AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતોને આ પાકની ખેતીથી થશે લાખો રૂપિયાની કમાણી, જાણો તેની સુધારેલી જાત અને ખેતી પદ્ધતિ વિશે

રાજમા એક પોષક તત્વોથી ભરપૂર કઠોળનો પાક છે અને તેની માગ પણ બજારમાં રહે છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દ્વારા રવી સિઝનમાં મેદાની વિસ્તારોમાં રાજમાની ખેતી શરૂ કરવામાં આવી છે. જો ખેડૂતો રાજમાની સુધારેલી જાતોની ખેતી કરશે તો તેમની આવકમાં વધારો થશે. ચાલો જાણીએ રાજમાની સુધારેલી જાત અને ખેતી પદ્ધતિ વિશે વિગતવાર.

ખેડૂતોને આ પાકની ખેતીથી થશે લાખો રૂપિયાની કમાણી, જાણો તેની સુધારેલી જાત અને ખેતી પદ્ધતિ વિશે
Rajma Farming
| Updated on: Nov 26, 2023 | 4:27 PM
Share

ખેડૂતો પરંપરાગત પાકોની સાથે જુદા-જુદા બાગાયતી અને કઠોળ પાકની પણ ખેતી કરી રહ્યા છે. રાજમા એક પોષક તત્વોથી ભરપૂર કઠોળનો પાક છે અને તેની માગ પણ બજારમાં રહે છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દ્વારા રવી સિઝનમાં મેદાની વિસ્તારોમાં રાજમાની ખેતી શરૂ કરવામાં આવી છે. જો ખેડૂતો રાજમાની સુધારેલી જાતોની ખેતી કરશે તો તેમની આવકમાં વધારો થશે. ચાલો જાણીએ રાજમાની સુધારેલી જાત અને ખેતી પદ્ધતિ વિશે વિગતવાર.

રાજમાની સુધારેલી જાત

રાજમાની ખેતી દ્વારા વધારે ઉત્પાદન અને નફો કમાવવા માટે ખેડૂતોએ રાજમાની સુધારેલી જાતોનું વાવેતર કરવું જોઈએ. રાજમાની સુધારેલી જાતોની વાત કરીએ તો PDR-14 (ઉદય), માલવિયા-137, VL-63, અંબર (IIPR-96-4), ઉત્કર્ષ (IIPR-98-5) અને અરુણ છે.

ખેતી માટે જમીન અને વાવણીની વિગતો

રાજમાંની ખેતી માટે લોમી અને હલકી લોમી જમીન વધારે સારી છે. આ ઉપરાંત પાણીના નિકાલ માટે સારી વ્યવસ્થા પણ હોવી જોઈએ. ખેડૂતોએ 2-3 ખેડાણ કરીને ખેતર તૈયાર કરવું. વાવેતર સમયે જમીનમાં પૂરતો ભેજ હોવો પણ જરૂરી છે. થાઈરમ સાથે બીજની માવજત કર્યા બાદ 120 થી 140 કિગ્રા પ્રતિ હેક્ટર નાખવું જોઈએ.

ખાતર અને સિંચાઈની વિગત

રાજમામાં રાઈઝોબિયમની ગેરહાજરીને કારણે નાઈટ્રોજનની વધારે જરૂર રહે છે. હેક્ટર દીઠ 120 કિલો નાઈટ્રોજન, 60 કિલો ફોસ્ફેટ અને 30 કિલો પોટાશ આપવું જરૂરી છે. 60 કિલો નાઈટ્રોજન અને ફોસ્ફેટ અને પોટાશનો સંપૂર્ણ જથ્થો વાવેતર સમયે આપવો. પ્રતિ હેક્ટર 20 કિલો સલ્ફર આપવાથી સારા પરિણામો જોવા મળે છે.

30 અને 50 દિવસે 2 ટકા યુરિયા દ્રાવણનો છંટકાવ કરવાથી પાક ઉત્પાદનમાં વધારો થાય છે. રાજમાને 2-3 વખત સિંચાઈની જરૂરિયાત રહે છે. પ્રથમ પિયત વાવેતરના 4 અઠવાડિયા બાદ કરવું. અનુગામી પિયત એક મહિનાના અંતરે કરવું જોઈએ.

આ પણ વાંચો : કપાસની ખેતી કરતા ખેડૂતો માટે રાહતના સમાચાર, રોગ-જીવાતના નિયંત્રણ માટે સરકાર આપશે સબસિડી

રોગ-જીવાત નિયંત્રણ

પાંદડા પર મોઝેક દેખાય કે તરત જ ડાયમેથેટ 30 ટકા EC અથવા ઈમિડાક્લોપ્રિડ 17.8 ટકા S.L. 250 મિલી ને 500-600 લીટર પાણીમાં ઓગાળી તેનો છંટકાવ કરવાથી સફેદ માખીનું નિયંત્રણ થાય છે. તેના દ્વારા આ રોગનો ફેલાવતો અટકાવી શકાય છે. રોગગ્રસ્ત છોડને દૂર કરવો જેથી રોગ વધારે ફેલાય નહીં.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">