Gujarat Election 2022 : અમદાવાદ-બાવળામાં પીએમ મોદીની સુરક્ષામાં સામે આવી મોટી ચૂક, સભા સ્થળે અજાણ્યુ ડ્રોન ઉડતું દેખાય

Gujarat Election Live Updates : ગુજરાતમાં ચૂંટણીનો રંગ બરાબરનો ચડ્યો છે. એક તરફ નેતાઓની રેલી અને રોડ- શોથી રસ્તાઓ ઉભરાઈ રહ્યા છે, તો આચારસંહિતામાં લાખોની હેરાફેરી અને દારૂની રેલમછેલમ પણ સામે આવી છે. જાણો ગુજરાત ચૂંટણીને લગતા તમામ સમાચારો અહીં.

Gujarat Election 2022 : અમદાવાદ-બાવળામાં પીએમ મોદીની સુરક્ષામાં સામે આવી મોટી ચૂક, સભા સ્થળે અજાણ્યુ ડ્રોન ઉડતું દેખાય
Gujarat Election Live Updates

| Edited By: Mina Pandya

Nov 24, 2022 | 10:24 PM

ગુજરાત ઈલેક્શન 2022 સમાચાર : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, તેની વચ્ચે રાજકીય પાર્ટીઓ પ્રચાર થકી મતદારોની નજીક પહોંચી રહ્યા છે. 27 વર્ષથી એકહથ્થુ શાસન કરનાર ભાજપ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરી રહી છે. 2017 માં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભાજપને ફટકો પડ્યો હતો. જો કે આ વખતે આવા કોઈ પડકાર તો નથી, પરંતુ બેરોજગારી અને મોંઘવારી સહિતના મુદ્દાઓ છે. તો બીજી તરફ મોડે-મોડે પણ પ્રચાર કરતી કોંગ્રેસ અગાઉની ચૂંટણીમાં ધારેલી બેઠકો મેળવવામાં કામયાબ રહી હતી, જો કે વખતે રાજકીય સમીકરણો કંઈક જુદા જ છે. તો પંજાબમાં પગપેસારો કરનાર આમ આદમી પાર્ટીની નજર હવે ગુજરાત પર છે. જો કે રાજકીય પાર્ટીઓના પ્રચાર બાદ મતદારોનો ઝુકાવ કોના તરફ રહેશે તે તો ચૂંટણીના પરિણામ જ બતાવશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 24 Nov 2022 09:32 PM (IST)

  અમદાવાદમાં બાવળામાં પીએમ મોદીની સુરક્ષામાં સામે આવી મોટી ખામી

  અમદાવાદમાં બાવળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી સભા દરમિયાન વડાપ્રધાનની સુરક્ષાને લઈને મોટી ખામી સામે આવી છે. વડાપ્રધાન જ્યાં ચૂંટણી સભા સંબોધી રહ્યા હતા ત્યાં અજાણ્યુ ડ્રોન ઉડતુ દેખાયુ હતુ. આ ઘટનામાં પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનાને લઈને પીએમની સુરક્ષાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. જે સ્થળે પીએમની સભા હતી ત્યાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ ઉપરાંત, સ્થાનિક સુરક્ષા એજન્સી સહિત અમદાવાદ ગ્રામ્ય પોલીસની અલગ અલગ ટૂકડીઓ તૈનાત હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અનૂપસિંહને સભાગૃહના મુખ્ય માર્ગ પર ડ્રોન ઉડતુ દેખાયુ હતુ. આ ડ્રોન કોણ ઉડાડી રહ્યુ હતુ તેની ચકાસણી કરતા ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ શખ્સો વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી રહી હતી.

 • 24 Nov 2022 09:13 PM (IST)

  સંબિત પાત્રાએ સમજાવી PMની વ્યાખ્યા, કહ્યુ P એટલે પરસેવો અને M એટલે મહેનત

  અમદાવાદમાં પ્રચાર માટે આવેલા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદને સંબોધી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે PMની વ્યાખ્યા સમજાવતા કહ્યું કે P એટલે પરસેવો અને M એટલે મહેનત. પીએમ મોદી દેશના વિકાસ માટે સખત પરિશ્રમ કરી પરસેવો પાડી પાડી રહ્યા છે. ગુજરાતમાં ભાજપની જીત માટે સખત મહેનત કરી રહ્યા છે.. જ્યારે બીજી તરફ કોંગ્રેસના રાહુલ ગાંધી ગુજરાતમાં ફક્ત એક-બે સભા કરીને જતા રહ્યા. કોંગ્રેસ પર નિશાન સાંધતા સંબિત પાત્રાએ કહ્યું કે જે પાર્ટીના નેતા મહેનત નથી કરતા તેમને હારનો જ સામનો કરવો પડે છે.

