નાની-બુઆ સહિત…આ 7 અદભૂત કેરેક્ટરો કપિલ શર્માના શોમાં કેમ નથી દેખાતા?

'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' શરૂ થઈ ગયો છે. આ શોની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. આ શોનો પહેલો એપિસોડ 30 માર્ચે આવ્યો હતો, જેમાં ફરી એકવાર કપિલ અને સુનીલ ગ્રોવરની દમદાર જોડી જોવા મળી હતી. જો કે આ 'કપિલ શર્મા શો'ના ઘણા જૂના કલાકારો આ વખતે જોવા મળ્યા નથી. કોણ છે આ કલાકારો?

નાની-બુઆ સહિત...આ 7 અદભૂત કેરેક્ટરો કપિલ શર્માના શોમાં કેમ નથી દેખાતા?
kapil sharma show
Follow Us:
| Updated on: Apr 02, 2024 | 8:12 AM

‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ શરૂ થઈ ગયો છે. કપિલના ફેન્સ તેના નવા કોમેડી શોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ શોમાં કપિલની સાથે તેના કેટલાક જૂના મિત્રો પણ જોવા મળી રહ્યા છે. આ યાદીમાં કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, સુનીલ ગ્રોવર અને અર્ચના પુરણ સિંહના નામ સામેલ છે. પરંતુ શોના કેટલાક કલાકારો એવા છે જેઓ આ વખતે જોવા મળ્યા નથી. દર્શકોના મનમાં આ સવાલ ફરી રહ્યો છે કે કપિલ શર્મા શોના બાકીના કલાકારો હવે ક્યાં છે?

30 માર્ચે જોરદાર શરૂઆત

કપિલના નવા કોમેડી શોએ 30 માર્ચે જોરદાર શરૂઆત કરી છે. આ શોના પહેલા ગેસ્ટ રણબીર કપૂર, તેની માતા નીતુ કપૂર અને રિદ્ધિમા હતા. પહેલા એપિસોડમાં કપિલ સહિત શોના તમામ કલાકારોએ દર્શકોને ખૂબ હસાવ્યા હતા.

લગભગ 7 વર્ષ બાદ સુનીલ ગ્રોવર ફરી એકવાર ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં જોવા મળ્યો હતો. સુનીલ ગ્રોવર ભલે શોમાં પાછો ફર્યો હોય, પરંતુ શોના કેટલાક સ્ટાર્સ એવા છે જે આ વખતે દેખાતા નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

1. અલી અસગર

અલી અસગર ‘કપિલ શર્મા શો’માં નાની અને દાદીના રોલમાં જોવા મળ્યો હતો. તેનો રોલ એવો હતો કે તે શોમાં આવનારા મહેમાનોને કિસ આપતો હતો. જો રિપોર્ટ્સનું માનીએ તો કપિલ અને અલી અસગર વચ્ચે કેટલાક મતભેદ હતા, જે બાદ બંને અલગ થઈ ગયા હતા. અલીની અગાઉની ફિલ્મ વર્ષ 2023માં રિલીઝ થયેલી ‘શહેજાદા’ હતી, જેમાં તેણે અરુણની ભૂમિકા ભજવી હતી.

2. ભારતી સિંહ

ભારતી સિંહ ‘કપિલ શર્મા શો’માં પણ જોવા મળી હતી, પરંતુ આ વખતે તે શોમાંથી ગાયબ છે. આ દિવસોમાં ભારતી સિંહ રિયાલિટી શો હોસ્ટ કરવામાં વ્યસ્ત છે. ભારતી હવે એક મોટી સ્ટાર બની ગઈ છે. હવે તેની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે.

3. સુમોના ચક્રવર્તી

સુમોના ચક્રવર્તીએ પણ આ શોમાં કપિલની પત્નીનો રોલ કર્યો હતો. આ વખતે તે શોમાં જોવા મળી નથી. જો કે તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. રિપોર્ટ્સ અનુસાર તેની પાસે હાલમાં કોઈ પ્રોજેક્ટ નથી.

4. ઉપાસના સિંહ

શોમાં ઉપાસના સિંહ માસીના રોલમાં જોવા મળી હતી. તેના પાત્રને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. ઉપાસના છેલ્લે ફિલ્મ ‘હમેં તો લૂટ લિયા’માં જોવા મળી હતી. આ મુવી વર્ષ 2023માં રિલીઝ થઈ હતી.

5. ચંદન પ્રભાકર

ચંદન પ્રભાકર શોના પહેલા એપિસોડમાં જોવા મળ્યો ન હતો, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે ભવિષ્યમાં શોનો ભાગ બની શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

6. રોશેલ રાવ

રોશેલ રાવ પણ ‘કપિલ શર્મા શો’નો મહત્વનો ભાગ હતી. રોશેલ 2022 થી સ્ક્રીન પર જોવા મળી નથી. જો કે તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ગયા વર્ષે તેણે એક પુત્રીને જન્મ આપ્યો હતો, ત્યારબાદ તે માતૃત્વનો આનંદ માણી રહી છે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">