બોલિવૂડના એવા 10 સ્ટાર્સ, જેમણે છેલ્લી ફિલ્મ રિલીઝ થતાં પહેલા જ દુનિયાને કહી દીધું અલવિદા

દરેક વ્યક્તિ માટે તેનું કાર્ય જોવું એ એક લહાવો છે. પરંતુ ઘણા બોલિવૂડ કલાકારો એવા છે કે જેઓ તેમની છેલ્લી ફિલ્મ રિલીઝ થતા પહેલા જ ગુજરી ગયા. ચાલો જાણીએ કે આ સિતારા કોણ હતા.

  • tv9 webdesk37
  • Published On - 16:48 PM, 21 Jan 2021
1/10
સુશાંત સિંહ રાજપૂત - દિલ બેચારા/ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન 2020 ના રોજ તેમના બાંદ્રા ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી. તેમના નિધન પછીના મહિનામાં, તેની છેલ્લી ફિલ્મ દિલ બેચરા રિલીઝ થઈ. આ ફિલ્મ 24 જુલાઈએ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ હતી.
2/10
શ્રીદેવી - ઝીરો/ 24 ફેબ્રુઆરી 2018 ના રોજ અભિનેત્રી શ્રીદેવીનું અવસાન થયું હતું. દુબઈની એક હોટલમાં દુર્ઘટનાને કારણે અભિનેત્રીનું મોત નીપજ્યું હતું. અભિનેત્રીએ શાહરૂખ ખાન, કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા અભિનીત ફિલ્મ ઝીરોમાં રોલ ભજવ્યો હતો. જે તેના મૃત્યુ બાદ ડિસેમ્બરમાં રિલીઝ થઈ હતી.
3/10
ઓમ પુરી - ટ્યુબલાઈટ/ બોલિવૂડના વરિષ્ઠ અભિનેતા ઓમ પુરીનું મૃત્યુ 6 જાન્યુઆરી 2017 ના રોજ હાર્ટ એટેકથી થયું હતું. તેમના મૃત્યુના એક મહિના પહેલા ઓમે તેની છેલ્લી ફિલ્મ ટ્યુબલાઇટનું શૂટિંગ કર્યું હતું. જેમાં સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં હતો. આ જ ફિલ્મ 25 મી જૂને ઇદના દિવસે રિલીઝ કરવામાં આવી હતી.
4/10
રાજેશ ખન્ના - રિયાસત/ બોલીવુડના સુપરસ્ટાર રાજેશ ખન્નાએ મૃત્યુ પહેલાં રિયાસતમાં અભિનય કર્યો હતો. પરંતુ આ અભિનેતાની ફિલ્મ રિલીઝ થયા પહેલા જ 18 જુલાઈ, 2012ના રોજ કેન્સરને કારણે મોત થઈ ગઈ હતી. અભિનેતાએ દુનિયાને અલવિદા કહ્યાના બે વર્ષ બાદ તેમની રજત વર્ષગાંઠ નિમિત્તે રિયાસત ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી.
5/10
દિવ્યા ભારતી - શતરંજ/ શરૂઆતમાં દિવ્યા ભારતીએ ઘણી ઉત્તમ ફિલ્મોમાં અભિનય કર્યો અને લોકપ્રિય અભિનેત્રી બની ગઈ. દિવ્યા ભારતીની ફિલ્મ શતરંજ વર્ષ 1993 માં રિલીઝ થઈ હતી. પરંતુ રિલીઝ પહેલા જ દિવ્યાનું મોત નીપજ્યું હતું. તે જ વર્ષે, દિવ્યાનું બિલ્ડિંગની અટારીમાંથી પડવાના કારણે 5 એપ્રિલના રોજ મૃત્યુ થયું હતું.
6/10
મધુબાલા - જ્વાલા/ હિન્દી સિનેમાની જાણીતી ફિલ્મ મુગલ-એ-આઝમમાં અનારકલીની ભૂમિકા ભજવનારી મધુબાલાનું 23 ફેબ્રુઆરી 1969 ના રોજ થયું હતું. તેમના મૃત્યુના બે વર્ષ બાદ તેમની છેલ્લી ફિલ્મ જ્વાલા રિલીઝ થઈ જે એક હિટ ફિલ્મ સાબિત થઈ હતી.
7/10
સ્મિતા પાટીલ - ગલિયો કા બાદશાહ/ અર્થ, મિર્ચ મસાલા, મંથન જેવી ઘણી હિટ ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી સ્મિતા પાટિલનું નિધન 13 ડિસેમ્બર 1986 ના રોજ થયું હતું. પ્રથમ પુત્ર પ્રતીક બબ્બરને જન્મ આપ્યાના બે અઠવાડિયામાં અભિનેત્રીનું અવસાન થયું. સ્મિતાની છેલ્લી ફિલ્મ ગલિયો કા બાદશાહ તેના મૃત્યુના ત્રણ વર્ષ પછી, 17 માર્ચ 1989 ના રોજ રીલિઝ થઈ હતી. અભિનેત્રીએ તેની ટૂંકી ફિલ્મ કારકિર્દીમાં 80 થી વધુ ફિલ્મો કરી હતી.
8/10
ફારૂક શેખ- યંગિસ્તાન/ લોકપ્રિય અભિનેતા અને ટીવી એન્કર ફારૂક શેખનું દુબઈમાં પારિવારિક વેકેશન દરમિયાન હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમની છેલ્લી ફિલ્મ યંગિસ્તાન 28 માર્ચ 2014 ના રોજ રિલીઝ થઇ હતી. તેમનું અવસાન 28 ડિસેમ્બર 2013 ના રોજ થયું હતું.
9/10
શમ્મી કપૂર - રોકસ્ટાર/ કાશ્મીરની કાલી, થિર્તિ મંઝિલ જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં દેખાઈ ચૂકેલા અનુભવી અભિનેતા શમ્મી કપૂરનું અવસાન 14 ઓગસ્ટ 2011 માં થયું હતું. તેમના મૃત્યુના ત્રણ મહિના પછી, તેમની છેલ્લી ફિલ્મ રોકસ્ટાર 11 નવેમ્બરના રોજ રીલિઝ થઈ હતી. જેમાં તેઓએ ભત્રીજા રણબીર કપૂર સાથે ભૂમિકા ભજવી હતી.
10/10
અમરીશ પુરી - કચ્ચી સડક/ વિલનના રોલ માટે પ્રખ્યાત પુરીનું 12 જાન્યુઆરી 2005 ના રોજ બ્રેઇન હેમરેજથી અવસાન થયું હતું. છેલ્લા સમયે અમરીશે કિસના અને કચ્ચી સડક એમ બે ફિલ્મોમાં કામ કર્યું હતું. કિસના ફિલ્મ અમરીશની સારવાર દરમિયાન રિલીઝ કરવામાં આવી હતી. જ્યારે કચ્ચી સડક 8 સપ્ટેમ્બર 2006 ના રોજ તેના અવસાન પછી રિલીઝ થઇ હતી.