Fanatics Trailer release: શરીર પર 32 ટેટુ, તો કોઈએ ગુમાવ્યો જીવ, ફેનેટિક્સમાં જોવા મળશે ચાહકોનો સાઉથ સિનેમા પ્રત્યેનો જુસ્સો

સાઉથના ચાહકોનો અસલી ક્રેઝ ટૂંક સમયમાં જ ડોક્યૂબે પર જોવા મળશે, જે 'Fanatics' દ્વારા થશે. આ એક ડોક્યુમેન્ટ્રી છે જે સાઉથ સિનેમા પ્રત્યેના લોકોના પ્રેમ અને તેના બદલાતા જુસ્સાને દર્શાવે છે. તમને જણાવી દઈએ કે, તમે તેને ક્યારે અને ક્યાં જોઈ શકો છો.

Fanatics Trailer release: શરીર પર 32 ટેટુ, તો કોઈએ ગુમાવ્યો જીવ, ફેનેટિક્સમાં જોવા મળશે ચાહકોનો સાઉથ સિનેમા પ્રત્યેનો જુસ્સો
Follow Us:
Nirupa Duva
| Edited By: | Updated on: Nov 30, 2024 | 8:42 AM

ફિલ્મી દુનિયામાં કલાકારોના ચાહકો મોટી સંખ્યામાં હોય છે પરંતુ કેટલાક સ્ટારને તો ચાહકો ભગવાન માની બેસે છે. સાઉથ સિનેમામાં ફિલ્મ રિલીઝ થતાં લોકો પોતાના ફેવરિટ અભિનેતા માટે જે ક્રેઝ જોવા મળે છે તે અદ્દભૂત હોય છે. સાઉથમાં સ્ટાર્સને ભગવાન સમજી તેની પુજા કરવામાં આવે છે. ચાહકોની આ સ્ટોરીને ફેનેટિક્સ સારી રીતે વર્ણવે છે.જે દર્શાવે છે કે ચાહકોનું આ પાગલપન તેમની રિયલ લાઈફને કેવી રીતે અસર કરે છે.

ફેનેટિક્સ નામની આ ડોક્યુમેન્ટ્રી લોકો સામે રજુ કરવામાં સફળ રહી છે. કે, સાઉથના લોકો માટે ઈન્ડસ્ટ્રી બસ એન્ટરટેનમેન્ટ નથી પરંતુ તેને ધર્મ પણ માને છે. હાલમાં ફેનેટિક્સનું ટ્રેલર રિલીઝ થયું છે. જે આ કલ્ચરના જનુનને દેખાડે છે. આ ડોક્યુમેન્ટ્રીમાં સાઉથના મોટા સ્ટાર્સ પણ સામેલ છે. જે ચાહકો સાથેની વાતચીત અને તેમના તરફથી મળતા પ્રેમ વિશે જણાવતા જોવા મળે છે.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

7 ડિસેમ્બરના રોજ થશે સ્ટ્રીમ

ફેનેટિક્સમાં અલ્લુ અર્જુન, કિચ્ચા સુદીપ, વિજય સેતુપતિ જેવા કલાકારોની સાથે આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરનાર લોકો પણ સામેલ છે. ફૈનેટિક્સ 7 ડિસેમ્બરના રોજ સ્ટ્રીમ થશે. જેને તમે ડોક્યુબે પર જોઈ શકો છો. આ ડોક્યુમેન્ટ્રીને આર્યન ડીએ ડાયરેક્ટ કરી છે. તેનું નિર્માણ અર્પિતા ચેટર્જીએ કર્યું છે. ક્યારેક ક્યારેક જોવા મળે છે કે, કઈ રીતે સ્ટાર્સ માટે ચાહકોનો પ્રેમ જનુનમાં બદલી જાય છે. આ ડોક્યુમેન્ટ્રીનો લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અલ્લુ અર્જુનના 32 ટેટુ

ઈન્ડસ્ટ્રીના લોકોનું માનવું છે કે, ચાહકો વગર ફિલ્મના આ બિઝનેસનું કોઈ અસ્તિત્વ નથી. ચાહકોનું જનુન ક્યારેક ક્યારેક ડરાવી પણ શકેછે. કિચ્ચા સુદીપે ડોક્યુમેન્ટ્રીમાં જણાવ્યું કે, ચાહકો તેના મંદિર પણ બનાવવા લાગે છે. જે તેને એક પોઈન્ટ માટે ડરાવી શકે છે. તેમાં અલ્લુ અર્જુનના એક ચાહકને પણ દેખાડવામાં આવ્યા છે. તેના શરીર પર અભિનેતાના 32 ટેટુ બનાવ્યા છે. આ સાથે એક કેસ પણ સામેલ છે. જેમાં પવન કલ્યાણ અને જૂનિયર એનટીઆરના ચાહકો વચ્ચે અથડામણમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">