 • 24 Nov 2022 07:55 PM (IST)

  અરવલ્લીના મોડાસામાં PM મોદીના કોંગ્રેસ અને અશોક ગેહલોત પર પ્રહાર

  રાજસ્થાનથી અડીને આવેલા અરવલ્લી જિલ્લામાં ચૂંટણી સભા સંબોધતા PM મોદીએ રાજસ્થાન સરકારને નિશાને લીધી.. વડાપ્રધાને કટાક્ષ કર્યો કે રાજસ્થાનથી ક્યારેય કોઈ સારા સમાચાર સાંભળવા નથી મળતા.જે સરકાર રાજસ્થાનને સંભાળી ન શકે તે ગુજરાતને શું સંભાળી શકશે. તેમણે કહ્યુ કે કોંગ્રેસની નીતિ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની રહી છે. જાતિવાદ અને ભાષાના નામે કોંગ્રેસ ભાગલા પાડવાની નીતિ ચલાવે છે..

 • 24 Nov 2022 07:52 PM (IST)

  Gujarat Election 2022: ગેહલોતના રાજસ્થાન મોડલ પર પીએમ મોદીએ કર્યો પ્રહાર

  અરવલ્લીના મોડાસામાં ચૂંટણી રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર પ્રહાર કર્યા.  ગુજરાત કોંગ્રેસના નિરીક્ષક અશોક ગેહલોત પર પીએમએ પ્રહાર કર્યો કે  રાજસ્થાન મોડલ પર પ્રહાર કર્યો કે જે રાજસ્થાન નથી સંભાળી શકતા તે ગુજરાત શું સંભાળશે

 • 24 Nov 2022 06:57 PM (IST)

  Gujarat Election 2022 Live : રાજ્યના મતદારો માટે હેલ્પ લાઇન નંબર કાર્યરત, તમામ માહિતી ઘરે બેઠા જાણી શકશે

  ગુજરાતમાં મતદારોને મતદાન કરવામાં સરળતા રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા મતદારોની સુવિધા માટે હેલ્પલાઇન ટેલીફોન નંબર, વેબસાઇટ અને એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ તમામ પરથી મતદારો પોતાનું મતદારા યાદીમાં નામ કયા ભાગ નંબરમાં, કયા ક્રમ ઉપર નોંધાયેલું છે, કયા મતદાન મથક પર મતદાન કરવા જવાનું છે, તે અંગેની માહિતી મતદારો સરળતાથી મેળવી શકે તેવા ઉમદા હેતુથી રાજય કક્ષાએ ગાંધીનગર ખાતે હેલ્પલાઇન ટેલિફોન નંબર- 1950 કાર્યરત છે.

 • 24 Nov 2022 06:42 PM (IST)

  Gujarat Election 2022 Live : પંચમહાલના શહેરામાં વિધાનસભાની ચૂંટણીને લઈને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

  પંચમહાલ જિલ્લાના શહેરાના કાંકરી ખાતે આવેલ મોડેલ સ્કૂલમાં ચૂંટણી અધિકારી એન.કે.પ્રજાપતિની નિગરાની હેઠળ સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવેલ EVM અને VVPATને તૈયાર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી,જેમાં સિમ્બોલ લોડીંગ તેમજ ક્રમાંક અનુસાર મતદાન મથકના EVM અને VVPATના સેટ તૈયાર કરીને ફરીથી સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવશે,ત્યારબાદ ચોથી ડિસેમ્બરના રોજ શહેરા વિધાનસસભા બેઠકના 293 મતદાન મથકો ઉપર મોકલવામાં આવશે.

 • 24 Nov 2022 06:25 PM (IST)

  Gujarat Election 2022 Live : અમદાવાદમાં આવતી કાલથી બે દિવસ યોજાશે બેલેટ પેપરથી મતદાન

  અમદાવાદમાં આવતી કાલથી બે દિવસ યોજાશે બેલેટ પેપરથી મતદાનની પ્રક્રિયા કરવામાં આવશે. જેમાં બીજા તબક્કામાં ચૂંટણીમાં રોકાયેલ સ્ટાફ મતદાન કરશે. જેમાં શાહીબાગ પોલીસ કમિશનર ગ્રાઉન્ડ. કૃષ્ણનગર હોમ ગાર્ડ ગ્રાઉન્ડ અને મકરબા પોલીસ કવટર્સ પર બેલેટ પેપર થી મતદાન ની પ્રક્રિયા કરવામાં આવશે. જેમાં ચૂંટણીમાં રોકાયેલ સ્ટાફ માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવશે. 25 અને 26 નવેમ્બરે સવારે 9 થી સાંજે 5 સુધી બેલેટ પેપરથી મતદાનની પ્રક્રિયા ચાલશે.

