Gujarati News » Entertainment » | Ananya Pandey share her photos with Vijay Devarakonda doing horse riding at las vegas
વિજય દેવેરકોંડા સાથે અનન્યા પાંડેએ કરી ઘોડેસવારી, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીરો
અનન્યા પાંડે હાલમાં લાસ વેગાસમાં વિજય દેવેરકોંડા સાથે લાઈગરનું શૂટિંગ કરી રહી છે. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘોડા પર સવારી કરતી તસવીરો શેર કરી છે.
અનન્યા પાંડે (Ananya Pandey) આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'લાઈગર'ના શૂટિંગ માટે લાસ વેગાસમાં છે. અભિનેત્રી ઘણીવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટીમના ક્રૂ સાથેના ફોટા અવાર નવાર શેર કરતી રહે છે.
1 / 5
અનન્યાએ તાજેતરમાં માઈક ટાયસન સાથેનો એક ફોટો શેર કર્યો છે. તેનો આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો.
2 / 5
અનન્યાએ યલો અને વ્હાઈટ ટી-શર્ટને બ્લેક પેન્ટ અને ટોપી સાથે પેયર અપ કર્યું છે. આ સાથે તે જાંબલી રંગનું જેકેટ પહેરેલી જોવા મળી રહી છે.
3 / 5
આ ફોટોમાં વિજય અને અનન્યા ઘોડા પર સવારી કરતા જોવા મળી રહ્યા છે.
4 / 5
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અનન્યા શકુન બત્રાની અનટાઈટલ્ડ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે અને અર્જુન વરેન સિંહની 'ખો ગયે હમ કહાં'માં સિદ્ધાંત અને ગૌરવ આદર્શની સાથે જોવા મળશે.