Gujarat Election 2022: કરણી સમાજના આગેવાનના કેસરિયા, રાજ શેખાવત ભાજપમાં જોડાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Assembly Election) જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે ખુદ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે.
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે ખુદ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યાં બીજી તરફ રાજકીય પક્ષોમાં જોડાવાનો દોર પણ યથાવત છે. ત્યારે હવે કરણી સેનાના રાજ શેખાવત આજે ભાજપમાં જોડાવાના છે.
ગાંધીનગરમાં ચૂંટણી પહેલા વિવિધ આગેવાનો ભાજપમાં જોડાશે. કરણી સેનાના રાજ શેખાવત આજે ભાજપમાં જોડાશે. આ તમામ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. જમાલપુર-ખાડિયા વિસ્તાર માટે પ્રચાર કરી શકે છે. જમાલપુર-ખાડિયા સીટમાં સમાવિષ્ટ મારવાડી,ક્ષત્રિય સમાજમાં પ્રભુત્વ ધરાવે છે. તાજેતરમાં જ રાજ શેખાવત ડી. જી. વણઝારા સાથે રાજનીતિક પક્ષમાં સાથે જોવા મળ્યા હતા.
Karni Sena’s Raj Shekhawat along with his supporters to join BJP today #GujaratElections2022 #Elections2022 #TV9News pic.twitter.com/F3xkaoXJdq
— Tv9 Gujarati (@tv9gujarati) November 24, 2022
ગુજરાત ઇલેકશન 2022 : ભાજપે 40 સ્ટાર પ્રચારકોને ગુજરાતમાં ઉતાર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય અન્ય સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં સતત પ્રવાસ કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. ત્યારે આ પ્રચારકો ગુજરાતમાં પ્રચાર પણ કરી રહ્યા છે. પીએમ મોદી, જેપી નડ્ડા, અમિત શાહ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, ભૂપેન્દ્ર પટેલ, મનોજ તિવારી, રવિ કિશનના નામ પણ આ યાદીમાં સામેલ છે. સીઆર પાટીલ પુરૂષોત્તમ રૂપાલા પણ પાર્ટીનો પ્રચાર કરશે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) સંપૂર્ણ તાકાત લગાવવાનો પ્રયાસ કરી રહી છે.