 • 24 Nov 2022 05:57 PM (IST)

  Gujarat Election 2022 Live : ગાંધીનગરના દિવ્યાંગ મતદારોને પ્રશિક્ષિત કરવા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

  ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- 2022ના અનુસંધાને ચૂંટણી પંચ દ્વારા પ્રારંભ કરવામાં આવેલા ‘અવસર લોકશાહીનો’ અભિયાન અંતર્ગત દિવ્યાંગો દ્વારા પણ વધુ સંખ્યામાં મતદાન થાય એ હેતુથી સાધના પેરેન્ટસ એસોસિએશન ઓફ મેન્ટલી ચેલેન્જ્ડ પર્સન, ગાંધીનગર ખાતે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ તેમજ શપથવિધિ, સાઈન અને સેલ્ફી બુથ સહિતના ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

 • 24 Nov 2022 05:38 PM (IST)

  Gujarat Election Live 2022 : ડાંગમાં ચૂંટણી પૂર્વે કોંગ્રેસ ને ઝટકો, સુબિર તાલુકાના 4 સરપંચ 1 માજી જિલ્લા પંચાયતના સભ્ય સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

  ડાંગ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ને ઝટકો લાગ્યો છે. જેમાં સુબિર તાલુકાના 4 સરપંચ 1 માજી જિલ્લા પંચાયતના સભ્ય તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. આની સાથે સમસ્ત ખ્રિસ્તી સમાજે પણ ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે. પદ્મશ્રી રમીલાબેન ગામીતે વિજય બનવવાની ખ્રિસ્તી સમાજને અપીલ કરી છે.

 • 24 Nov 2022 04:56 PM (IST)

  કોંગ્રેસના રાજમાં ગામડાઓની ખૂબ જ ઉપેક્ષા થઇ: PM મોદી

  કોંગ્રેસે તેમના સમયગાળામાં ગામડાઓની ઉપેક્ષા કરી છે. જેના કારણે ગામડાનું સામર્થ્ય જે રીતે બહાર આવવું જોઇએ તે રીતે બહાર આવ્યુ જ નહીં. ગામડામાં રહેતા ગરીબ અને મધ્યવર્ગના પરિવાર હવે અમે ગુજરાતી માધ્યમમાં મેડિકલનું શિક્ષણ કરી દીધુ છે. તેથી તેમના બાળકોને પણ ડોક્ટર બનાવશે. જેના કારણે હવે ગામડામાં પણ તાકાત આવવાની છે.

 • 24 Nov 2022 04:36 PM (IST)

  બાવળાની સભામાં લીલાબાને યાદ કરી PM થયા ભાવુક

  વડાપ્રધાને બાવળામાં સભા સંબોધન દરમિયાન લીલાબાને યાદ કર્યા. તેમણે કહ્યુ કે લીલાબાને મળવાની મળવાની ઇચ્છા હતી. પણ 104 વર્ષના માણેક બાએ આજે મને અહીં આવીને આશીર્વાદ આપ્યો. આ મારુ સૌભાગ્ય છે કે એમણે મને લીલા બાની ખોટ ન સાલે તે માટે 104 વર્ષની ઉંમરે અહીં આવીને મને આશીર્વાદ આપ્યા. એ આપડી શક્તિ છે અને એ જ આપડી પુંજી છે.

 • 24 Nov 2022 04:14 PM (IST)

  ચૂંટણીના જંગમાં અનેક ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

  ગુજરાત વિધાનસભા ચૂંટણીના જંગમાં અનેક ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પ્રથમ તબક્કાની ચૂંટણીના 788 પૈકી 167 ઉમેદવાર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેમાં પણ પ્રથમ તબક્કાના 100 ઉમેદવાર સામે ગંભીર ગુના નોંધાયેલા છે. જ્યારે 9 ઉમેદવાર સામે મહિલાઓ પર અત્યાચાર અંગેના ગુના દાખલ થયેલા છે. ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારોમાં આમ આદમી પાર્ટી સૌથી આગળ છે. AAPના 88 પૈકી 26 ઉમેદવાર સામે ગુના નોંધાયેલા છે. જ્યારે ભાજપના 89 પૈકી 11 અને કોંગ્રેસના 18 ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ છે. તો અને BTP ના 14 ઉમેદવારો પૈકી 1 સામે ગુનો નોંધાયેલો છે. જો ટકાવારી પ્રમાણે જોઈએ તો AAPના સૌથી વધારે 30 ટકા ઉમેદવાર સામે ગુના છે. જ્યારે કોંગ્રેસના 18 ટકા ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ છે. ભાજપના 12 ટકા ઉમેદવાર સામે ગુના દાખલ થયેલા છે અને BTPના 7 ટકા ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

 • 24 Nov 2022 04:12 PM (IST)

  ધંધુકા: ભાજપના પ્રચાર અર્થે ગયેલા કેન્દ્રીય મંત્રીને કડવો અનુભવ

  ગુજરાતની ચૂંટણીમાં ભાજપના કેન્દ્રીય નેતાઓ ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કેટલીક જગ્યાએ ભાજપના કેન્દ્રીય નેતાઓને કડવો અનુભવ પણ થઇ રહ્યો છે. આવો જ એક કડવો અનુભવ કેન્દ્રીય મંત્રી એલ,મુરુગનને ધંધુકામાં થયો છે. કેન્દ્રીય મંત્રી એલ.મુરુગન રાણપુરના જાળીલા ગામે ભાજપના ઉમેદવાર કાળુ ડાભીના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરવા ગયા હતા. સ્થાનિકોએ સિંચાઈના પાણીની સમસ્યાને લઈને કેન્દ્રીય મંત્રીને ઘેર્યા હતા તથા તેમને સમસ્યાને લઇને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરી હતી. આ સાથે મતદાન પહેલા સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે.

