જાણો કઇ રીતે Shibani Dandekar ના પ્રેમમાં પાગલ થયા હતા ફરહાન અખ્તર, જાણો તેમની પ્રેમ કહાણી
Birthday Special : શિબાની દાંદેકર (Shibani Dandekar)અને ફરહાન અખ્તર (Farhan Akhtar) લાંબા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. બંને પોતાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેયર કરતા રહે છે.

એક્ટ્રેસ અને મોડલ શિબાની દાંડેકર આજે પોતાનો 41 મો જન્મદિવસ મનાવી રહી છે. શિબાનીનો જન્મ 27 ઓગસ્ટ 1980 ના રોજ પુણેમાં થયો હતો. શિબાની સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાના પાર્ટનર ફરહાન અખ્તર સાથે પોતાની તસવીર શેયર કરતી રહે છે. આજે શિબાનીના જન્મ દિવસ પર અમે તમને આ કપલની લવ સ્ટોરી વિશે જણાવીશું

ફરહાન અખ્તર અને શિબાનીની પહેલી મુલાકાત ટીવી શો આઇ કૈન ડૂ ધેટના સેટ પર થઇ હતી. આ શોને ફરહાન હોસ્ટ કરી રહ્યા હતા અને શિબાની, ગુરમીત ચૌધરી અને વીજે બાની જેવા કેટલાક સેલેબ્સ તેનો ભાગ હતા.

આ શોના બાદથી જ શિબાની અને ફરહાનના રિલેશનશીપના સમાચારો સામે આવવા લાગ્યા. શિબાનીએ સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં કે કોઇનો હાથ પકડીને ઉભી હતી અને ફક્ત તેમની બેક દેખાઇ રહી હતી. ફોટો જોઇને તરત જ ફેન્સ ઓળખી ગયા હતા કે આ ફરહાન અખ્તર છે.

બાદમાં ફરહાન અખ્તરે એ જ ફોટો સોશિયલ મીડિયા પર શેયર કરીને રિલેશનશીપને કન્ફર્મ કર્યુ હતુ

ત્યાર બાદથી જ ફરહાન અને શિબાની પોતાની તસવીરોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. બંને ઘણી વાર સાથે પણ જોવા મળે છે.

ફરહાન અને શિબાની બંને પહેલી વાર પબ્લિકની સામે આવ્યા હતા દિપીકા-રણવીર ના રિસેપ્શનમાં. બંનેએ એકબીજાનો હાથ પકડેલો હતો.