Godhra Movie Teaser : કાશ્મિર-કેરળ અને બંગાળ-અજમેર પછી ખુલશે ગુજરાત ફાઈલ, એક્સિડન્ટ કે ષડયંત્ર? રહસ્ય પરથી ઉઠશે પડદો
Godhra: Accident or Conspiracy Teaser - સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાડવાની ઘટના પર ફિલ્મ બની રહી છે. ગોધરાની ઘટના તરીકે ઓળખાતી આ ઘટનામાં 59 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ફિલ્મનું ટીઝર આવી ગયું છે.
Godhra: Accident or Conspiracy Movie Teaser : 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હતી. જેમાં 59 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાના લગભગ 21 વર્ષ બાદ તેના પર ફિલ્મ બની રહી છે. ફિલ્મનું નામ ગોધરાઃ એક્સિડેન્ટ એન્ડ કોન્સ્પિરસી રાખવામાં આવ્યું છે અને તેનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ગોધરા: અકસ્માત અને ષડયંત્ર એમ કે શિવાક્ષ દ્વારા નિર્દેશિત અને બી.જે. પુરોહિત અને રામ કુમાર પાલ દ્વારા નિર્મિત છે. ફિલ્મના કલાકારો સાથે જોડાયેલી માહિતી હજુ સુધી મેકર્સ દ્વારા આપવામાં આવી નથી.
આ પણ વાંચો : The Kerala Story: પશ્ચિમ બંગાળના સિંગલ સ્ક્રીન થિયેટરોમાં રિલીઝ થઈ ફિલ્મ, ચાહકોની ભીડ જામી
1 મિનિટ 11 સેકન્ડના ટીઝરમાં શું છે?
ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ ફિલ્મની જાહેરાતનું ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝરમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ ફિલ્મ સાચી ઘટનાઓ પર આધારિત છે. ટીઝરની શરૂઆત ટ્રેનના વિઝ્યુઅલથી થાય છે અને પછી ટ્રેનને આગ લાગતી બતાવવામાં આવે છે. ટીઝરમાં એક ફાઇલ પણ બતાવવામાં આવી છે, જેમાં નાણાવટી મેહતા કમિશન લખેલું છે. ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી નથી.
જુઓ તરણ આદર્શનું ટ્વીટ
‘GODHRA’ TEASER OUT NOW… #Godhra: Accident or Conspiracy teaser unveils… Directed by #MKShivaaksh… Produced by #BJPurohit and #RamKumarPal… In *cinemas* soon.#GodhraTeaser 🔗: https://t.co/jAI43tpalS pic.twitter.com/MquTPtQBZM
— taran adarsh (@taran_adarsh) May 30, 2023
મેકર્સે કર્યા મોટા દાવા
નિર્માતાઓ દાવો કરે છે કે, તેઓએ ફિલ્મ માટે સખત મહેનત કરી છે અને તેને બનાવતા પહેલા પાંચ વર્ષ સુધી સંશોધન કર્યું છે. યુટ્યુબ પર ટીઝર શેર કરતી વખતે દાવો કરવામાં આવ્યો છે કે સંશોધન દરમિયાન ઘણા આશ્ચર્યજનક તથ્યો સામે આવ્યા છે, જેને ફિલ્મમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ રીતે બની હતી ઘટના
તમને જણાવી દઈએ કે 2002ની આ ઘટનામાં સાબરમતી ટ્રેનની બોગી નંબર S6 માં આગ લાગી હતી. અહેવાલો અનુસાર, ગોધરા સ્ટેશનથી ટ્રેન શરૂ થતાંની સાથે જ ટ્રેનની ચેઈન ખેંચાઈ ગઈ અને ટ્રેન થંભી ગઈ. આ પછી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો અને પછી એક કોચને આગ ચાંપી દેવામાં આવી. આ ઘટના પછી તોફાનો શરૂ થયા અને કેટલાય લોકોના મોત થયા. આ કેસમાં 31 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.