 • 24 Nov 2022 03:41 PM (IST)

  દહેગામ, કલોલ અને ગાંધીનગર ગુજરાતની ગતિવિધીને દોડાવનારું કેન્દ્ર બનશે-PM મોદી

  હાલમાં તો ગાંધીનગર જિલ્લામાં ગામડુ અને શહેર જુદા પાડવા જ મુશ્કેલી જેવુ થઇ ગયુ છે. એ દિવસ દુર નહીં હોય જ્યારે ગાંધીનગર અને દહેગામ ટ્વીન સિટી હશે. ગાંધીનગર અને કલોલ ટ્વીન સિટી હશે. સ્થિતિ એવી હશે કે દહેગામ, કલોલ અને ગાંધીનગર આ ત્રિકોણ આખા ગુજરાતની ગતિવિધીને દોડાવનારું કેન્દ્ર બની જશે. જે ગિફટ સિટીનો વિકાસ થશે. ત્યાં બે લાખ લોકો કામ કરવાના છે. જે બધા રહેવા દહેગામ જ આવવાના છે.

 • 24 Nov 2022 03:40 PM (IST)

  ગુજરાતના ગામડાઓમાં પણ શહેર જેવી સુવિધાવાળા બનશે: PM મોદી

  20-25 વર્ષ પહેલા પંચાયતોનું બજેટ આખા ગુજરાતનું બજેટ 100 કરોડ રુપિયા હતુ. આજે તે બજેટ સાડા ત્રણ હજાર કરોડ રુપિયા છે. એમાં પણ કેન્દ્ર સરકાર મોકલે એ રકમ જુદી છે.ગુજરાતના ગામડાઓમાં પણ શહેર જેવી સુવિધા બને તે દિશામાં કામ આગળ વધી રહ્યુ છે.

 • 24 Nov 2022 03:26 PM (IST)

  આપણે અર્થ વ્યવસ્થામાં પ્રથમ ત્રણ સ્થાનમાં આવતા વાર નહીં લાગે: PM મોદી

  2014માં આપણી અર્થવ્યવસ્થા દસમાં નંબર પર હતી. જો કે આજે આપણી અર્થવ્યવસ્થા પાંચમા નંબરે છે. 250 વર્ષ સુધી જેણે આપણા ઉપર રાજ કર્યુ હતુ, પહેલા પાંચ નંબરમાં એ હતા. જો કે હવે તેમને પાછળ પાડીને આપણે પાંચમાં નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. તેની પણ ખુશી છે. હવે આખી દુનિયા કહે છે કે ભારતને પ્રથમ ત્રણ સ્થાનમાં અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ પહોંચતા વાર નહીં લાગે.

 • 24 Nov 2022 02:59 PM (IST)

  20 વર્ષમાં ગુજરાત જાણે સંકટોમાંથી બહાર નીકળી ગયુ: PM મોદી

  દહેગામમાં વડાપ્રધાને સભામાં જણાવ્યુ કે, ગુજરાતમાં અમે જે 20 વર્ષમાં કર્યુ છે. તેના કારણે ગુજરાતમાં પાણી, વીજળી, રસ્તા એ વિષયો ગુજરાતે જાણે આત્મસાધ કરી લીધા છે. ગુજરાત જાણે સંકટોમાંથી બહાર નીકળી ગયુ છે. 20-25 વર્ષ પહેલા ગુજરાતમાં મુળભૂત સુવિધાઓના વિકાસ તરફ અમે ધ્યાન આપ્યુ અને દેશમાં એક અગ્રણી રાષ્ટ્ર તરીકે ઉભર્યુ,

 • 24 Nov 2022 02:40 PM (IST)

  સી.આર.પાટીલે કચ્છ જિલ્લા ભાજપના હોદ્દેદારો સાથે બેઠક યોજી

  ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કચ્છ જિલ્લા ભાજપના હોદ્દેદારો સાથે બેઠક યોજી. ભુજની હોટલમાં તેમણે હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠક યોજી. કચ્છમાં ભાજપની વર્તમાન સ્થિતિ જાણવા પ્રદેશ પ્રમુખે હાથ ધરી કવાયત..પાટીલે દાવો કર્યો કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો રેકોર્ડબ્રેક બેઠકથી વિજય થશે.

