AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કપાસની ખેતી કરતા ખેડૂતો માટે રાહતના સમાચાર, રોગ-જીવાતના નિયંત્રણ માટે સરકાર આપશે સબસિડી

કપાસના પાકને ગુલાબી ઈયળથી બચવા માટે રાજ્ય સરકારે ખેડૂતો માટે એડવાઈઝરી જાહેર કરી છે. કૃષિ વિભાગના જણાવ્યા મઅનુસાર, સૂક્ષ્મ પોષક તત્ત્વો અને સંકલિત જીવાત નિયંત્રણ માટે એગ્રીકલ્ચર ઈનપુટ્સ પર એક એકરે 50 ટકા અથવા 2,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે વધારેમાં વધારે 2 એકર સુધી સબસિડી તરીકે આપવામાં આવશે.

કપાસની ખેતી કરતા ખેડૂતો માટે રાહતના સમાચાર, રોગ-જીવાતના નિયંત્રણ માટે સરકાર આપશે સબસિડી
Cotton Farming
| Updated on: Nov 25, 2023 | 6:49 PM
Share

કપાસની ખેતી કરતા ખેડૂતો હાલમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. કારણ કે ગુલાબી ઈયળના પ્રકોપથી કપાસના પાકને ભારે નુકસાન થયું છે. આ મુશ્કેલીના સમયમાં ખેડૂતોની મદદ માટે હરિયાણા સરકારે એક મોટું પગલું ભર્યું છે. રાજ્ય સરકાર કપાસના વધુ ઉત્પાદન અને જીવાત સામે રક્ષણ માટે સૂક્ષ્મ પોષક તત્ત્વો અને સંકલિત જીવાત નિયંત્રણ અપનાવવા માટે ખેડૂતોને 4,000 રૂપિયા સુધીની ગ્રાન્ટ આપી રહી છે.

સરકારે ખેડૂતો માટે એડવાઈઝરી જાહેર કરી

કપાસના પાકને ગુલાબી ઈયળથી બચવા માટે રાજ્ય સરકારે ખેડૂતો માટે એડવાઈઝરી જાહેર કરી છે. તે મુજબ કપાસના પાકને ગુલાબી ઈયળથી બચાવવા ખેડૂતોએ સતત ખેતરોની દેખરેખ રાખવી જોઈએ. ખેતરમાં કપાસના ડુંડીઓનો ઢગલો કરવો નહીં. કપાસને ઘરે લઈ જઈને ઢગલો બનાવવાને બદલે ઊભો રાખો અને તેને ઢાંકીને રાખો.

એક એકર પર 2000 રૂપિયાની સબસિડી

સરકારના કૃષિ વિભાગના જણાવ્યા મઅનુસાર, સૂક્ષ્મ પોષક તત્ત્વો અને સંકલિત જીવાત નિયંત્રણ માટે એગ્રીકલ્ચર ઈનપુટ્સ પર એક એકરે 50 ટકા અથવા 2,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે વધારેમાં વધારે 2 એકર સુધી સબસિડી તરીકે આપવામાં આવશે.

અધિકૃત વિક્રેતાઓ પાસેથી ખેતીનો સામાન ખરીદવો

ચૌધરી ચરણ સિંહ હરિયાણા કૃષિ યુનિવર્સિટી, હિસારની ભલામણ અનુસાર, ખેડૂતોએ સરકારી, અર્ધ-સરકારી કે સહકારી મંડળીઓ અથવા અધિકૃત વિક્રેતાઓ પાસેથી ખેતી માટેનો સામાન ખરીદવો જોઈએ. તેને ચેક કરવા માટે વિભાગના પોર્ટલ પર સૂક્ષ્મ પોષક તત્વો અને સંકલિત જીવાત નિયંત્રણના બિલો અપલોડ કરવા જોઈએ. આ અંગે વધારે જાણકારી માટે 1800-180-2117 નંબર અથવા નાયબ ખેતી નિયામકની કચેરીનો સંપર્ક કરવો જોઈએ.

આ પણ વાંચો : ખેડૂતો માટે સારા સમાચાર, દરિયાઈ માર્ગે થશે ફળ અને શાકભાજીની નિકાસ, થશે ડબલ ફાયદો

આ રીતે પોર્ટલ પર બિલ અપલોડ કરો

સબસિડી માટે બિલ અપલોડ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર, 2023 છે. બિલ અપલોડ કરવા માટે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ https://agriharyana.gov.in પર જાઓ. અહીં ફાર્મર કોર્ન પર ક્લિક કરો અને લોગિન કર. સ્કીમ સિલેક્ટ કર્યા બાદ તમારો મોબાઈલ નંબર એન્ટર કરો અને બિલ અપલોડ કરો.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">