણ આ વખતે સુરભીએ કંઇક અલગ જ કર્યું છે.

સુરભીએ આજે કેઝ્યુઅલ લૂકમાં તસ્વીરો શેર કરી છે. ફોટામાં, તેણે વાદળી ડેનિમ સાથે સફેદ રંગનો ક્રોપ પહેર્યો છે. આ સાથે, તેણે સિંપલ મેકઅપ કર્યો છે.

સુરભીએ તેની ઘણી તસ્વીરો અલગ અલગ પોઝમાં શેર કરી છે. આ ફોટાઝ ધર્મશાળાની છે જ્યાં તેણે તેના આગામી ગીત માટે શૂટ કર્યું છે.

સુરભીનો નવો મ્યુઝિક વીડિયો 24 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહ્યો છે. શરદ મલ્હોત્રા આ ગીતમાં તેની સાથે જોવા મળશે.

સુરભી અને શરદની જોડીને ચાહકો ખૂબ પસંદ કરે છે. ભૂતકાળમાં બંનેએ એક મ્યુઝિક વીડિયોમાં સાથે કામ કર્યું છે. એટલું જ નહીં, સુરભી અને શરદે સિરિયલ નાગિનમાં સાથે કામ કર્યું છે.

ચાહકો હવે આતુરતાથી સુરભી અને શરદના મ્યુઝિક વીડિયોની રાહ જોઈ રહ્યા છે.