 • 24 Nov 2022 02:26 PM (IST)

  યુથ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી બ્રિજેશ પટેલે કર્યા કેસરિયા

  ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા જ કોંગ્રેસમાં મોટુ ભંગાણ પડ્યું. યુથ કોંગ્રેસ અને NSUIમાંથી રાજીનામું આપનારા ટોચના હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે. યુથ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી બ્રિજેશ પટેલે પોતાના સમર્થકો સાથે કેસરિયા કર્યા. યુથ કોંગ્રેસ અને NSUIના સૂરજ ડેર, રવિ વેકરીયા સહિતના આગેવાનો પણ ભાજપમાં જોડાયા. તો ઉત્તર ગુજરાતના પાસ કન્વીનર ઉદય પણ ભાજપમાં જોડાયા. ગાંધીનગરમાં ભાજપ કાર્યલય કમલમ ખાતે પ્રદેશ હોદ્દેદારોએ તમામનું કેસરિયો ખેસ અને ટોપી પહેરાવીને પક્ષમાં સ્વાગત કરવામાં આવ્યું.

 • 24 Nov 2022 02:24 PM (IST)

  કરણી સેનાના રાજ શેખાવત ભાજપમાં જોડાયા

  ચૂંટણી પહેલા વિવિધ આગેવાનો ભાજપમાં જોડાઇ રહ્યા છે. ત્યારે કરણી સેનાના રાજ શેખાવત પણ ભાજપમાં જોડાયા છે. તેઓએ પોતાના સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જમાલપુર-ખાડિયા વિસ્તાર તેઓ પ્રચાર માટે કરી શકે છે. જમાલપુર-ખાડિયા બેઠકમાં  મારવાડી,ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ ધરાવે છે. ત્યારે તેઓ આ વિસ્તારમાં પ્રચાર કરવા ગયા છે. તાજેતરમાં રાજ શેખાવત ડી જી વણઝારા સાથે રાજનીતિક પક્ષમાં સાથે જોવા મળ્યા હતા.

 • 24 Nov 2022 02:08 PM (IST)

  Gujarat Election 2022 : અનેક ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

  ગુજરાત વિધાનસભા ચૂંટણીના જંગમાં અનેક ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પ્રથમ તબક્કાની ચૂંટણીના 788 પૈકી 167 ઉમેદવાર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેમાં પણ પ્રથમ તબક્કાના 100 ઉમેદવાર સામે ગંભીર ગુના નોંધાયેલા છે. જ્યારે 9 ઉમેદવાર સામે મહિલાઓ પર અત્યાચાર અંગેના ગુના દાખલ થયેલા છે.  ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારોમાં આમ આદમી પાર્ટી સૌથી આગળ છે. AAPના 88 પૈકી 26 ઉમેદવાર સામે ગુના નોંધાયેલા છે. જ્યારે ભાજપના 89 પૈકી 11 અને કોંગ્રેસના 18 ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ છે.  તો અને BTP ના 14 ઉમેદવારો પૈકી 1 સામે ગુનો નોંધાયેલો છે. જો ટકાવારી પ્રમાણે જોઈએ તો AAPના સૌથી વધારે 30 ટકા ઉમેદવાર સામે ગુના છે. જ્યારે કોંગ્રેસના 18 ટકા ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ છે. ભાજપના 12 ટકા ઉમેદવાર સામે ગુના દાખલ થયેલા છે અને BTPના 7 ટકા ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

 • 24 Nov 2022 01:37 PM (IST)

  વીજળી માટે કોંગ્રેસની સરકારે ગોળીઓ વરસાવી - PM મોદી

  PM મોદીએ કહ્યું કે, વીજળી માટે કોંગ્રેસ સરકારે અરવલ્લીના યુવાનો પર ગોળીઓ વરસાવી હતી. ઉપરાંત કહ્યું કે, વીજળી સસ્તી કરવાનો જમાનો ગયો. હવે વીજળી વેચવાનો સમય આવી ગયો છે. સોલાર એનર્જી આવ્યા બાદ હવે વીજળી જ વીજળી છે. તો અરવલ્લી જિલ્લામાં તમામ રેકોર્ડ તોડવાનો હૂંકાર ભર્યો હતો.

 • 24 Nov 2022 01:33 PM (IST)

  ગુજરાતને પાણીના સંકટમાંથી બહાર લાવ્યા - PM મોદી

  તો વધુમાં મોડાસામાં PM મોદીએ કહ્યું કે, અમે ગુજરાતને પાણીના સંકટમાંથી બહાર લાવ્યા. 70 હજાર કિલોમીટર લાંબી નહેર બનાવવામાં આવી.જ્યાં એક પાક લેવાની સમસ્યા હતી, ત્યાં ખેડૂતો 2-3 પાક લેતા થયા છે.

