Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ સહિત દેશમાં 20 જગ્યા પર EDનું સર્ચ ઓપરેશન, ગેરકાયદેસર રીતે કરતા હતા મેચનું લાઈવ સ્ટ્રીમિંગ

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, અમદાવાદમાં નોંધાયેલ એફઆઇઆરમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે વેબસાઇટ: https://magicwin.games/ એ ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024નું અનધિકૃત રીતે streamed/broadcasted કર્યું હતું. magicwin એક એવી વેબસાઈટ કે એપ્લિકેશન છે જે કોઈપણ ઈન્ટરનેટ બ્રાઉઝર (મોબાઈલ, સ્માર્ટ ટીવી, કોમ્પ્યુટર વગેરે) સાથે જોડાયેલ છે, જેના દ્વારા કંપનીની પેઈડ કન્ટેન્ટનું પ્રસારણ થાય છે અને દર્શકોને તેને મફતમાં જોવાની મંજૂરી આપે છે.

Follow Us:
| Updated on: Aug 19, 2024 | 10:55 PM

અમદાવાદમાં ડિરેક્ટોરેટ ઑફ એન્ફોર્સમેન્ટ (ED), અમદાવાદ ઝોનલ ઑફિસે સાયબર ક્રાઈમ પોલીસ અમદાવાદના સહયોગથી દિલ્હી સહીત 20 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, દેશમાં દિલ્હી NCR, બેંગલુરુ, લખનૌ અને કોઈમ્બતુરમાં મેજિકવિન અને અન્યના કેસમાં પ્રિવેન્શનની જોગવાઈઓ હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

ક્રિકેટ મેચોના પ્રસારણના અધિકારો Star India Pvtને આપવામાં આવ્યા

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, અમદાવાદમાં નોંધાયેલ એફઆઇઆરમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે વેબસાઇટ: https://magicwin.games/ એ ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024નું અનધિકૃત રીતે streamed/broadcasted કર્યું હતું. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ક્રિકેટ મેચોના પ્રસારણના અધિકારો Star India Pvtને આપવામાં આવ્યા હતા. પરંતુ મેજીક વિન દ્વારા ગેરકાયદેસર રીતે લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવતું હતું.

મેચો ગેરકાયદેસર રીતે પ્રસારિત કરી હતી

magicwin એક એવી વેબસાઈટ કે એપ્લિકેશન છે જે કોઈપણ ઈન્ટરનેટ બ્રાઉઝર (મોબાઈલ, સ્માર્ટ ટીવી, કોમ્પ્યુટર વગેરે) સાથે જોડાયેલ છે, જેના દ્વારા કંપનીની પેઈડ કન્ટેન્ટનું પ્રસારણ થાય છે અને દર્શકોને તેને મફતમાં જોવાની મંજૂરી આપે છે. સ્ટાર ઇન્ડિયાના પ્રતિનિધિ દાખલ કરાયેલ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે મેજિકવિને 07.06.2024ના રોજ કેનેડા વિ. આયર્લેન્ડ અને 09.06.2024ના રોજ ભારત વિરુદ્ધ પાકિસ્તાનની ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024ની ક્રિકેટ મેચો https://ss47.live/ લિંક દ્વારા ગેરકાયદેસર રીતે પ્રસારિત કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 30-03-2025
શુભમન ગિલે IPLમાં નવો રેકોર્ડ બનાવ્યો
ભારતના 100 રૂપિયા બેંગકોકમાં જઈ કેટલા થઈ જાય ?
Cheapest Mobile : 15 હજારથી ઓછી કિંમતમાં કયા સ્માર્ટફોન આવે?
યામી ગૌતમ બોલિવૂડમાં કેમ આવી? ખુદ જણાવ્યું કારણ
વિરાટ-ધોની ભાઈ-ભાઈ... જુઓ દોસ્તીના આ ખાસ ફોટા

મેજિકવિન વેબસાઇટ લાઇવ ક્રિકેટ મેચો

જે સામગ્રીને સ્ટ્રીમ કરી રહી હતી. OTT Disney+ hotstar દ્વારા પ્રસારિત કરવા માટે અધિકૃત કંપનીને ભારે નાણાકીય નુકસાન થાય છે. EDની તપાસમાં બહાર આવ્યું છે કે મેજિકવિન વેબસાઇટ લાઇવ ક્રિકેટ મેચો અને અન્ય રમતો પર સટ્ટાબાજી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી છે.

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024ની લાઇવ ક્રિકેટ મેચોનું પ્રસારણ કોઈપણ સબ્સ્ક્રિપ્શન ફી વિના હતું અને તે વેબસાઈટ કે એપ્લિકેશન થકી લોકો સાથે ઠગઈ કરવાનું કારસ્તાન હતું.

ED અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ સર્ચઓપરેશન દરમ્યાન રૂપિયા 2 કરોડ 30 લાખની રકમ સીઝ કરવા ઉપરાંત, અમુક ક્રિપ્ટો વોલેટની વિગતો મળી છે, જેમાં 12 કરોડ રૂપિયા ફ્રીઝ કરવા વિવિધ એક્સચેન્જને સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાચો: PM મોદીએ પેરાલિમ્પિક ખેલાડીઓ સાથે કરી વાતચીત, ગોલ્ડન ગર્લ અવની લેખરાને પૂછ્યો આ ખાસ સવાલ

g clip-path="url(#clip0_868_265)">