રોજગાર મોરચે સારા સમાચાર, કંપનીઓમાં આગામી ક્વાર્ટરમાં મોટા પાયે ભરતીના મળી રહ્યા છે સંકેત
મેનપાવર ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર સંદીપ ગુલાટીએ જણાવ્યું હતું કે "દેશ રોગચાળાની અસરોમાંથી બહાર આવી રહ્યો છે પરંતુ વૈશ્વિક ભૌગોલિક રાજકીય અસ્થિરતા અને વધતી જતી મોંઘવારી જેવા નવા પડકારો છે.
ભારતમાં 38 ટકા કંપનીઓ આગામી ત્રણ મહિનામાં ઘણી ભરતી(Recruitment) કરવાનું આયોજન કરી રહી છે. એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળા દરમિયાન એમ્પ્લોયર્સ પાસેથી નોકરી મેળવવાનો દૃષ્ટિકોણ(Hiring outlook) તેજ રહેવાની ધારણા છે. મેનપાવર ગ્રુપ એમ્પ્લોયમેન્ટ આઉટલુક સર્વે(ManpowerGroup Employment Outlook Survey)ની 60મી વાર્ષિક આવૃત્તિમાં મંગળવારે આ માહિતી આપવામાં આવી હતી. તેણે 3,090 નોકરીદાતાઓનો અભિપ્રાય લેવામાં આવ્યો છે. અહેવાલ મુજબ વિવિધ ક્ષેત્રોમાં ભરતી પ્રવૃત્તિઓ ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં ઘણી મજબૂત છે. જો કે ત્રિમાસિક ધોરણે એવો અંદાજ છે કે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરની તુલનામાં રોજગાર પરિદ્રશ્યમાં 11 ટકાનો ઘટાડો થઈ શકે છે.
એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે, 55 ટકા એમ્પ્લોયરો પગાર વધવાની અપેક્ષા રાખે છે. 17 ટકા કહે છે કે તે ઘટશે જ્યારે 36 ટકા કોઈ ફેરફાર ન થવાની અપેક્ષા રાખે છે. રોજગારીની પરિદ્રશ્ય 38 ટકા છે. મેનપાવર ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર સંદીપ ગુલાટીએ જણાવ્યું હતું કે “દેશ રોગચાળાની અસરોમાંથી બહાર આવી રહ્યો છે પરંતુ વૈશ્વિક ભૌગોલિક રાજકીય અસ્થિરતા અને વધતી જતી મોંઘવારી જેવા નવા પડકારો છે. આ દરમિયાન ભારત માહિતીના મુખ્ય સ્ત્રોત તરીકે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ટેકનોલોજી સંસાધનોવિકાસ કરવાનું ચાલુ રાખશે. ”
હજુ પણ મહિલાઓનું પ્રતિનિધિત્વ ઓછું છે
ગુલાટીએ કહ્યું કે કર્મચારીઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ હજુ પણ ચિંતાનો વિષય છે. સર્વે અનુસાર IT અને ટેક્નોલોજીની ભૂમિકા માટેનું પરિદ્રશ્ય 51 ટકા સૌથી મજબૂત છે ત્યારબાદ રેસ્ટોરન્ટ અને હોટલ માટે 38 ટકા અને શિક્ષણ, આરોગ્ય, સામાજિક કાર્ય અને સરકારી રોજગાર માટે 37 ટકા છે.
મોટી સંસ્થાઓમાં કર્મચારીનો દૃષ્ટિકોણ વધુ મજબૂત
રિપોર્ટમાં જણાવાયું છે કે જે સંસ્થાઓમાં 250થી વધુ કર્મચારીઓ કામ કરે છે ત્યાં રોજગારીનો અંદાજ 45 ટકા છે. જે સંસ્થાઓમાં 50-249 કર્મચારીઓ કામ કરે છે, તેમનો રોજગાર અંદાજ 35% છે. રિપોર્ટ અનુસાર આગામી ત્રણ મહિનામાં વિશ્વના તમામ સાત ખંડોમાં પગાર વધારાની અપેક્ષા છે. સૌથી વધુ ભરતીની સંભાવનાઓ ભારતમાંથી છે. તેના પછી ઓસ્ટ્રેલિયા અને ચીન આવે છે. જાપાન અને હોંગકોંગના પ્રાદેશિક શ્રમ બજારો સૌથી નબળા હોવાનું કહેવાય છે.