 • 24 Nov 2022 01:27 PM (IST)

  કોંગ્રેસ પર વડાપ્રધાન મોદીએ કર્યા આકરા પ્રહાર

  આ સાથે વડાપ્રધાન મોદીએ નામ લીધા વગર અશોક ગેહલોત પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, જે રાજસ્થાનમાં કોંગ્રેસ ભલુ નથી કરી શકી તો ગુજરાતમાં ક્યાંથી કરશે ? અમે 20 વર્ષમાં વીજળી અને પાણી માટે કામ કર્યું છે. ગરીબોના આરોગ્યની ચિંતા પણ સરકારે કરી. 70 હજાર કરતા વધુ લોકોએ આયુષ્ય માન યોજનાનો લાભ લીધો. કોંગ્રેસ પણ આ માટે કામ કરી શકતી હતી, પણ ન કર્યું.

 • 24 Nov 2022 01:20 PM (IST)

  ઉત્તર ગુજરાતે નક્કી કર્યું છે કે આ વખતે 100 ટકા ભાજપને મત - PM મોદી

  મોડાસામાં PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે, આખા ઉત્તર ગુજરાતે નક્કી કર્યું છે કે આ વખતે 100 ટકા ભાજપને મત. અમારે વિકાસના રસ્તે જ જવુ છે, મતના રસ્તે નહીં. આ સાથે વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. ભાગલા પાડો અને રાજ કરોની કોંગ્રેસની નિતી છે.

 • 24 Nov 2022 12:54 PM (IST)

  Gujarat Election : યુથ કોંગ્રેસ અને NSUI માંથી રાજીનામું આપનારા આગેવાનો ભાજપમાં જોડાશે

  યુથ કોંગ્રેસ અને NSUIમાંથી રાજીનામું આપનારા આગેવાનો ભાજપમાં જોડાશે. ગાંધીનગર કમલમ ખાતે યુથ કોંગ્રેસ, NSUI આગેવાનો કેસરિયો ખેસ પહેરશે. આપને જણાવી દઈએ કે, સૂરજ ડેર, બ્રિજેશ પટેલ, રવિ વેકરીયા સહિતના આગેવાનો ભાજપમાં જોડાશે.

 • 24 Nov 2022 12:11 PM (IST)

  Gujarat Election 2022 : સુરતમાંથી મળેલ રોકડ મામલે નૈષધ દેસાઈએ કોંગ્રેસ કનેક્શનનો કર્યો ઈનકાર

  75 લાખની રોકડમાં કોંગ્રેસનું કનેક્શન હોવાનો પાર્ટીએ ઈનકાર કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા નૈષધ દેસાઈએ ભાજપ સરકાર કાવતરાનો આરોપ લગાવ્યો છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપ પાસે કોઈ મુદ્દા ન હોવાથી ટાર્ગેટ કરે છે..કોંગ્રેસ પાર્ટીના અધિકૃત નાણા હશે તો પાર્ટી હાઈકમાન્ડ પોતાનું નિવેદન ઈન્કમટેક્સ વિભાગ સમક્ષ રજૂ કરશે. પરંતુ ઈન્કમટેક્સ વિભાગ અને ચૂંટણી પંચ તરફથી પાર્ટીને કોઈ નોટિસ આપવામાં નથી આવી. જોકે નૈષધ દેસાઈએ એ વાતનો સ્વીકાર કર્યો કે ઉદય ગુર્જર રાજસ્થાન કોંગ્રેસના કાર્યકર છે. તેઓ પાર્ટીની સેવા માટે ઘણા સમયથી સુરત આવેલા છે.

 • 24 Nov 2022 12:07 PM (IST)

  Gujarat Election 2022 : કરણી સેનાના રાજ શેખાવત આજે ભાજપમાં જોડાશે

  ગાંધીનગરમાં કરણી સેનાના રાજ શેખાવત આજે ભાજપમાં જોડાશે. તો સાથે જ સમર્થકો કેસરિયા કરશે. જમાલપુર-ખાડિયા વિસ્તાર માટે પ્રચાર કરી શકે છે. જમાલપુર-ખાડિયા સીટમાં સમાવિષ્ટ મારવાડી,ક્ષત્રિય સમાજમાં પ્રભુત્વ ધરાવે છે. તાજેતરમાં જ રાજ શેખાવત ડી જી વણઝારા સાથે રાજનીતિક પક્ષમાં સાથે જોવા મળ્યા હતા.

 • 24 Nov 2022 12:01 PM (IST)

  Gujarat Election : અમરેલીમાં સંતવાણી કાર્યક્રમમાં ત્રણેય પક્ષના ઉમેદવાર સાથે જોવા મળ્યા

  અમરેલીના સાવરકુંડલા માનવ મંદિર ખાતે યોજાયેલી સંતવાણીમાં ત્રણેય ઉમેદવાર પહોંચ્યા હતા. ભાજપના મહેશ કસવાળા, કૉંગ્રેસના પ્રતાપ દુધાત અને AAPના ભરત નાકરાણી સંતવાણીમાં પહોંચ્યા હતા.  તમામ ઉમેદવારોએ ભક્તિબાપુના આશીર્વાદ લીધા હતા.. ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારોએ એકસાથે સંતવાણીમાં લોકો વચ્ચે બેઠા હતા. ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારોએ હાથ મેળવીને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.

