Janhvi Kapoor અને સારા અલી ખાન પહોંચ્યા કેદારનાથ મંદિર, દર્શન કરતી વખતે બંનેના ફોટા આવ્યા સામે
જ્હાનવી કપૂર (Janhvi Kapoor) અને સારા અલી ખાન (Sara Ali Khan) બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે, પરંતુ બંને વાસ્તવિક જીવનમાં એકદમ સિંપલ છે. હાલમાં જ બંને અભિનેત્રીઓ કેદારનાથ મંદિર પહોંચી હતી. આ દરમિયાન બંનેની તસ્વીરો સામે આવી છે.

જ્હાનવી કપૂર અને સારા અલી ખાન બોલિવૂડની નવી બેસ્ટ ફ્રેન્ડ્સ છે. બંનેની મિત્રતા દિવસેને દિવસે ગાઢ બની રહી છે.

પહેલા તેઓ જીમમાં સાથે વર્કઆઉટ કરતા હતા અને હવે બંને સાથે ટ્રિપની મજા પણ માણી રહ્યા છે. હાલમાં જ સારા અને જ્હાનવી કેદારનાથ મંદિર પહોંચ્યા હતા.

મંદિરમાં દર્શન કરતી વખતે બંનેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે સારા અને જ્હાનવી બંને જેટલી જ ગ્લેમરસ છે તેટલી જ બંને પૂજા ભક્તિમાં પણ વિશ્વાસ રાખે છે. બંને અભિનેત્રીઓ મંદિરે જતી રહે છે.

જ્હાનવી અને સારા સાથે વધુ એક મિત્ર છે. ત્રણેય એકસાથે કેદારનાથ ગયા હતા. ત્રણેએ ભારે વિન્ટર જેકેટ પહેર્યા છે.

દર્શન કર્યા બાદ સારા અને જ્હાનવીએ સાથે મસ્તી કરી હતી. બંનેનો આ ફોટો એકદમ ક્યૂટ છે. ઠંડીમાં બંનેની હાલત ઘણી ખરાબ થઈ છે.

તાજેતરમાં જ જ્હાનવી અને સારા રણવીર સિંહના શો ધ બિગ પિક્ચરમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેએ રણવીર સાથે ખૂબ જ મસ્તી કરી હતી. ચાહકો પણ બંનેની મિત્રતાને પસંદ કરી રહ્યા છે.