 • 24 Nov 2022 11:46 AM (IST)

  આ વખતે બધા રેકોર્ડ તોડવાના છે - PM મોદી

  તો વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ વખતે  ચૂંટણીમાં બધા રેકોર્ડ તોડવાના છે. બનાસકાંઠામાં 100 ટકા કમળ ખીલાવીએ. બનાસકાંઠા પર મારો હક પણ છે.

 • 24 Nov 2022 11:42 AM (IST)

  પશુધનની સમુદ્ધિ થાય તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે - PM મોદી

  તો વધુમાં PM મોદીએ કહ્યું કે, પશુધનની સમુદ્ધિ થાય તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. પશુઓને બીમારીથી બચાવવા રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યુ. તો વધુમાં કહ્યું કે કોરોના કાળમાં સરકારે ગરીબોની ચિંતા કરી. 80 કરોડથી વધુ લોકોને મફત અનાજ આપવામાં આવી રહ્યું છે.

 • 24 Nov 2022 11:34 AM (IST)

  એક દિવસ એવો હશે જ્યારે ગુજરાત હાઈડ્રોજનનું હબ બનશે - PM મોદી

  તો વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે,  સરહદી વિસ્તારોના ગામનું વિકાસનું કામ ઉપાડ્યુ છે. એક દિવસ એવો હશે જ્યારે ગુજરાત હાઈડ્રોજનનું હબ બનશે. સોલાર એનર્જીનું અભિયાન ચલાવવા જઈ રહ્યા છીએ. પહેલાના સમયે ઉત્તર ગુજરાત પાણી માટે વલખા મારતા હતા. જ્યારે હું સુજલામ સુફલામ યોજનાની વાત કરતો તો લોકો હસતા. આજે સુજલામ સુફલામ યોજનાને કારણે પાણીની સમસ્યાઓ દુર થઈ છે. તો ગુજરાતની પ્રગતિમાં પાણી અને વીજળી હોવાનુ પણ જણાવ્યુ છે.

 • 24 Nov 2022 11:29 AM (IST)

  પાલનપુરમાં પાંચ 'પ' પર જ ધ્યાન - PM મોદી

  વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે,પર્યાવરણ, પર્યટન, પાણી, ,પશુધન, પોષણ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનુ છે. ઉત્તર ગુજરાતમાં વિકાસની અનેક સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં પર્યટન માટે શું નથી ? અંબાજી ધામમાં પર્યટકોની સંખ્યા વધી રહી છે.  ધરોઈ ડેમથી અંબાજી મંદિર સુધી ઈકો ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ વિકસાવવાની દિશામાં કામ ચાલી રહ્યું છે.

 • 24 Nov 2022 11:24 AM (IST)

  બનાસકાંઠામાં વાતાવરણ વાવાઝોડાનું છે - PM મોદી

  પાલનપુરમાં સંબોધન કરતા PM મોદીએ કહ્યું કે, બનાસકાંઠામાં લોકોએ બધી જગ્યાએ કમળ ખીલવવાનું નક્કી કર્યું છે. આ વખતે વાતાવરણ વાવાઝોડાનું છે. આ ચૂંટણી કોણ ધારાસભ્ય બને કે ન બને, સરકાર કોની બને કે બને એની નથી. આ ચૂંટણી આગામી 25 વર્ષનું ભવિષ્ય નક્કી કરશે.

 • 24 Nov 2022 09:48 AM (IST)

  Gujarat Election 2022 : દહેગામમાં PM મોદીની સભાને લઇને તડામાર તૈયારીઓ

  ગાંધીનગરના દહેગામમાં PM મોદીની જંગી જાહેર સભા યોજાશે. બપોરે 1 વાગ્યે રાજભવન હિલ્સ પાસેના મેદાનમાં જાહેર સભાને લઇને જિલ્લા ભાજપની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સભા સ્થળની પાસે આવેલા મેદાનમાં હેલિપેડ પણ તૈયાર કરાયું છે. PM મોદી જિલ્લાની 5 બેઠકોના મતદારોને સંબોધશે. PM મોદીની જંગી જાહેર સભાને લઇને પોલીસ વિભાગે પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે.

 • 24 Nov 2022 09:46 AM (IST)

  Gujarat Election Live : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રાંતિજની ઓચિંતી મુલાકાત લીધી

  મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગત રાત્રે સાબરકાંઠાના પ્રાંતિજની ઓચિંતી મુલાકાત લીધી. તેઓ અચાનક જ ભાજપ કાર્યાલય પર પહોંચી ગયા હતા. જ્યાં પ્રાંતિજ બેઠકના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ પ્રધાન જયસિંહ ચૌહાણ સહિત કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. તેમણે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. તેઓ થોડી મિનિટો માટે જ ભાજપ કાર્યાલય પર રોકાયા હતા.

 • 24 Nov 2022 09:44 AM (IST)

  Gujarat Election 2022 : ઉપલેટામાં કોંગ્રેસને ઝટકો લાગ્યો

  રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. ભાજપના ઉમેદવાર મહેન્દ્ર પાડલિયાના વતન મોટી પાનેલીમાં કોંગ્રેસમાં ભંગાણ થયું છે. ગામમાં ભાજપના ચૂંટણી કાર્યાલયની ઉદઘાટન સમયે કોંગ્રેસના આગેવાનોએ કેસરિયા કર્યા છે. ગામના સરપંચ સહિત મુસ્લિમ સમાજ અને દલિત સમાજે ભાજપને સમર્થન જાહેર કર્યું છે. લોકોનો આક્ષેપ છે કે કોંગ્રેસે ગામમાં કોઈપણ પ્રકારના વિકાસ કાર્યો કર્યા નથી. ઉપરાંત અત્યાર સુધી કોંગ્રેસના કોઈ નેતાના ફોન પણ આવ્યા નથી. જેથી તેઓ નારાજ થઈને ભાજપમાં જોડાઈ રહ્યા છે.

 • 24 Nov 2022 09:42 AM (IST)

  Gujarat Assembly Election : મંચ પર PM મોદીએ માંજલપુર બેઠકના ઉમેદવાર સાથે કરી વાતચીત

  ગઈકાલે વડોદરામાં પીએમ મોદીની જાહેરસભા હતી.  આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માંજલપુર બેઠકના ઉમેદવાર યોગેશ પટેલને બોલાવીને પૂછ્યું બધુ બરાબર છે ને ? સાથે જ વધુમાં વધુ મતોથી જીતવાની શુભેચ્છા પણ આપી. આ દરમિયાન પીએમ મોદીએ યોગેશ પટેલને બે વખત પોતાની પાસે બોલાવ્યા હતા. અને ચૂંટણી જીતવાનું જાણે વચન માગી લીધુ હતું. તેમણે યોગેશ પટેલને સવાલ કર્યો હતો કે સારા મતથી જીતશોને ? જેના જવાબમાં યોગેશ પટેલે હા પાડી હતી.

 • 24 Nov 2022 09:39 AM (IST)

  ગુજરાત ઈલેક્શન 2022 : PM મોદી ગુજરાતમાં 4 જનસભાને સંબોધશે

  ગુજરાતના ગઢને સર કરવા ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. PM મોદી ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરીને તાબડતોડ ચૂંટણી સભા ગજવી રહ્યા છે, ત્યારે PM મોદી પોતાના ગુજરાત પ્રવાસના બીજા દિવસે પણ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. PM મોદી પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત ઉત્તર ગુજરાતના પાલનપુરથી કરશે. પાલનપુરમાં જંગી જનસભા ક ર્યા બાદ મોડાસા, દહેગામ અને છેલ્લે બાવળામાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરીને PM મોદી મતદારોને રીઝવશે.

 • 24 Nov 2022 09:38 AM (IST)

  Gujarat Election : સુરતમાંથી ઝડપાયેલી લાખોની રોકડ અંગે કોંગ્રેસ કનેક્શન આવ્યું સામે

  સુરતના મહિધરપુરામાં કારમાંથી ઝડપાયેલી લાખોની રોકડનું આખરે કોંગ્રેસ કનેક્શન સામે આવ્યું છે. ઝડપાયેલા બે આરોપીમાંથી ઉદય ગુર્જર નામનો શખ્સ કોંગ્રેસ સાથે સંકળાયેલો છે. તે રાજસ્થાન યુથ કોંગ્રેસ સાથે સીધી રીતે સંકળાયેલો છે. અશોક ગેહલોત હોય કે પછી રઘુ શર્મા દરેક સાથે તે જોવા મળે છે. તે રાહુલ ગાંધી ગાંધીની સભામાં પણ હાજર હતો. મહત્વનું છે કે ગઈકાલે જ સુરત શહેર ભાજપના નેતા નૈષધ દેસાઈએ કારમાંથી 75 લાખની રોકડ મળવાની ઘટનાને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું હતું. જોકે ગણતરીના કલાકોમાં જ કોંગ્રેસની પોલ ખુલી ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે.  મહત્વનું છે કે ગઈકાલે જે કારમાંથી રૂપિયા મળ્યા હતા તે કારમાં કોંગ્રેસના પેમ્ફલેટ્સ પણ હતા.. જેને પગલે એવી શક્યતા સેવાઈ રહી હતી કે લાખોની રોકડનું કનેક્શન કોંગ્રેસ સાથે હોઈ શકે છે. જોકે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે 75 લાખની રોકડનું કોંગ્રેસ સાથે કનેક્શન છે

Published On - Nov 24,2022 9:29 AM

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati